• સલાહ-સૂચન : ગામ નમૂના-7ના પાનિયા અલગ કરવાની કાર્યપદ્ધતિ
    હિંમતનગરથી કનૈયાલાલ તેમની જમીન બીજા માલીકીની જમીન સાથે એકજ ૭/૧૨ થી ધારણ કરે છે તેઓ તેમની જમીનના ગામ નમુના નંબર, ૭ નુ પાનીયું અલગ કરવા માગે છે તો આ અંગે પાર્ગદર્શન આપતા જણાવવાનું કે ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ ૧૧૬ તથા ૧૧૭ મુજબ ખેડવા લાયક જમીનના કોઈ ભાગનો આ ધારાની કલમ-૬૫ અથવા ૬૭ ની જોગવાઈઓ મુજબ બિન-ખેતી વિષયક હેતુ માટે ઉપયોગ કરવાની પરવાનગી આપી હોય અથવા જમીનનો કોઈ ભાગ આ ધારાની કલમ-૩૮ મુજબ ખાસ હેતુઓ માટે જમીન મુકરર કરી તે ભાગ ખાસ જુદી કાઢી રાખ્યો હોય અથવા આ ધારાની કલમ-૪૮ ની પેટા કલમ(૨) અથવા પેટા કલમ(૩) મુજબ જમીનના કોઈ ભાગ ઉપરની આકારણીમાં ફેરફાર કર્યો હોય અથવા આકારણી નાંખી હોય ત્યારે જે તે જીલ્લા કલેકટરશ્રીની મંજુરી લઈને પછી આ ધારાની કલમ-૯૮ ની જોગવાઈઓમાં ગમે તે મજકુર હોય તે છતાં કોઈ સમયે આવા ભાગનો અલગ નંબર પાડી શકાય છે. તેમજ મુંબઈના ખેતીની જમીનના ટુકડા થતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબતના અધિનિયમ,૧૯૪૭ ની જોગવાઈઓને આધીન રહીને સર્વે નંબ૨ના, જમીન સંપાદન ક૨વાના હકક ધ્યાનમાં લઈને અથવા બીજા કોઈ કારણસર, જરૂર પડે તેટલા પેટા-વિભાગો વખતો વખત તથા કોઈપણ સમયે કરી શકાય છે. તેમજ આ પેટા-વિભાગની આકારણી નિયમી અનુસાર કરી શકાય છે તેમજ વખતો વખત તેમાં સધુારા કરી શકાય છે. તેમજ આવા પેટા વિભાગનું ક્ષેત્રફળ અને આકારણી રાજય સરકાર આ અર્થે ઠરાવે તેવી જમીનના રેકર્ડમાં દાખલ ક૨વાની હોય છે.ગુજરાત જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ ના નિયમ ૨૧ મુજબ જો પક્ષકારો વચ્ચે તકરાર નહોય ત્યારે જમીન ધારણકર્તાઓની કેફિયત અનુસાર દરેક પેટા વિભાગની હદ નકકી કરવાની હોય છે અને જો પક્ષકારો વચ્ચે તકરાર હોય તો, જે હૃદ બાબત તકરાર હોય તે, બન્ને તકરાર ઉઠાવનારાઓની માંગણી પ્રમાણે જમીન માપી તેના નકશા બનાવવાના હોય છે તથા તકરારી મુકદમાના રજીસ્ટરમાં આ તકરાર નોંધી આ ધારાની કલમ ૧૧૯, ૧૨૦ મુજબ અથવા નિયમ-૧૦૮ મુજબ તકરારનો નિકાલ થયા પછી તે પ્રમાણે નકશો સુધારવામાં આવે છે અને જમીન અંગેના રેકર્ડમાં ક્ષેત્રફળો છેવટને માટે દાખલ કરવામાં આવે છે. આમ જમીનના સરવે નંબરની કઈ રીતે હદ નકકી કરવી કે તેની દુરસ્તી કરવી તેની જોગવાઈ આ ધારામાં તથા તેના નિયમોમાં કરવામાં આવેલી છે.

