• અદાણી ગ્રુપ પર સંકટ ધેરું બન્યું, શેર્સ વધુ 5-27 ટકા તૂટ્યાં
    મુખ્ય સમાચાર 2-2-2023 12:31 PM
    • અદાણી ગ્રુપની વેલ્યુ સરેરાશ 35 ટકા ઘટતા ફોબ્સની યાદીમાં ફરી અંબાણી આગળ
    નવી દિલ્હી

    હિન્ડેનબર્ગના અહેવાલે અદાણી ગ્રુપ પરના આક્ષેપોના કારણે છેલ્લા એક સપ્તાહમાં સંકટના વાદળો ઘેરા બન્યા છે. ગ્રુપ પર આફત આવી પડી હોવાથી તાજેતરમાં ફુલ્લી સબસ્ક્રાઇબ થયેલા 20000 કરોડના એફપીઓને પણ પડતો મુકવો પડ્યો છે. ગ્રુપે એફપીઓ રદ કરવાની જાહેરાત કરતા શેર્સ વધુ 5-27 ટકા સુધી તૂટ્યાં હતા. અદાણી એન્ટરપ્રાઇઝ 26.50 ટકા ઘટી રૂ.1564.70 પહોંચ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં એન્ટરપ્રાઇઝ 60 ટકા સુધી ઘટી ચૂક્યો છે. અન્ય શેર્સમાં પણ 10-10 ટકા સુધીની લોઅર સર્કિટ લાગી હતી.

    અદાણી એન્ટરપ્રાઈઝે શેરબજારની વર્તમાન સ્થિતિમાં જુથની કંપનીઓના શેરમાં જોવા મળી રહેલા ઘટાડાને ધ્યાન પર લઈ રૂ. ૨૦,૦૦૦ કરોડના ફોલોઓન પબ્લિક ઓફર રદ કરી રોકાણકારોના નાણાં પરત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગના અહેવાલ બાદ છેલ્લાં છ સત્રથી અદાણી જુથની કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી 84.3 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં નવમા ક્રમે છે, જ્યારે શોર્ટ સેલર હિન્ડેનબર્ગના આરોપોને કારણે ગૌતમ સમુહની નેટવર્થમાં મસમોટુ ધોવાણ જોવા મળ્યુ હતુ. જો કે,FPO ની સફળતા બાદ અદાણીની કંપનીઓના શ્વાસ ફરી સામાન્ય થતા ગૌતમ અદાણીની કુલ નેટવર્થ વધીને 83.9 અબજ ડોલર થઇ છે. આ સાથે મળીને તેઓ 10માં સ્થાને પહોંચ્યા છે.

    અદાણીમાં કરેક્શન માર્કેટમાં પોઝિટીવ મૂવમેન્ટ
    અદાણીમાં કરેક્શનનો માહોલ છતાં ભારતીય શેરબજારમાં મજબૂત સ્થિતી રહી હતી. સેન્સેક્સ 224.16 પોઇન્ટ વધી 59932.24 પોઇન્ટ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 5.90 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 17610.40 પોઇન્ટ બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડી ઘટી 265.73 લાખ કરોડ રહી છે. જ્યારે ફોરેક્સ માર્કેટમાં રૂપિયો 38 પૈસા ઘટી 82ની સપાટી ગુમાવી 82.18 બંધ હતો.

    અદાણી ગ્રુપના શેર્સની સ્થિતી
    • વિગત   બંધ   ઘટાડો
    • ટ્રાન્સમિશન 1557.25             -10
    • એન્ટરપ્રાઇઝ 1564.70             -26.50
    • ગ્રીન         1038.05     -10
    • પોર્ટ             462     -6.13
    • પાવર   202.15     -4.98
    • ગેસ         1711.50     -10
    • વિલ્મર  421.45     -4.99
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!