• સિન્થેસીસ ગૃપ રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે 50 વર્ષથી સંકળાયેલું છેઃ અજય પટેલ
    સક્સેસ સ્ટોરી 24-3-2022 11:09 AM
    • ગુણવત્તા, પારદર્શકતા, લીગાલિટી અને કમિટમેન્ટ અમારા ગૃપની યુએસપી છે 
    • GIHED CREDAIના પ્રેસિડન્ટ અજય પટેલ
    • રીયલ એસ્ટેટ ડેવલપર્સના પ્રશ્રો માટે કામ કરતી બે સંસ્થા સાથે અજય પટેલ સંકળાયેલા છે. અજય પટેલ હાલમાં GIHED CREDAIના પ્રેસિડન્ટ અને CREDAI  GUJARATના વાઇસ પ્રેસિડન્ટ છે.
    અમદાવાદ

    જો તમારી પ્રોડકટ સારી હોય તો માર્કેટ સારૂ છે એવું રીયલ એસ્ટેટ કંપની ‘સિન્થેસીસ સ્પેસલિન્કસ’ના ડિરેક્ટર અજય પટેલે જણાવ્યું હતું. 

    ‘ગુજરાત મેઇલ’ સાથેની મુલાકાતમાં અજય પટેલે જણાવ્યું કે રેરા આવવાથી બિલ્ડર અને ગ્રાહક બંનેને ફાયદો થયો છે. જેમ સેબીથી શેરબજારનો વિકાસ થયો છે તેમ રેરાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રને ફાયદો થયો છે. મેં બીકોમ કર્યા પછી વર્ષ 1992માં બકેરી ગૃપમાં કામની શરૂઆત કરી હતી. મારો પરિવાર રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે છેલ્લા 50 વર્ષથી સંકળાયેલો છે. મેં માઇનિંગ વિભાગમાં બિઝનેસની શરૂઆત કરી હતી. વર્ષ 1996માં સેલ્સ, માર્કેટીંગ, લાયઝનીંગ અને એડમીન ડિપાર્ટમેન્ટમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને સરકાર તથા ખેડૂતો સાથે લાયઝનીંગ કર્યું હતું. મારા પિતા ગોરધનભાઇ પટેલ તથા અનિલભાઈ બકેરી, ભૂપેન્દ્રભાઇ મોહરોવાલા, પંકજભાઇ શાહ, પાવનભાઈ બકેરી, પ્રફુલભાઈ બકેરી, પુરૂષોત્તમભાઇ પટેલ અને બિપીનભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ મેં તાલિમ મેળવી છે. સાથે સાથે ભાઈ ઉમેશ અને મેઘના શાહ સાથે પણ મેં કામ કર્યું. 

    તેમણે જણાવ્યું કે વર્ષ 2008 સુધી અમે બકેરી ગૃપ સાથે કામ કર્યું હતું અને આ જ વર્ષે અમે નવી કંપની ‘સિન્થેસીસ સ્પેસલિન્કસ’ શરૂ કરી છે. નવી કંપનીમાં અમારી સાથે ભાઈ સમાન ભાગીદાર શર્વિલ શાહ અને હેમાંગ પટેલ કામ કરી રહ્યા છે. હાલમાં અમારી આઠ જણની ટીમ કામ કરી રહી  છે. અમે હાઇ એન્ડ રેસિડેન્શીયલ સ્કીમ્સ તૈયાર કરીએ છીએ જેમાં અલ્ટીયસ 1 થી 3, અલ્ટીયસ લિવિંગ, સુરમ્ય 1 થી 7 તથા સુરમ્ય લાઈફસ્પેસ, સુરમ્ય અબોડ, સુરમ્ય ગ્રો રેસીડેન્સીયલ પ્લોટીંગ સ્કીમ વગેરે સ્કીમ્સ હાથ ધરવામાં આવી છે. અમે પ્રથમ કોમર્શિયલ સ્કીમ ધ ફર્સ્ટ અને હાઈ અેન્ડ રેસીડેન્સીયલ સ્કીમ અલ્ટીયસ વાઇબનું કામ ચાલી રહ્યું છે. અમે અમારી સ્કીમ્સમાં લાંબા સમય સુધી મેઇન્ટેનન્સ કરતા રહેતા હોવાથી ગ્રાહકો તરફથી ઘણો ફાયદો મળી રહે છે. ગુણવત્તા, પારદર્શકતા, લીગાલિટી અને કમિટમેન્ટ અમારા ગૃપની યુએસપી છે. હું પોઝીટીવ, નમ્ર અને ટ્રાન્સપરન્ટ રહેવામાં માનું છું. મારી સફળતામાં મારા પરિવારના સભ્યો માતા, પિતા, જાનકી (પત્ની),  બાળકો, ભાઈઓ અને મિત્રોનો પણ ફાળો છે. મારી સફળતામાં ગાહેડ - ક્રેડાઈના મારા મિત્રોનો પણ આભાર માનું છું.

    અજય પટેલે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં અમે સિન્થેસીસનું કોર્પોરેટ હાઉસ તૈયાર કરવા માંગીએ છીએ અને અન્ય કેટલાક ઉદ્યોગોમાં ઝંપલાવવા ઇચ્છીએ છીએ.  
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!