    આ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૧૬, ૧૧૭ તથા ગુજરાત જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ ના પ્રકરણ-૪ માં તથા નિયમ ૨૧(૧) અને ૨૧(૨) માં કરેલ જોગવાઈની અમલવારી ધોગ્ય રીતે કરવા વહેંચણી પૈકી વેચાણ/પૈકી હેતુફેરના હુકમ પૈકી ગ્રાન્ટના હુકમના કિસ્સામાં પહેલા હિસ્સા માપણી કરવી જોઈએ અને ત્યારબાદ તે મુજબ રેકર્ડ બનાવવું જોઈએ અને જમીનના હિસ્સા માપણી મુજબ પુરવણી પત્રક નંબ૨, ૧૨ અથવા હુકમના કિસ્સામાં કે,જે પી. ની નોંધ પાડી અને ગામ નમુના નંબર ૭ અલગ પડે તો તે યોગ્ય ગણાય તથા રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડ એક સરખુ બને તે જરૂરી છે.

    જમીનની વહેંચણી પૈકી વેચાણ/પૈકી હેતુ હેરના હુકમ/પૈકી ગ્રાન્ટના કિસ્સામાં ગામ નમુના નંબર, ૭ ના પાનીયા અલગ કરવા માટે ગુજરાત રાજયમાં હાલમાં અલગ-અલગ પધ્ધતી અનુસરવામાં આવે છે જેના કારણે રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડમાં વિસંગતતા ઉભી થાય છે. અલગ અલગ ગ્રીવન્સ રીડ્રેસલ ફોરમમાં રજુઆતો થાય છે અને કોર્ટ લીટીગેશન ઉભા થાય છે તેમજ ખેડૂત ખાતેદારોને હાલાકી ભોગવવી પડે છે તેવું ગુજરાત સરકારના ધ્યાનમાં આવતા સરકારશ્રીના મહેસુલ વિભાગ તરફથી તાજેતરમાં પરિપત્ર ક્રમાંક સીટીએસ/૧૩૨૦૨૦/૧૯૧/૪ તારીખ, ૦૭/૦૮/૨૦૨૦ થી સુચનાઓ પરિપત્રીત કરી રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડમાં એકસૂત્રતા જળવાઈ રહે અને ખેડૂત ખાતેદારોને તથા બોનાફાઈડ પર્ચેઝરના કિસ્સામાં રેકર્ડ અને સ્થળ ઉપર ક્ષેત્રફળની વિસંગતતા, કૌટુંબીક તકરાર અને કોર્ટ લીટીગેશન નિવારવા તથા અધ્યતન નકશા તમામ હિસ્સેદારીને આપી શકાય તે માટે ઉપરોકત પરિપત્ર કરી સુચનાઓ પરિપત્રીત કરવામાં આવેલ છે. 


    તે મુજબ જે તે નાયબ મામલતદાર, -ધરાએ વહેંચણી (પૈકી વેચાણ/પૈકી હેતુ હેરના હુકમ પૈકી ગ્રાન્ટના હુકમની હક નોંધ પ્રમાણિત થયા બાદ તેની અસર આપતા સમયે ફક્ત કબજેદારના કોલમમાં હકક પ્રાપ્ત કરનારનું નામ અને ક્ષેત્રફળ દર્શાવવાનું રહેશે અને મુળ ગામ નમુના નંબર, ૭ જાળવી રાખવાનું રહેશે. જેમાં કુલ ક્ષેત્રફળમાં કોઈજ ફેરફાર કરવાનો રહેતો નથી. તથા ગામ નમુના નંબર, ૭ ના પૈકી પાનીયા અલગ કરવાના નથી. અને જયારે હિસ્સા ઉપસ્થિત કરાવનાર કે હિસ્સાનો હક્રક પ્રાપ્ત કરનાર હિસ્સા માપણી કરાવે ત્યારે જીલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી દ્વારા હિસ્સા માપણી થયા બાદ હિસ્સા પુરવણી પત્રકન ૧૨ અથવા ક્રમના કિસ્સામાં કે.જે.