• પીડિતાની કુંડળી ચકાસવાના અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે 
    રાષ્ટ્રીય 3-6-2023 02:04 PM
    • લગ્નના ખોટા વચન પછી બળાત્કારનો કેસ
    નવી દિલ્હી

    સુપ્રિમ કોર્ટે શનિવારે અલ્હાબાદ હાઈકોર્ટના લખનઉ યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગને એક મહિલાની 'કુંડળી' 'માંગલિક' છે કે કેમ તે તપાસવાનો હૂકમ કરતા આદેશ પર સ્ટે મૂક્યો હતો. લગ્નના ખોટા વચન દ્વારા કથિત બળાત્કારના કેસમાં હાઇકોર્ટે ગયા અઠવાડિયે એક જામીન અરજી પર આ આદેશ આપ્યા પછી સુપ્રીમ કોર્ટે લાઇવ લૉના અહેવાલ પરથી કેસને જાતે વિચારણામાં લીધો હતો.

    શનિવારે એક વિશેષ સુનાવણીમાં જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ પંકજ મિથલની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે જ્યોતિષને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ હાઈકોર્ટના આદેશને “ખલેલજનક” ગણાવ્યો હતો.

    આ કેસની વિગત એવી છે કે આરોપી અને પીડિતાના લગ્ન પરિવારની સહમતિથી નક્કી કરવામાં આવ્યા હતા. દરમિયાન આરોપીએ પીડિતા સાથે લગ્નના બહાને શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદ લગ્ન કરવાની ના પાડીને પીડિતાનો વાંધાજનક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની સામે પીડિતાએ એફઆઈઆર નોંધાવી હતી તેથી આરોપીને પોલીસે જેલમાં મોકલી દીધો. તે પછી આરોપીની જામીન અરજી પરની ચર્ચામાં આરોપીના વકીલે કહ્યું હતું કે પીડિતાની કુંડળીમાં મંગળદોષ હોવાથી તેના પરિવારજનો લગ્ન કરાવવા ઇચ્છતા ન હતા. જ્યારે પીડિતાના વકીલે કહ્યું કે પીડિતાની કુંડળીમાં કુંડળીદોષ નથી.

    તેથી અલ્હાબાદની હાઇકોર્ટે મંગળદોષની ચકાસણી કરવા માટે કુંડળીને લખનઉ વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગને મોકલી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!