•  બેન્કના સૌથી મોટા રોકાણકારે મુશ્કેલ સમયમાં બેન્કમાં રોકાણ કરવાનો ઈનકાર 
    વ્યાપાર 17-3-2023 01:02 PM
    નવી દિલ્હી

    વિશ્વભરમાં વધી રહેલા આર્થિક સંકટ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડની બેન્ક ક્રે઼ડિટ સુઈસ પર ડૂબવાનું જોખમ મંડરાઈ રહ્યું છે. અમેરિકામાં શરુ થયેલા બેન્ક સંકટનો રેલો યૂરોપ સુધી પહોંચી રહ્યો છે અને યૂરોપની સૌથી મોટી બેન્ક ક્રેડિટ સુઈસ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ક્રેડિટ સુઈસ બેન્કના શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રેડિટ સુઇસ બેન્કના સૌથી મોટા રોકાણકારે મુશ્કેલ સમયમાં બેન્કમાં રોકાણ કરવાનો ઈનકાર કરી દીધો છે. સ્વિટ્ઝરલેન્ડની બેન્ક ક્રેડિટ સુઈસના શેર ડાઉજોન્સમાં બુધવારે 28 ટકા સુધી ગગડ્યા હતા તે 1 દિવસનો બેન્ક શેરમાં આવેલો સૌથી મોટો ઘટાડો છે. ક્રેડિટ સુઈસના શેરોમાં કડાકો બેન્કના એક મોટા શેરહોલ્ડર સાઉદી નેશનલ બેન્કે હિસ્સેદારી નહીં ખરીદવાના સમાચાર બાદ જોવા મળ્યો હતો. સ્વિટ્ઝરલેન્ડ સ્થિતCredit Suisseમાં સૌથી મોટો હિસ્સો સાઉદી નેશનલ બેન્ક(Saudi National Bank)નો છે. તેમા તેમની હિસ્સેદારી 9.9 ટકા છે. સાઉદી નેશનલ બે્કે ક્રેડિટ સુઈસમાં વધુ રોકાણ કરવાનો સાફ ઈનકાર કરી દીધો છે.

    સાઉદી નેશનલ બેન્કના ચેરમેન અમ્માર અલ ખુદેરીને જ્યારે પૂછવામાં આવ્યું કે જો ક્રેડિટ સુઈસ અને રોકડ એકત્ર કરવાની કોશિશ કરશે તો તે તેઓ આ બેન્કમાં રોકાણ કરશે? ત્યારે તેમણે કહ્યું હતું કે, સાઉદી નેશનલ બેન્ક ક્રેડિટ સુઈસમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરવા જઈ રહી નથી.તેમણે કહ્યું હતું કે, તેની પાછળ અનેક કારણો જવાબદાર છે અને સૌથી મોટું કારણ નિયમો અને વૈધાનિક પડકારો છે. વર્ષ 2008મા લીમેન બ્રધર્સ બેન્ક ડૂબવાની ભવિષ્યવાણી કરનારા મશહૂર રોકાણકાર રોબર્ટ કિયોસકીએ કહ્યું હતું કે, ક્રેડિટ સુઈસ બેન્ક ડૂબવાની છે. કોયસકીએ કહ્યું હતું કે, અમેરિકી બોન્ડ માર્કેટ ક્રેશ થઈ રહ્યું છે અને તે બાબત જ ક્રેડિટ સુઈસની સૌથી મોટી સમસ્યા છે. ક્રેડિટ સુઈસ દુનિયાની સૌથી મોટી બેન્કોમાં સામેલ છે. જો Credit Suisseનું સંકટ ગંભીર સ્વરુપ ધારણ કરશે તો તેનાથી સમગ્ર વિશ્વમાં બેન્કિંગ સેક્ટર ડૂબી શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે અમેરિકામાં સિલીકોન વેલી,સિગ્નેચર બેન્ક અને ફર્સ્ટ રિપબ્લિક બેન્ક ડૂબવાની ગ્લોબલ ફાઈનાન્શિયલ માર્કેટ પર સીમિત અસર પડવાની સંભાવના છે પરંતુ, ક્રેડિટ સુઈસ દેવાળું ફૂંકશે તો તેની અસર ઘણી ગંભીર હશે.

અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.