• આઇપીએલની ફાઇનલ પણ અમદાવાદમાં રમાઇ શકે
    સ્પોર્ટ્સ 21-3-2023 09:02 AM
    • આઇપીએલની મેચોની ટિકિટોનું વેચાણ શરૂ કરાયુ 
    અમદાવાદ

    ઇન્ડિયન પ્રિમિયર લીગની મેચોની શરૂઆત 31મી માર્ચનાં દિવસથી થશે. આને લઇને ટિકિટોનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ વચ્ચે પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે. ગુજરાત ટાઈટન્સે આ મેચની ટિકિટોનું ઓનલાઈન પછી હવે ઓફલાઈન વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે માત્ર મોદી સ્ટેડિયમ પરથી ટિકિટો મળશે. મંગળવારથી મોદી સ્ટેડિયમ સહિત 4 સ્થળેથી ટિકિટો મળી રહેશે. આ 4 સ્થળમાં અમદાવાદ ઈસ્ટ ઝોન (શોપ નંબર-3, શ્યામ પરિસર, નિકોલ), વેસ્ટ ઝોન (માનુશ એપાર્ટમેન્ટ, સરદાર કોલોની) અને સાઉથ ઝોન (એસજી હાઈવે, આનંદ કોમ્પ્લેક્સ, ગુલાબ ટાવર રોડ) ખાતે સવારના 11થી સાંજના 6 સુધી ઓફલાઈન ટિકિટ મળશે. ઓફલાઈન સેન્ટર્સ પરથી ઓનલાઈન બુક કરેલ ટિકિટ મેળવી શકાશે. ગુજરાત ટાઈટન્સ રાજકોટ, વડોદરા અને ગાંધીનગરમાં ઓફલાઈન ટિકિટ કેન્દ્ર શરૂ કરશે. ટિકિટના દર .800થી શરૂ થાય છે. ગુજરાત ટાઈટન્સની ટીમ હોમ ગ્રાઉન્ડ મોદી સ્ટેડિયમ પર 7 લીગ મેચ રમશે. આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાય તેવી શક્યતા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!