• કામધેનુ  યુનિવર્સિટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાશે
    મુખ્ય શહેર 3-6-2023 02:06 PM
    ગાંધીનગર

    ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કામધેનુ યુનિવર્સિટી-ગાંધીનગરનો નવમો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી ૫ જૂન, ૨૦૨૩ના રોજ ગુજરાત નેશનલ લો યુનીવર્સીટી-ગાંધીનગર ખાતે યોજાશે. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન અને આશીર્વચન આપશે.

    આ પદવીદાન સમારોહમાં કામધેનુ યુનીવર્સીટીની વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા સ્નાતક કક્ષાના ૪૯૯, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ અને પી.એચ.ડી.ના ૨૬ વિદ્યાર્થીઓને મળી કુલ ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા ૧૨૧ અને અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા ૩૪ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ આપી, તેમજ ૧૪ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!