• સફળતા મેળવવા બિઝનેસ સાથે દૃઢ નિર્ણયશક્તિ હોવી જરૂરી છે : ચિત્રક શાહ

    સક્સેસ સ્ટોરી 23-2-2022 10:11 AM
    • બિઝનેસ માટે શેડો મેનેજમેન્ટ જરૂરી
    અમદાવાદ

    સફળતા પ્રાપ્ત કરવા માટે વિઝન હોવું જોઈએ. સાથે જ દૃઢ નિર્ણયશક્તિ પણ જરૂરી છે. ક્યારેક એવું પણ બને કે તમે લીધેલા નિર્ણયો ખોટા પણ પડે. ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે ક્ષેત્રમાં એક્સપર્ટ છીએ તેને છોડવું ન જોઈએ. તેમ અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર્સ અને શિવાલિક બિલ્ડિંગ લેન્ડમાર્કના મેનેજિંગ ડિરેક્ટર ચિત્રક શાહે `ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

    રિયલ એસ્ટેટ ક્ષેત્રે સફળતાના સોપાન હાંસલ કરનાર ચિત્રક શાહે વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં મારી સફ સ્ટોક માર્કેટથી શરૂ થઈ હતી. મારા પિતાશ્રી સાથે સ્ટોક માર્કેટમાં ત્રણ-ચાર વર્ષ કામ કર્યું પણ મને આ ક્ષેત્રમાં રૂચિ ન હતી. ન્યુ. એલ. જે. કોલેજમાં વાણિજ્યમાં સ્નાતક થયા બાદ 2000ના વર્ષમાં રિયલ એસ્ટેટના બિઝનેસમાં ઝંપલાવ્યું. અમે ક્વોલિટી સાથે ક્યારેય બાંધછોડ કરતા નથી. અમદાવાદ શહેરમાં જ સચીન ટાવર્સ શિવાલિક બંગલોઝથી લઈને ઘણી બધી સ્કીમો બનાવી અને અમને ક્રમશ: સફળતા મળવા લાગી. અમે કોમર્શિયલ બિલ્ડિંગો બનાવવા લાગ્યા અને છેલ્લાં દોઢ દાયકાથી રેસિડેન્ટ કમ કોમર્શિયલ બિલ્ડિંગો સાકાર કરવા માટે વધુ ધ્યાન કેન્દ્રીત કરવા લાગ્યા. કોઈ પણ બિઝનેસ હોય તો મુશ્કેલીઓ તો આવવાની જ છે. 

    મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કરીને નિર્ણયશક્તિ દૃઢ બનાવીએ તો સફળતા મળે છે. રિયલ એસ્ટેટ એ એક એવો બિઝનેસ છે કે તમારે ડે-ટુ-ડે મોનિટરિંગ કરવું પડે. જે લોકો પોતાનો ધ્યેયને પકડી નથી રાખતા તેમને સફળતા મળતી નથી. તમે જે ક્ષેત્રમાં એક્સપર્ટ છો તેને વળગી રહેવું જોઈએ, તેને છોડવું ન જોઈએ. જીવનમાં ચઢાવ-ઉતાર તો આવતા જ હોય છે. કોઈ પણ ક્ષેત્ર પસંગ કરો, ધ્યેય પ્રાપ્તિ માટે ઝઝૂમતા રહો અને સંઘર્ષ કરતા રહો તો ચોક્કસ સફળતા મળે છે. મારા પરિવારમાં મારા ભાઈઓ પણ મારી સાથે જ બિઝનેસમાં જોડાયેલા છે. અમે ટીમવર્કથી કામ કરીએ છીએ. આપણા કામથી બીજા કોઈને મુશ્કેલી ન પડવી જોઈએ. શેડો મેનેજમેન્ટ હોવું જોઈએ. એટલે મારી ગેરહાજરીમાં કામ અટકવું ન જોઈએ, મારા પરિવારનો કોઈ પણ વ્યક્તિ પણ મારું કામ કરી શકે છે.

    ચિત્રક શાહે કહ્યું હતું કે, સ્પર્ધાત્મકતા આ સમયમાં તમારી પ્રોડક્સ પર સફળતાનો આધાર રહેલો છે. માર્કેટમાં ગુણવત્તાયુક્ત સારી પ્રોડક્ટની ડિમાન્ડ રહેતી જ હોય છે. રિયલ એસ્ટેટનું આ ક્ષેત્ર એવું છે કે, બિલ્ડિંગના પ્લાન સમજી વિચારીને બનાવવા જોઈએ. આજે અમદાવાદ સહિત મહાનગરોમાં રિ-ડેવલપમેન્ટ સ્કીમો સાકાર થઈ રહી છે. મારી દૃષ્ટિએ આ ઉત્તમ કાર્ય છે. 25-30 વર્ષ જૂના ખખડી ગયેલા મકાનો હોય તેના સ્થાને વધારે જગ્યા સાથેના ફ્લેટ મળે તો રહીશોના હીતમાં પણ ફાયદો જ છે તેના મકાનની વેલ્યુ પણ વધી જવાની છે.

    આ ઉપરાંત `રેરા’નો કન્સેપ્ટ પણ ખૂબ સારો છે. ગ્રાહકો અને બિલ્ડર્સના સંબંધો વિશ્વાસથી બંધાયેલા છે. `રેરા’થી બંને વચ્ચેનો વિશ્વાસ વધુ દૃઢ બનશે. રિયલ એસ્ટેટ એ એક એવું ક્ષેત્ર છે કે ગ્રાહકો બિલ્ડર્સને જોઈને રોકાણ કરતા હોય છે બિલ્ડર્સ પોતાની શાખ જાળવી રાખે તો ચોક્કસ સફળતા મળે જ છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!