• સુરતમાં હીરા માર્કેટની હાલત પણ ખરાબ થવા લાગી
    મુખ્ય શહેર 16-1-2023 10:36 AM
    • સુરત શહેરના અનેક હીરા યુનિટોએ શનિ-રવિ રજા રાખવાનું કરી દીધું
    • અમેરિકા સહિતની આંતરાષ્ટ્રીય માર્કેટમાં હીરાની માંગમાં ઘટાડો
    સુરત

    સુરતમાં હિરા માર્કેટની હાલત હવે દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. કારણ કે અમેરિકામાં જે મંદી છે તેની સીધી અસર બજારમાં થઇ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકા સહિતની આંતરાષ્ટ્રીય માર્કેટમાં હીરાની માંગમાં ઘટાડો થયો છે. હીરાના એક્સપોર્ટમાં 21.50%નો થયો ઘટાડો છે.

    સુરત શહેરના અનેક હીરા યુનિટોએ શનિ-રવિ રજા રાખવાનું શરૂ કરી દીધુ છે. અમેરિકામાં મંદીને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર તેની સીધી અસર પડી છે. છેલ્લાં 8 મહિનાથી હીરાઉદ્યોગની સ્થિતિ કથળી રહી છે. માંગમાં ઘટાડો થતાં એક્સપોર્ટમાં 21.50 ટકાનો ઘટાડો નોંધાયો છે.  માંગમાં ઘટાડો થતાં સુરત શહેરના અનેક હીરા યુનિટોએ શનિ-રવિ રજા રાખવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત કેટલાક હીરા યુનિટોમાં 2 કલાક સમય કાંપ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રફના ભાવ વધી રહ્યા છે બીજી તરફ તૈયાર હીરાના પુરતા ભાવ ન મળી રહ્યાં હોવાથી શહેરના હીરા વેપારીઓએ પ્રોડક્શન પર કાપ મુકવાનું શરૂ કરી દીધું છે. GJEPC  (જીજેઈપીસી)ના આંકડા અનુસાર, ડિસેમ્બર 2021માં 13,341 કરોડનું એક્સપોર્ટ થયું હતુ. જ્યારે ડિસેમ્બર 2022માં 10,472 કરોડનું એક્સપોર્ટ થયું છે.  એટલે ડિસેમ્બર 2021ની તુલનામાં ડિસેમ્બર 2022માં હીરાના એક્સપોર્ટમાં 21.50 ટકાનો ઘટાડો થયો છે.

    વર્ષ 2021માં એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 1,33,737 કરોડના હીરાનું એક્સપોર્ટ થયું હતું, જ્યારે વર્ષ 2022ના એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 1,32,075 કરોડના તૈયાર હીરા એક્સપોર્ટ થયા હતા. એટલે કે આમાં પણ 1.24 ટકાનો ઘટાડો થયો છે. સાથે જ જેમ એન્ડ જ્વેલરીની એક્સપોર્ટમાં પણ ઘટોડો જોવા મળ્યો છે. અમેરિકામાં મંદી, કોરોના અને યુક્રેન-રશિયા યુદ્ધની સીધી અસર જોવા મળી રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!