• સલાહ-સૂચન : ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા બાબત
    ગાંધીનગર જીલ્લાના કાર્તિકભાઈ પટેલ ખેતીની જમીન ખરીદવા માંગે છે પરંતુ તેઓ બીજા જીલ્લાના ખેડૂત હોઈ તેમની જમીન ઉપર તેઓએ ખેડૂત હોવા બાબતના પ્રમાણપત્રની જરૂરત છે તો આ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ઓનલાઈન મળે કે કેમ? તે અંગેની માહીતી તેમના તરફથી માંગવામાં અવોલ છે તો આ અંગે માહીતી આપતા જણાવવાનું કે:- રાજ્યના મહેસુલી વહીવટને કોમ્પ્યુટરાઈઝડ, સલામત, સુ૨ક્ષીત, શુધ્ધ અને ઝડપી બનાવવાના પગલા રૂપે હસ્તલિખીત મહેસુલી દફતરને જાન્યુઆરી-૨૦૦૪ થી ડીજીટાઈઝ કરીને ઓનલાઈન કરવામાં આવેલ છે.

    જમીનોના વિવધ પ્રકારના વ્યવહારોમાં તથા વિવિધ પરવાનગી માટેની અરજીમાં ખેડૂત ખરાઈની જરૂરીયાત ઉદ્ભવે છે તથા આ ખેડૂત ખરાઈ માટે અ૨જદા૨ે તેમના પૂર્વજોએ ધારણ કરેલી ખેતીની જમીનના ૭/૧૨, નં.-૬ મેળવીને રજૂ કરવામા રહે છે. જે અંગે મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક ગન્નત/૧૦૯૫/૩૩૪૭૪ તા. ૨૦/૧૧/૨૦૦૦ મા દર્શાવેલ પરિપત્રના પત્રક-૨ મુજબ સોગંદનામું રજુ કરવાનું રહે છે. જેના આધારે ગુજરાત રાજયના ખાતેદાર ખેડૂત મુળ જે ગામે ખેતીની જમીન ધારણ કરતા હોય તે વિસ્તારના તાલુકા મામલતદારશ્રીએ દાખલો આપવાનો રહે છે.

    આ ખેડૂત ખરાઈનો દાખલો મેળવવા ખાતેદારોને ઘણીજ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે તેમજ જે તે મામલતદાર કચેરીમાં ધકકા ખાવા પડતા હોય છે. અને આ ખેડૂત ખરાઈનો દાખલો મેળવવા વિલંબ થતો હોય છે. અને ખાતેદારોને સખત હાલાકી ભોગવવી પડતી હોય છે અને જો આ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ખાતેદારોને ઓનલાઈન મળતા થાય તો ખાતેદારોને સરળતાથી આ ખેડૂત ખરાઈના દાખલા પ્રાપ્ત થઈ શકે અને તેના પ્રયાસરૂપે ગુજરાત રાજ્ય તરફથી ખાતેદારોને ખેડૂત ખરાઈના દાખલા ઓનલાઈન મળે તે અંગે પરિપત્ર કરવામાં આવેલ છે. રાજ્યમાં ડીજીટાઈઝેશન અને ઓનલાઈન પ્રક્રિયા હાથ ધ૨વામાં મહેસુલ વિભાગ અગ્રેસર રહ્યું છે. ત્યારે આવી ખેડૂત ખરાઈના કારણે વિવિધ અરજીઓમાં થતો વિલંબ ઘટાડવા તથા ખાતેદારોને થતી હાલાકી નિવારવા ખેડૂત ખરાઈ પ્રમાસપત્ર મેળવવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવા બાબત ખેતીની જમીન ધારણ કરનારના ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટેની કાર્યપધ્ધતી ઓનલાઈન કરવા તથા કાર્ય પધ્ધતીમાં સરળતા લાવવા અંગે હાલમાં ગુજરાત સરકાર મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર ક્રમાંકઃ ગણત/૧૦૨૦૨૦/૪૨/ઝ તા. ૩૧/૭/૨૦૨૦ ના રોજથી પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. જે પરિપત્રમાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા માટેની નીચે મુજબની કાર્યપદ્ધતિ/સુચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે જેથી નીચે જણાવેલી કાર્ય પધ્ધતિથી ખાતેદારોને ખેડૂત ખાઈ પ્રમાણપત્ર ઓનલાઈન મળી શકે છે.

