• એમકે ભાવનગર યુનિ.નું બજેટ 175 કરોડથી વધુ વધશે
    ગુજરાત 6-2-2023 09:46 AM
    • આગામી ઇસી સભામાં બજેટનો પ્રસ્તાવ રજૂ કરાય તેવી વકી
    ભાવનગર

    એમ.કે. ભાવનગર યુનિવર્સિટીની આગામી ઇસીમાં બજેટનો પ્રસ્તાવ મુકવા આયોજન હાથ ધરાઇ રહ્યું છે અને આ બજેટ ૧૭૫.૧૫ કરોડથી વધુ હોવાની પુરી સંભાવના રહેલી છે.બજેટને લઇને વાતચીતનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે.

    યુનિવર્સિટીને તબક્કાવાર મળતી વિવિધ ગ્રાન્ટ ઉપરાંત સુવિધા સંપન્ન બનાવવા પગાર સહિત અન્ય હેડ હેઠળના ખર્ચ (જાવક) અને (આવક) જોતા ગત વર્ષે ૧૭૫.૧૫ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. જો કે, આ વર્ષે યુનિ. દ્વારા માત્ર બાહ્ય અભ્યાસક્રમની ફી પેટેની જ આવક છ કરોડ થવા પામે છે ત્યારે યુનિ.ના ઇસી સભ્યો દ્વારા જરૂરી માન્યતા મેળવવાના બહાના હેઠળ હાલ નવા પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાતા આ આવક ઘટવાની સંભાવના છે. જ્યારે અન્ય ખર્ચાઓ પણ વધ્યા છે ત્યારે આ વખતનું યુનિ.નું બજેટ ચોક્કસપણે વધવાને અવકાશ છે કેમ કે આવક ઘટશે તો જાવકને સરભર કરવી મુશ્કેલ બની શકે છે. એક તબક્કે અટલ ઓડીટોરીયમ, અન્ય હોલ ભાડે આપી આવકના સ્ત્રોત વધારી શકાય પરંતુ આ સુવિધામાં પણ ઘણી ખામીઓ હાલ મોજુદ છે ત્યારે આવક કરવામાં પણ આ કારણો આડખીલીરૂપ બની શકે છે. યુનિ.ની મોટી આવકના સ્ત્રોત સમા બાહ્ય અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી અંગે ફોર્મ ભરવા અને મંજૂરી મેળવવા ઇસીમાં ઠરાવ થયો છે પરંતુ આ પ્રશ્ન માત્ર એક વ્યક્તિથી હલ થઇ શકે તેમ ન હોય સહિયારો ઝડપી પ્રયાસ જરૂરી છે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!