• તબુ સ્ટારર 'ભૂલ ભુલૈયા 2' તમિલમાં રીમેક કરવામાં આવશે
    મુખવાસ 5-6-2023 09:06 AM
    તબુની સાથે કિયારા અડવાણી અને કાર્તિક આર્યન પણ ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'માં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. હવે સમાચાર છે કે 'ભૂલ ભુલૈયા 2' સાઉથમાં રિમેક બનવા જઈ રહી છે. નિર્માતા જ્ઞાનવેલ રાજાએ ફિલ્મ બનાવવાના અધિકારો મેળવી લીધા છે. તે તમિલ રિમેક બનાવવા માટે તૈયાર છે. જ્ઞાનવેલે આ વિશે કહ્યું..."હા, મેં 'ભૂલ ભુલૈયા 2'ના સાઉથ રિમેકના રાઇટ્સ ખરીદ્યા છે. હું માનું છું કે અહીં અલગ રીતે કહેવા માટે તે એક સારી વાર્તા સાબિત થશે. મેં હજુ સુધી ફિલ્મ માટે કાસ્ટ ફાઈનલ નથી કરી. કાસ્ટિંગ પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંક સમયમાં કલાકારોના નામ પર મહોર લાગશે. જ્ઞાનવેલ પ્રોડક્શન કંપની સ્ટુડિયો ગ્રીનની માલિકી ધરાવે છે. તેણે 'પારુતિવીરન', 'સિંઘમ', 'નાન મહાન અલ્લા', 'સિરુથાઈ' અને 'મદ્રાસ' જેવી ઘણી યાદગાર ફિલ્મો બનાવી છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.