• તાલાલા ગીરની કેસર કેરી પરથી માવઠાની ઘાત ટળી
    ગુજરાત 18-3-2023 11:51 AM
    • મીઠી મધૂર કેસર કેરીનો સ્વાદ કેરી રસીકો માણી શકશે
    • કેસર કેરીના બગીચાઓ ધરાવનારાઓમાં આનંદ છવાયો
    તાલાલા

    વિશ્વવિખ્યાત તાલાલા ગીરની કેસર કેરી પરથી માવઠાની ઘાત ટળી છે. હવે જો કોઈ માવઠારૂપી વિઘ્ન ન આવે તો ચારેક માસ મીઠી મધૂરી કેસર કેરીનો સ્વાદ કેરી રસીકો માણી શકશે. હાલ રાજ્યભરમાં કમોસમી વરસાદની માવઠાની આગાહી વચ્ચે કેરીના પાકનો બચાવ થયો છે.

    સમગ્ર રાજ્યભરમાં માવઠાની આગાહી વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનો આબાદ બચાવ થયો છે. કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથક માં કમોસમી માવઠાની અસર ન થતાં કેસર કેરીના બગીચાઓ ધરાવનારાઓમાં આનંદ છવાયો છે. જો કે ખેડૂતો ઈશ્વરને એવી પણ પ્રાર્થના કરી રહ્યા છે કે જો હવે પછી કમોસમી વરસાદ ન આવે તો કેરીના પાકને કોઈ જોખમ નથી અને કેરી રસિકો 4 મહિના મીઠી મધુરી કેસર કેરીને સ્વાદ માણી શકશે. હવામાન વિભાગે રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમા સૌરાષ્ટ્ર પંથકનો પણ સમાવેશ થાય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી માવઠાની આગાહી કરાઈ હતી. પરંતુ તેમાં ગીર ગઢડા અને જંગલ બોર્ડરના વિસ્તારો માવઠાની અસર દેખાઈ છે. ગીરગઢડામાં કરા સાથે વરસાદ પણ પડ્યો હતો.તે સિવાય કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં આ માવઠાની કોઈ અસર જોવા મળી ન હતી. જેના કારણે કેરી પકવતા ખેડૂતોના માથેથી જાણે મોટી ઘાત ગઈ હોય તેવુ માની રહ્યા છે. આ વર્ષે ત્રણ તબક્કામાં ફ્લાવરિંગ પ્રક્રિયા થતા જો હજુ પણ માવઠું ન આવે તો ચોમાસા સુધી કેસર કેરી લોકોને ખાવા મળશે અને તે પણ વ્યાજબી ભાવે ખરીદી શકશે.

    ગત વર્ષ કરતા આ વર્ષે આંબા પર બમ્પર ફ્લાવરિંગ
    પ્રતિ વર્ષ કરતા આ વર્ષે ભારે માત્રામાં ફ્લાવરિંગ આવ્યું છે જેમાં ત્રણ તબક્કામાં કેરીનો પાક જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાની કેરી બજારમાં પહોંચી ચૂકી છે. બીજા તબક્કામાં હજુ નાની ખાખડીઓ આંબાના ઝાડ પર છે. તો ત્રીજા તબક્કામાં નાની મગ જેવડી એટલે મગ્યો ફ્લાવરિંગ જોવા મળે છે. જેના કારણે કેસર કેરીને જો કોઈ માવઠાનું વિઘ્ન કે રોગ ન આવે તો લાંબો સમય સુધી લોકો સસ્તા ભાવે મધુરી કેસરનો સ્વાદ માણી શકશે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.