• પ્રમાણિકતાથી કામ કરવાની સાથે પોતાના માણસોની કાળજી લો : હિતેશ વાસવાની 
    સક્સેસ સ્ટોરી 23-3-2022 12:02 PM
    • ગુજરાત-મહારાષ્ટ્રમાં 100થી વધારે સ્ટોર્સ છે જેમાં લીવાઇસ, નાઇકી, બેનેટન, જેક એન્ડ જોન્સ, વેરા મોડા વગેરે બ્રાન્ડનો સમાવેશ થાય છે

    • હું કાૅલેજમાં અભ્યાસ કરતો હતો તેની સાથે બિઝનેસ પણ કરતો હતો ઃ હવે સ્ટોર્સની સંખ્યા વધારવા કરતા ટર્નઓવર વધારવામાં મને રસ છે
    અમદાવાદ

    વ્યક્તિએ જીવનમાં પ્રમાણીકતાથી કામ કરવું જોઈએ અને સાથે સાથે પોતાના માણસોની કાળજી પણ લેવી જોઈએ એવું હિતેશ વાસવાનીએ જણાવ્યું હતું. 

    સેફ્રન લાઇફસ્ટાઇલ ટ્રેડર્સના મેનેજીંગ ડિરેકટર હિતેશ વાસવાનીએ ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. મેં અભ્યાસ જીએલએસ સ્કૂલ અને સહજાનંદ કાૅલેજમાંથી કર્યો છે. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ અને હાલમાં અમારા પરિવારમાં કુલ 18 સભ્યો છે. અમે રિયલ એસ્ટેટ બિઝનેસમાં વિનસ બિલ્ડર્સના નામે પહેલેથી છીએ. મેં સેફ્રન લાઇફસ્ટાઇલ ટ્રેડર્સની શરૂઆત વર્ષ 1997માં કરી હતી અને હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં 100થી વધારે સ્ટોર્સ છે જેમાં લીવાઇસ, નાઇકી, બેનેટન, જેક અૅન્ડ જોન્સ, વેરા મોડા વગેરે બ્રાન્ડનો સમાવેશ થાય છે. દેશમાં અમે ત્રીજા સૌથી મોટા રીટેલ પાર્ટનર છીએ. અમારી પાસે બે રીટેલ ચેઇનનું 25 વર્ષનું લાયસન્સ છે જેમાં પાઇસે કોસ્ટેમેટિક્સના 30 સ્ટોર્સ અને સિંગાપોરની હિટ વેવના પાંચ સ્ટોર્સ છે. આ બ્રાન્ડ હેઠળ શુઝ, બેગ્સ વગેરે આઇટમો વેચવામાં આવે છે. મારી ઇચ્છા છે કે આગામી બે વર્ષમાં આ બન્ને બ્રાન્ડના 50 સ્ટોર્સ શરૂ કરવા છે. 

    તેમણે જણાવ્યું કે મેં ધોરણ 12 પૂરું કર્યું ત્યારે વર્ષ 1997માં નાઇકીનો પ્રથમ સ્ટોર શરૂ કર્યો હતો. એ વખતે મને નાઇકી બ્રાન્ડનું બહુ જ આકર્ષણ હતું માટે તેનો સ્ટોર શરૂ કર્યો હતો. એ વખતે મારા અંકલ રાજેશ વાસવાનીએ મને આ સ્ટોર શરૂ કરવામાં ઘણી મદદ કરી હતી. જોકે, શરૂઆતમાં મેં સેલ્સમેન તરીકે કામ કર્યું હતું અને કસ્ટમરોને બુટ પણ પહેરાવ્યા હતા અને પછી ધીમે ધીમે મારી જવાબદારીમાં વધારો થતો ગયો તેમ મેં મૅનેજર તરીકે પણ કામ કર્યું હતું. જ્યારે હું કાૅલેજમાં અભ્યાસ કરતો હતો તેની સાથે જ બિઝનેસ કરતો હતો. માત્ર પરીક્ષા વખતે હું અભ્યાસમાં વધારે ધ્યાન આપતો હતો. વર્ષ 2006થી 2012 સુધી 50 સ્ટોર્સ શરૂ કર્યા હતા, વર્ષ 2014 સુધીમાં 100 સ્ટોર્સ શરૂ કર્યા હતા અને હાલમાં અમારા 100થી વધારે સ્ટોર્સ છે. હવે મને સ્ટોર્સની સંખ્યા વધારવા કરતા ટર્નઓવર વધારવામાં રસ છે. 

    મારા માટે નાણાં ઉપરાંત કર્મચારીઓનું જોબ સેટીસફેકશન મહત્ત્વનું છે માટે હું તેમનું વિશેષ ધ્યાન રાખું છું. ચેરિટી બિગીન્સ એટ હોમ મુજબ કંપની કેટલાક કર્મચારીઓના સંતાનોના અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે. મારા કુટુંબમાં પિતા અશોકભાઈ, માતા મમતાબહેન, પત્ની પિન્કીબહેન, 15 વર્ષનો પુત્ર રોનિત, બે કાકા રાજેશભાઈ વાસવાની અને દીપકભાઈ વાસવાની સહિત અન્ય સભ્યોનો સમાવેશ થાય છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!