• થરાદ અને ધાનેરા તાલુકાનાં તળાવોને નર્મદાનાં પાણીથી ભરાશે, સરકારનો નિર્ણય
    ગુજરાત 5-6-2023 11:12 AM
    • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1411 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી
    ગાંધીનગર

    મુખ્યમંત્રીએ આ બેય તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે.  બનાસકાંઠા જિલ્લાના આ બે તાલુકાઓમાં કોઇ મોટી સિંચાઇ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એટલું જ નહિ, થરાદ તાલુકાનો પૂર્વ તરફનો ઉપરનો વિસ્તાર સિંચાઇ વિહોણો છે.

    થરાદ અને ધાનેરા તાલુકાઓને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેની અતિ આવશ્યકતાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેય તાલુકાઓના ગામોના ર૦૦ થી વધારે સરકારી પડતર તળાવોને નર્મદા નહેર આધારિત ઉદવહન પાઇપલાઇનથી આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે.  મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ૬૧ કી.મી લાંબી   મુખ્ય પાઇપલાઇન  અને ૧૩૫ કી. મીટર લાંબી   પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.  અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, નર્મદા મુખ્ય નહેર આધારિત પ્રગતિ હેઠળની ર અને પૂર્ણ થયેલી ૧ર એમ કુલ ૧૪ ઉદવહન પાઇપલાઇનોની કુલ ક્ષમતા ૩૩૭પ ક્યુસેક્સ દ્વારા મહત્તમ ૦.૬૦ MAF પાણી ઉપાડવામાં આવે છે.  નર્મદાના વધારાના ૧ MAF પાણીના ઉદવહન માટે સ્થાપિત ક્ષમતા વધારવી પડે તેમ છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ અને ધાનેરા તાલુકાના બાકી રહી જતા ગામોના ર૦૦ થી વધુ તળાવો નર્મદા જળથી ભરવાનો આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

    બનાસકાંઠાના બે તાલુકામાં નર્મદાનું જળ પહોંચાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ધાનેરા અને થરાદમાં નર્મદાના જળ પહોંચાડવામાં આવશે. ભાજપના આગેવાનો અને ખેડૂતોએ ફટાકડા ફોડી મુખ્યમંત્રીનાં  નિર્ણયને વધાવ્યો હતો. તેમજ સાંસદ પરબત પટેલ અને ધારાસભ્ય માવજી દેસાઈએ નિર્ણયને આવકાર્યો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!