• શુદ્ધતા, વિશ્વાસ, ગુણવત્તાનો સંગમ એટલે કંદોઈ ભોગીલાલ મૂળચંદ
    સક્સેસ સ્ટોરી 21-2-2022 12:39 PM
    • માણેકચોકમાં વર્ષ 1845થી શરૂ કરેલી મીઠાઈની દુકાન આજે સ્વીટ્સ માર્કેટમાં એક બ્રાન્ડ બની ગઈ
    • શુદ્ધ દેશી ઘી, સુકામેવો અને એક્સપર્ટ ક્વોલિટીની એલચીમાંથી બનતી મીઠાઈ મોંમા મુકતા પાણી પાણી થઈ જાય છે
    • શહેરની મીઠાઈ માર્કેટમાં મોહનથાળ બનાવવામાં આજે પણ વાગે છે ડંકો
    અમદાવાદ

    કોઈપણ તહેવાર, પર્વ કે સારા પ્રસંગે જેમની સર્વોત્તમ મીઠાઈનો અન્ય વિકલ્પ ન મળે તેવા કંદોઈ ભોગીલાલ મૂળચંદ એટલે શુદ્ધતા, વિશ્વાસ અને ગુણવત્તાનું સંગમ છે. અમદાવાદમાં મોહનથાળ બનાવવામાં વર્ષોથી પોતાની નામના જાળવી રાખનાર મીઠાઈની દુનિયામાં અગ્રેસર કંદોઈ ભોગીલાલ મૂળચંદ દ્વારા શુદ્ધ દેશી ઘી, ઉત્તમ સુકોમેવો અને એક્સપર્ટ ક્વોલિટીની એલચીથી બનાવેલ મીઠાઈનો સ્વાદ ગ્રાહકો જીવનભર સ્વાદ ભૂલી શકતા નથી. આ ક્વોલિટી સતત જાળવીને માર્કેટમાં પોતાની આગવી ઓળખ બનાવનાર કંદોઈની પ્રથમ દુકાન માણેકચોકમાં વર્ષ 1845માં શરૂ થઈ હતી. આજે સ્વીટ્સ માર્કેટમાં કંદોઈ ભોગીલાલ મૂળચંદ માત્ર નામ નહીં એક બ્રાન્ડ બની ગઈ છે. આગામી દિવસોમાં વિદેશમાં પણ તેમની મીઠાઈની મીઠાસ પ્રસરવાની તૈયારી થઈ ચૂકી છે.

    કંદોઈ ભોગીલાલ મૂળચંદના કમલેશભાઈ બેચરલાલ કંદોઈએ ગુજરાત મેઈલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,  શુદ્ધતા, વિશ્વાસ, ગુણવત્તા અમારા પરિવારનો જીવનમંત્ર રહ્યો છે. જેના કારણે આજે અમે અમારા ક્ષેત્રમાં ટોચ પર છીએ. વધુમાં તેમણે પોતાની સફર અંગે જણાવ્યું હતું કે, વર્ષ 1845માં અમારા પરિવારે માણેકચોકથી સ્વીટનો ધંધો શરૂ કર્યો હતો. રતનપોળમાં અમારી ફેક્ટરી છે તેમાં મીઠાઈ બનાવવાની શરૂઅાત કરેલ છે. વર્ષ 1972માં દિવાળી પર એકાદશીના દિવસે અમારે ત્યાં સેલટેક્સની રેડ પડી હતી. પિતા બેચરલાલ કંદોઈ નીતિથી ધંધો કરતા હોવાથી તેમને લાગી આવતા હૃદય રોગનો હુમલો આવ્યો જેમાં તેમનું મોત નીપજ્યું હતું. આ દુઃખદ સમાચાર અમદાવાદ અને ગુજરાતમાં પ્રસરી જતા મીઠાઈ બનાવતા તમામ વેપારીઓએ સેલટેક્સ આૅફિસરના વિરોધમાં રેલી યોજી એક દિવસનું સંપૂર્ણ બંધ પાળ્યું હતું. પિતાના અચાનક જવાથી આ વખતે માત્ર 10 વર્ષની ઉંમરે કમલેશભાઈએ નાછૂટકે ભાગીદારીનો સાથ લઈને ધંધો કરવાની ફરજ પડી હતી. વર્ષ 1974માં ભાગીદારો સાથે અણબનાવ બનતા 1977માં અન્ય ભાગીદારોનો સાથ લઈને ધંધો ચાલુ રાખ્યો હતો. જે તે સમયે અમદાવાદ કાપડનું માન્ચેસ્ટર ગણાતું હતું. તેવા સમયે ટેક્સટાઈલ્સના મિલ્સ માલિકો અને સિનેમાના માલિકો કંદોઈ ભોગીલાલ મૂળચંદના ખાસ ગ્રાહકો હતો. કમલેશભાઈ કંદોઈની સાથે બાદમાં તેમના નાનાભાઈ નીતિનભાઈએ જોડાઈને ધંધાની સંપૂર્ણ કમાન સંભાળી હતી.

