• ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે નવમીથી ટેસ્ટ શ્રેણી શરૂ
    સ્પોર્ટ્સ 7-2-2023 08:29 AM
    • ભારત માટે બેટીંગ ઓર્ડરને સેટ કરવો મોટો પડકાર રહેશે
    • શુભમન પર તમામ ચાહકોની બાજ નજર રહેશે
    નાગપુર

    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે નવમીથી ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઇ રહી છે ત્યારે ભારતીય ટીમ સામે અંતિમ ઇલેવન ખેલાડી પસંદ કરવાને લઇને પડકારો છે. પહેલી મેચ નાગપુરમાં છે અને બંને ટીમો જીતની તૈયારીમાં લાગી ગઇ છે. આ સાથે-સાથે પ્લેઈંગ ઈલેવન અને બેટીંગ કોમ્બિનેશન, બોલિંગ કોમ્બિનેશન પર પણ મંત્રણા ચાલુ છે. ભારતીય ટીમ માટે ખાસ કરીને તેમની બેટીંગ લાઈનઅપ સેટ કરવી એક મોટો ટાસ્ક બની ચૂક્યુ છે.

    સવાલ એ છે કે આખરે શ્રેયસ ઐયરની જગ્યા કોણ લેશે? ટીમમાં તેમની જગ્યા લેનારા લોકોની કમી નથી. શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ જેવા બેટર આ ટીમમાં છે. ગિલ તો ધારદાર ફોર્મમાં છે. તેમણે વન-ડેથી લઇને ટી20માં સદી પર સદી ફટકારીને પોતાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાવવા માટે પ્રબળ દાવેદાર જાહેર કરી દેવાયો છે. હવે સવાલ આ છે કે શુભમન ગિલને તક મળશે કે નહીં અને જો તેઓ ટીમમાં સામેલ થયા તો પછી તેમનો બેટીંગ ઓર્ડર શુ હશે?

    શુભમન ગિલે ટેસ્ટ ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ગિલે ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે અમુક સારી ઈનિંગ પણ રમી હતી પરંતુ આ ખેલાડી આ ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો. ગિલની ટેસ્ટ એવરેજ 32ની છે. જો કે, જે પ્રકારના ફોર્મમાં અત્યારે ગિલ છે અને તેમને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવો અયોગ્ય રહેશે. એવામાં ભારતીય ટીમ શુ ગિલને ફરીથી ટેસ્ટમાં ઓપન કરાવવાનુ વિચારશે? ટેસ્ટમાં અત્યારે રોહિત અને રાહુલ ઓપનિંગ કરે છે. રાહુલનુ ઓપનિંગ પ્રદર્શન સરેરાશ રહ્યું છે. તેમની ટેસ્ટ સરેરાશ પણ 35થી ઓછી છે તો શું ભારતીય ટીમ ગિલનુ સારું ફોર્મ જોઈને રાહુલનુ બલિદાન આપશે?
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.