• સફળતા જુસ્સો, પ્રતિભા અને ખંતનું મિશ્રણ છે : આસિત શાહ 
    સક્સેસ સ્ટોરી 23-3-2022 08:12 AM
    • મારી કંપનીનું નામ ઇક્વિનોક્સનો અર્થ થાય છે ‘ટોચ પર’ અને અમારું મિશન છે ક્રિએટીંગ યુનિક એક્સપિરીયન્સીસ
    • અમારે ઓટીટી પ્લેટફોર્મ માટે વેબ સિરિઝ અને ફિચર ફિલ્મો મોટા પાયે તૈયાર કરવી છે
    અમદાવાદ


    સફળતા એ કંઈ રાતો રાત મળતી નથી. એ જુસ્સો, પ્રતિભા અને સતત ખંતનું મીશ્રણ છે એવું આસિત શાહે જણાવ્યું હતું. 

    ઇક્વિનોક્સ ગ્રૂપના મેનેજીંગ ડિરેકટર આસિત શાહે ‘ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે અને અગાઉ અમે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને એ વખતે 22 સભ્યો સાથે રહેતા હતા. મારા દાદા રસિકલાલ શાહે  ટેક્સટાઇલનો બિઝનેસ શરૂ કર્યો હતો અને હાલમાં અમારું કુટુંબ ટેક્સટાઇલ ઉપરાંત રીયલ એસ્ટેટ અને ફાઇનાન્સના બિઝનેસ સાથે સંકળાયેલું છે. 

    મારા પિતા હેમંતભાઈ શાહે પ્લાસ્ટિક એન્જીનીયરની ડિગ્રી મેળવીને માસ્ટર્સ કરવા અમેરિકા ગયા હતા અને ત્યાં 8 વર્ષ રહ્યા હતા. ભારત પાછા આવ્યા બાદ તેમણે પ્લાસ્ટિકની ફેકટરી શરૂ કરી હતી, જોકે હવે તેઓ ફાઇનાન્સનો બિઝનેસ કરે છે. મારી માતા પૂર્ણિમાબહેન ગૃહિણી છે. મેં જીએલએસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને ડીડીઆઈટી નડિયાદમાંથી કોમ્પ્યુટર એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો છે અને પછી અમેરિકાની યુનિવર્સિટી ઓફ સર્ધન કેલિફોર્નિયામાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું હતું. અમેરિકામાં હું કુલ સાત વર્ષ રહ્યો જ્યાં મેં અડોબી સિસ્ટમ્સ કંપની અને ઇ-બે.કોમમાં કામ કર્યું હતું. 

    તેમણે જણાવ્યું કે પછી હું અમદાવાદ પાછો આવ્યો ત્યારે મેં મારો પોતાનો અલગ બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને ડિસેમ્બર 2008માં ઇક્વિનોક્સ ક્રિએટીવ એકેડેમી શરૂ કરી હતી જેમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટસ, ગ્રાફિક ડિઝાઇનીંગ, વેબ ડિઝાઇનીંગ, ડિજીટલ માર્કેટિંગ, ફોટોગ્રાફી, વીડિયો એડિટીંગ, ફિલ્મ મેકિંગ જેવા કોર્ષ ભણાવવામાં આવે છે. મારી કંપનીનું નામ ઇક્વિનોક્સનો અર્થ થાય છે ‘ટોચ પર’ અને અમારું મિશન છે ક્રિએટીંગ યુનિક એક્સપિરીયન્સીસ. અમે ક્રિએટીવ ઇન્ડસ્ટ્રીમાં છીએ. ત્યારબાદ વર્ષ 2013માં અમે ઇક્વિનોક્સ ડિઝાઇન સ્ટુડિયો શરૂ કર્યો હતો. અમે કસ્ટમ આર્ટના બિઝનેસમાં છીએ જેમાં પેઇન્ટીંગ અને સ્કલ્પચર્સનો સમાવેશ થાય છે. અમે એક જ એવી કંપની છીએ કે જે બધું કામ સાથે કરે છે જેમાં બ્રાન્ડીંગ, િડઝાઇન, લોગો, બ્રોશર, વેબસાઇટ, આઉટડોર કેમ્પેઇન, સોશ્યલ મીડિયા માર્કેટિંગ, એડવર્ટાઇઝમેન્ટ વીડિયોઝ વગેરેનો સમાવેશ થાય છે. અમે ઇલેકશન કેમ્પેઇનમાં માસ્ટરી ધરાવીએ છીએ અમે રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબની ચૂંટણી, જીસીસીઆઈની ચૂંટણીમાં પ્રગતિ પેનલ માટે કામ કર્યું હતું. અમે ડિઝાઇનથી લઇને સ્ટ્રેટેજી અંગેના તમામ કામ કરી આપીએ છીએ. અૅવોર્ડ વિજેતા ઇક્વિનોક્સ ડીઝાઇન સ્ટુડિયોના ઓનર આસિત શાહનો ફોટો સિલિકોન ઇન્ડિયાના કવર પેજ પર પ્રસિધ્ધ થયો હતો.

    તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2017માં અમે ઇક્વિનોક્સ મોશન પિકચર્સનો પ્રારંભ કર્યો હતો જેમાં અમે હિન્દી ફિલ્મોનું પ્રોડકશન કરીએ છીએ. અમારી ફિલ્મ ‘376 D’ શેમારુ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક ક્રાઇમ થ્રિલર મુવી છે. અમારે ઓટીટી પ્લેટફોર્મ માટે વેબ સિરિઝ અને ફિચર ફિલ્મો મોટા પાયે તૈયાર કરવી છે. આ ઉપરાંત અમે સેન્ટર ઓફ એક્સેલન્સ ચલાવીશું જેમાં અમે અન્ડર ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ કોર્ષ વિદ્યાર્થીઓને ભણાવીશું. ઇન્ડસ યુનિવર્સિટીમાં અમે સેન્ટર ઓફ એક્સેલન્સ ચલાવીએ છીએ અને બીજી યુનિવર્સિટીઓમાં પણ આવા સેન્ટરો ચલાવવા માંગીએ છીએ.  

    આસિત શાહને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા  ‘આઇકન ઓફ ગુજરાત’  અને ‘ટાઇમ્સ મેન ઓફ ધ યર 2018 અને 2019’ અૅવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને દિવ્ય ભાસ્કર દ્વારા ‘એસ્ટ્રેલા’નો અૅવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આઇઆઇએમ અમદાવાદ દ્વારા ઇક્વિનોક્સનો સમાવેશ મેનેજમેન્ટ કેસ સ્ટડી તરીકે કરવામાં આવ્યો હતો.  આ ઉપરાંત બીજા ઘણા બધા અૅવોર્ડઝ ઇક્વીનોઝ ગ્રૂપને મહાનુભાવોના હસ્તે એનાયત થયેલા છે. યુનિવર્સિટી ઓફ એઝટેકા, લોસ એન્જલસ દ્વારા આસિત શાહને ડોક્ટરેડની માનદ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!