• ગુજરાતમાં ફેબ્રુઆરીમાં કચ્છના રણમાં G-20ની બેઠક યોજાશે
    આંતરરાષ્ટ્રીય 3-12-2022 01:44 PM
    • દેશ જી-20ની યજમાની કરી રહ્યો છે, વિવિધ રાજ્યોમાં તબક્કાવાર બેઠક યોજાશે
    2023માં ભારતની યજમાનીમાં જી20નું સંમેલન યોજાશે. ભારતે તેની વિધિવત અધ્યક્ષતા સ્વીકારી પણ લીધી છે. દેશમાં વિવિધ સ્થળોએ વર્ષ દરમિયાન 200થી વધુ બેઠકનું આયોજન કરાશે. જેમાં ફેબ્રુઆરીમાં ગુજરાતના કચ્છના રણ અને મધ્યપ્રદેશના ખજુરાહોમાં લઈ જવામાં આવશે ત્યાં બેઠકો કરવામાં આવશે.

    ટુરીઝમ વર્કીંગ ગ્રુપની બેઠક 8થી10 ફેબ્રુઆરી કચ્છ ખાતે જ્યારે કલ્ચર વર્કીંગ ગ્રુપ મીટીંગ 23થી25 ફેબ્રુઆરીના રોજ ખજુરાહ ખાતે યાજાશે તેમજ શેરપા બેઠક 4થી લઈ 7 ડિસેમ્બર સુધી ઉદયપુરમાં G20ની ભારતની વર્ષભરની અધ્યક્ષતામાં યોજાશે. ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટના અંતિમ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ આવતા વર્ષે ભારતમાં યોજાનારી સમિટની અધ્યક્ષતા સ્વીકારી હતી. પીએમ મોદીએ કહ્યું કે, “અમે અમારા દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું. અતિથિઓ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે જી-20 પ્લેટફોર્મ પરથી આપણે દુનિયાને શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપવાનો છે. આ સમિટમાં મોટા મોટા નેતાઓએ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી

    વિદેશ મંત્રી એસ જયશંકરે G20 યુનિવર્સિટી કનેક્ટ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, સિવિલ સોસાયટીથી લઈને યુવાનો સુધીની બેઠકો પણ યોજાશે તેમજ આ સમયગાળા દરમિયાન ભારતમાં મંત્રીઓ અને અધિકારીઓથી લઈને તેમના ક્ષેત્રના નિષ્ણાતો સુધીની 200 બેઠકો યોજવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ રાષ્ટ્રપતિ પદના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સમગ્ર દેશમાં જી-20નું આયોજન કરવાની તૈયારી કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!