• આઇપીએલ પહેલા સુનીલ નારિન જોરદાર ફોર્મમાં
    સ્પોર્ટ્સ 21-3-2023 08:52 AM
    • વેસ્ટ ઇન્ડિઝમાં સ્થાનિક મેચમાં શુન્ય રનમાં સાત વિકેટ ઝડપી
    • કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ખુબ સારા સમાચાર આવ્યા
    કોલકાતા

    આઇપીએલ પહેલા સુનીલ નારિને શાનદાર ફોર્મ મેળવી લીધો છે. જેના કારણે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે. 31મી માર્ચનાં દિવસથી આઇપીએલની શરૂઆત થઇ રહી છે. શાહરૂખ ખાનની ટીમ IPL 2023માં પણ આ બોલર પાસેથી શાનદાર પ્રદર્શનની આશા રાખશે. IPL 2023 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સારા સમાચાર છે. ટીમના સ્ટાર સ્પિનર ​​સુનીલ નરિને ફરી એકવાર શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું છે.  સુનીલ નરિને મેચમાં 7 ઓવર ફેંકી હતી. આ 7 ઓવરમાં બેટ્સમેનો તેની સામે એક પણ રન બનાવી શક્યા ન હતા. સુનીલ નરિને 7 ઓવરમાં એકપણ રન આપ્યા વિના 7 વિકેટ ઝડપી હતી. વાસ્તવમાં વેસ્ટ ઈન્ડિઝમાં સ્થાનિક ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં સુનીલ નરિને શાનદાર પ્રદર્શન કર્યું છે. ક્વીન્સ પાર્ક ક્રિકેટ ક્લબ તરફથી રમતા સુનીલ નરિને ક્લાર્ક રોડ યુનાઈટેડ સામે ધમાલ મચાવી હતી. સુનીલ નરિનના આ શાનદાર પ્રદર્શન બાદ વિપક્ષી ટીમ માત્ર 76 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, સુનીલ નરિન સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

    સુનીલ નરિનના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં 148 મેચ રમી ચૂક્યો છે. આ 148 મેચમાં તેણે 152 વિકેટ પોતાના નામે કરી છે. સાથે જ આ બોલરે 7 વખત એક ઇનિંગમાં 4 વિકેટ લેવાનું કારનામું કર્યું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!