    (૧). ઓનલાઈન અરજી : અરજદારપક્ષે

    ખેડૂત ખરાઈ માટે અરજદારે https://iora.gujarat.gov.in વેબસાઈટ પર અરજીના પ્રકારમાં “ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર” એ વિકલ્પ પસંદ ક૨વાનો રહેશે. અરજીમાં જરૂરી તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં ડેટા સ્વરૂપે દાખલ કરવાની રહેશે. 

    iORA સાઈટ પર ગુજરાતી શ્રુતિ ફોન્ટની વિગતો જણાવેલ છે. ખાતેદારે પોતાની સહીવાળી અરજી તથા સ્વધોષણાથી કરેલ સોગંદનામુ અને ખાસ કોઈ પુરાવાઓ હોય તો તે અપલોડ કરવાના રહેશે. તથા આવી અસલ અરજી તથા સ્વઘોષણા સોગંદનામું અને અપલોડ કરેલ પુરાવા અરજી તારીખથી દિન-૯ માં સબંધિત પ્રાંત કચેરીમાં મળે તે રીતે જમા કરાવવાના/ મોકલવાના રહેશે.

    આવી અસલ અરજી તથા સ્વઘોષણા સોગંદનામુ અને અપલોડ કરેલ પુરાવા અરજી ત્તારીખથી દિન-૭ માં સંબંધિત પ્રાંત કચેરીમાં મળે તે રીતે જમા કરાવવાના / મોકલવાના રહેશે.

    અરજી સાથે નં., /૧૨, -૪ જેવા અન્ય કોઈ દસ્તાવેજ અપલોડ કરવાના નથી.

    નિયત નમૂના મુજબની કોઈપણ વિગત બાકી રાખેલ હશે અથવા જરૂરી વિગતો સ્પષ્ટ દર્શાવલ નહિ હોય અથવા મુદ્દો લખેલી હિ હોય તો અરજી દતરે કરવામાં આવશે.

     અરજદારે ૧ અરજી માટે રૂા.,૦૦૦/૦૦ લેખે ફી સબંધિત જીલ્લાનાજીલ્લા ઈ-ધરામાં જમા કરાવવાની રહેશે. જે નોન રીફન્ડેબલ રહેશે.

    (). અરજીની ચકાસણી તથા શિરસ્તેદારની કામગીરી

     શિરસ્તેદારે iORA@gujarat.gov.in વેબસાઈટ પર તેઓના Login માં ખેડૂત ભરાઈ પ્રમાણપત્ર માટે પ્રાપ્ત થયેલ અરજીની સંપૂર્ણ ચકાસણી કરવાની રહેશે. જરૂરી બાબતો/અરજીની વિગતો ચકાસી અરજીનો સ્વીકાર/અસ્વીકાર અંગે નિયત નમૂનામાં અરજદારને Email/SMS થી જાણ કરવાની રહેશે.

    અરજદાર દ્વારા અરજી સહીતના અપલોડ કરેલ દસ્તાવેજો સબંધિત પ્રાંત કચેરીમાં મળે તે દરમ્યાન ઓનલાઈન રજુ થયેલ અરજી ઉ૫૨

    ચકાસણી સહીતની આ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.

    અરજીની સંપૂર્ણપણે ચકાસણી કર્યા બાદ સ્વીકારેલ અરજી અંગે નિત નમુનાનું ચેકલિસ્ટ ભરી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવાપાત્ર છે કે કેમ તે ભાભને પોતાના સ્પષ્ટ અભિપ્રાય સહ આગળની કાર્યવાહી માટે અરજી પ્રાંત અધિકારીશ્રીના Login માં મોકલવાની રહેશે.