પી ના આધારે તેની નોંધ ઈ-ધરામાં પડે ત્યારે તેની અસર આપતા સમયે ગામ નમુના નંબર, ૭ ના પાનીયા અલગ કરવા સુચના આપવામાં આવેલ છે. જેથી રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડમાં ક્ષેત્રફળમાં વિસંગતતા નિવારી શકાય અને હક્ક પ્રાપ્ત કરનારને જમીનનો અધ્યતન નકશો મળી રહે અને જેથી ગુજરાત જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ ના નિયમ ૨૧() અને () ની જોગવાઈ મુજબ અમલ કરી શકાય તેમજ જમીનની વહેંચણી પૈકી વેચાણ/પૈકી હેતુ ફેરના હુકમ પૈકી ગ્રાન્ટના હુકમની હકક નોંધની અસર આપનાર નાયબ મામલતદાર, -ધરા દ્વારા આવી હકક નોંધોની ચકાસણી કરવામાં આવે ત્યારે તેના સ્ટ્રકચરલ ફોર્મ (એસ.ફોર્મ) થી ખાત્રી કરવાની સુચના પરિપત્રીત કરી આપવામાં આવેલ છે તેમજ માપણીના હિસ્સા ફોર્મનં.૪ ના આધારે ઈ-ધરા શાખામાં કોઈ હક નોંઘ તથા ગામ નમુના નંબર, ૭ અલગ નહી પાડવા સૂચનાઓ પરિપત્રીત કરી આપવામાં આવેલ છે પરંતુ જીલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી દ્વારા પુરવણી પત્રક નંબ૨, ૧ર અથવા હુકમના કિસ્સામાં ૩.જે.પી. બનાવે ત્યારેજ તેની હકક નોંધ પાડવા અને તે મુજબ ગામ નમુના નંબર, ૭ અલગ પાડવા સુંદર પરિપત્રથી સુચનાઓ આપવામાં આવેલ છે. આમ સુંદ૨ પરિપત્રથી હિસ્સા પુવરણી પત્રક નંબર, ૧૨ અથવા હુક્રમના કિસ્સામાં કે,જે.પી. ની હકક નોંધ જીલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી દ્વારા તથા તેની અસલ ઈ-ધરા શાખા દ્વારા ગામ નમુના નંબર, ૭ માં આપવાની રહેશે તેવી સૂચનાઓ પરિપત્રીત કરી આપવામાં આવેલ છે અને આ પરિપત્રથી આપેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવા સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફ્તર નિયામકશ્રી તથા જીલ્લા કલેકટરશ્રીએ સુનિશ્ચિત કરવાનું રહેશે તેમ જશાવવામાં આવેલ છે.


    આમ ઉપરોક્ત પરિપત્રથી જમીનની વહેંચણી/પૈકી વેચાણ/પૈકી હેતુ ફૅરના હુકમ/પૈકી ગ્રાન્ટના ક્રિસ્સામાં ગામ નમુના નંબર, ૭ ના પાનિયા અલગ કરવા માટે ગુજરાત રાજયમાં જે અલગ-અલગ પદ્ધતિ અનુસરવામાં આવતી હતી અને જેના કારણે રેવન્યુ રેકર્ડમાં અને સર્વે રેકર્ડમાં જે વિસંગતતા ઉભી થતી હતી અને તેના કારણે કોર્ટ લીટીગેશન ઉભા થતા હતાં અને ખેડૂત ખાતેદારોને હાલાકી ભોગવવી પડતી હતી તેનો અંત આવશે અને રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડમાં એકસૂત્રતા જળવાશે જેથી ખેડૂત ખાતેદારોને તથા બોનાફાઈડ પર્ચેઝરના કિસ્સામાં રેકર્ડ અને સ્થળ ઉપરના ક્ષેત્રફળની વિસંગતતા દૂર થશે અને જેથી કૌટુંબીક તકરાર અને કોર્ટ લીટીગેશન નિવારી શકાશે અને તમામ હિસ્સેદારોને અધ્યતન નકશા મળી શક્રશે. આશા છે કે કનૈયાલાલને તથા જાહેર જનતાને ઉપરોકત માહીતી ઉપયોગી થઈ પડશે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!