• શેરદીઠ રૂ.10ના ભાવે સરકાર વોડા આઈડિયા દેવાનું ઈક્વિટીમાં કન્વર્ઝન કરશે
    વ્યાપાર 6-2-2023 12:53 PM
    મુંબઈ

    વોડાફોન આઈડિયાના દેવાના ઈક્વિટી કન્વર્ઝન માટે  સરકાર શેરદીઠ 10ના ભાવે ઈક્વિટી પ્રાપ્ત કરવાના સમાચારથી સોમવારે વોડાઆઈડિયાના શેર રોકેટ બન્યા હતા અને તેમા 23 ટકા સુધીની તેજી જોવા મળી હતી. કંપનીના બાકીના 16,133.18 કરોડના દેવા સામે તેનું ઈક્વિટીમાં રુપાંતર કરવા માટે સરકારે કહ્યું હતું કે, તેઓ ફેસ વેલ્યૂથી નીચા ભાવે શેર ખરીદવાનું કાયદેરસર ન ગણાય. આ વાતને પગલે કંપનીના શેરમાં સોમવારે ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ કન્વર્ઝનનો હેતુ વોડાઆઈડિયાના બાકી દેવાને ઈક્વિટીમાં તબદિલ કરવાનો છે સરકાર કોઈ મેનેજમેન્ટ કંટ્રોલ નહીં મેળવે અને તેને માત્ર રોકાણ તરીકે જ ગણશે. આ આઈટીસી અને અન્ય કંપનીઓમાં જે પ્રકારે ગવર્મેન્ટ હોલ્ડિંગ છે તે પ્રકારની વ્યવસ્થા છે. યુટીઆઈના બેલઆઉટના ભાગરુપે ત્યારે સરકારે આઈટીસીનું હોલ્ડિંગ મેળવ્યું હતું. સોમવારે બીએસઈ પર બપોરે વોડા-આઈડિયાના શેરનું 22.35 ટકાના ઉછાળા સાથે 8.43ના ભાવે ટ્રેડિંગ થઈ રહ્યું હતું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!