    અરજદાર તરફથી ઓનલાઈન અરજી પ્રાપ્ત થયાબાદ મહત્તમ ૨ દિવસની મર્યાદામાં ઉકત તમામ કામગીરી શિરસ્તેદારે પૂર્ણ કરવાની

    રહેશે.


    () પ્રાંત અધિકારીશ્રીની કામગીરી:


    શિરસ્તેદારના Login માંથી પ્રાપ્ત થયેલ અરજી તથા ચેકલિસ્ટની ચકાસણી કરી, પ્રાંત અધિકારીએ ૧૦ દિવસની સમય મર્યાદામાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ઈસ્યુ કરવા / દફતરેનો નિર્ણય કરવાનો રહેશે.


    ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા અંગેની અરજી પોગ્ય જણાયે આ પ્રમાણપત્ર ઈસ્યુ કરવા પાત્ર હોય તેવા કિસ્સામાં પ્રાંત અધિકારીશ્રીએ પ્રમાણપત્ર જનરેટ કરવાનું રહેશે.


    અરજદાર તરફથી ઓનલાઈન પ્રાંત કચેરી ખાતે પ્રાપ્ત થયા બાદ ઉક્ત સમગ્ર પ્રક્રિયા પ્રાંત અધિકારીશ્રીએ ૧૫ દિવસની સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.


     () નિર્ણયની જાણ:

     ઓનલાઈન પ્રકરણની તપાસ બાદ, દફતરના કિસ્સામાં કારણો સાથે લેખિતમાં પત્ર તથા મંજુરીના કિસ્સામાં પ્રમાણપત્રની ઓનલાઈન (e-mail/sms થી) જાણ કરવાની રહેશે. તથા સહી સીકકાવાળીનકલ દિન-૩ માં ઈસ્યુ કરવાની રહેશે.


    મહેસુલ તપાસણી કમિશ્નર કચેરી દ્વારા વખતો વખત ઓનલાઈન ઈસ્યુ કરેલ ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનું ઈન્સ્પેકશન કરવાનું રહેશે. તથા જે કિસ્સામાં આવું પ્રમાણપત્ર ખોટુ આપવામાં આવેલ માલુમ પડે તો આવુ પ્રમાણપત્ર રદ કરવા સબંધિત પ્રાંતને તુરતજ સુચના આપવાની રહેશે. તેમજ જો સોગંદનામું ખોટું કરવામાં આવેલ માલુમ પડે તો તેવા કિસ્સામાં ખોટું સોગંદનામું કરવા બદલ સબંધકર્તા સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯૨, ૧૯૫, ૧૯૬, ૧૯૭, ૧૯૮ અન્વયે ફોજદારી કાર્યવાહી કરવા પણ સૂચના આપવાની રહેશે.


    આમ ઉપરોકત પરિપત્રમાં આપેલ કાર્યપધ્ધતિ, સુચનાઓ અનુસરવાથી જે તે ખાતેદારોને પોતાની જમીન બાબતે ઓનલાઈન ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર મળી શકશે જે કારણે ખાતેદારોને આ ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર મેળવવામાં જે તે સબંધિત મામલતદાર કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હતા અને પ્રમાણપત્ર મેળવવામાં વિલંબ થતો હતો તેમજ હાલાકીઓ ભોગવવી પડતી હતી તેનો અંત આવેલ છે અને ખેડૂત ખાતેદારોની ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર મેળવવાની કામગીરીઓ ઝડપથી પૂર્ણ થઈ શકશે અને ખેડૂત ખાતેદારો આ પ્રમાણપત્ર ઘરે બેઠા ઓનલાઈન મેળવી પોતાનો કિંમતી સમયનો બચાવ કરી શકશે.


    આશા છે કે કાર્તિકભાઈને જાહેર જનતાને ઉપરોકત માહીતી ઉપયોગી થઈ પડશે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!