    કમલેશભાઈનું સ્પષ્ટ માનવું છે કે, પિત્રુના આશીર્વાદ અને માતાજીની કૃપાથી તેમની સતત પ્રગતિ થઈ છે. અમદાવાદમાં કરફ્યૂની સ્થિતિમાં માણેકચોકની દુકાનમાં ધંધો કરવામાં મુશ્કેલી પડતી હતી. દરમિયાન પરિવારના કેટલાક સભ્યોએ આશ્રમરોડ પર આવેલા અમારા બંગલામાં નવો પ્રારંભ કરવાની સલાહ આપી હતી. બાદમાં 20 આૅક્ટોબર, 1988માં બંગલામાં નીચેના ભાગે રિટેઈલ આઉટલેટ શરૂ કરી હતી. ત્યારબાદ પ્રગતિના ભાગરૂપે 24, જુલાઈ-2001માં સેટેલાઈટ, 31 માર્ચ-2002માં મણિનગર, 28 આૅગસ્ટ-2008માં સ્ટેડિયમ અને 15 ફેબ્રુઆરી-2015માં પ્રહલાદનગર ખાતે બ્રાન્ચ શરૂ કરી છે. કંદોઈ ભોગીલાલ મૂળચંદ આવનારા દિવસોમાં મીઠાઈને નિકાસ કરવાનું પણ વિચારી રહ્યાં છે. આ માટે જરૂરી મશીનરી પણ તેઓએ ખરીદી લીધી છે. એટલે આવનારા ટૂંકા સમયમાં કંદોઈની મીઠાઈ વિદેશની ધરતી પર પણ મીઠાસ પાથરશે. કમલેશભાઈના જણાવ્યા અનુસાર તેઓ ધંધામાં પ્રમાણિકતા અને નીતિને અનુસરે છે. દાદા દ્વારા વારસામાં આપવામાં આવેલા સિદ્ધાંતોને અમે અનુસરીએ છીએ અને આવનારી પેઢી પણ અનુસરશે. 

    વિવિધ હોદ્દાઓ પર સેવા આપી રહ્યાં છે કમલેશભાઈ કંદોઈ
    કમલેશભાઈ કંદોઈ દશાશ્રીમાળી સુખડિયા સમાજ ટ્રસ્ટના પ્રેસિડન્ટ છે. અમદાવાદ મીઠાઈ ફરસાણ માવા તથા દૂધમંડળના પ્રમુખ છે . આ ઉપરાંત શ્રી ગુજરાત રાજ્ય મીઠાઈ ફરસાણ ઉત્પાદક મહામંડળના પણ પ્રમુખ છે. તો GCCI ફુડ અને ડેરી કમિટીના કો-ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યાં છે. ઓલ ઇન્ડિયા સુખડિયા કંદોઈ સમાજના વાઈસ પ્રેસિડેન્ટ છે.

    જામ ખંભાળિયાથી મંગાવે છે શુદ્ધ દેશી ઘી
    કમલેશભાઈ કંદોઈના જણાવ્યા અનુસાર તમામ મીઠાઈમાં દેશી ઘીનો વપરાશ કરવામાં આવે છે. શુદ્ધ દેશી ઘી તેઓ જામ ખંભાળિયાથી મંગાવે છે. કંદોઈની તમામ બ્રાન્ચ માટે રતનપોળ તથા આશ્રમરોડની ફેક્ટરીમાં ઉત્પાદન કરે છે. સમૃદ્ધ દૂધ વાપરી અને તેમાંથી જ માવો બનાવીને પોષ્ટિક વાનગીઓ બનાવે છે. ડ્રાયફ્રૂટ ઉત્તમ ક્વોલિટીનો વાપરે છે. ખાસ કરીને મીઠાઈ માટે એક્સપર્ટ ક્વોલિટીની એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!