• પીએમ મોદીને મળેલી ભેટની જંગી રકમ સંરક્ષણ પાછળ ખર્ચાશે
  રાષ્ટ્રીય 18-3-2023 12:33 PM
  • સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓનાં બાળકો માટે રકમનો ઉપયોગ
  • વડાપ્રધાન મોદી દ્વારા જુની પરંપરા જાળવવામાં આવી
  નવી દિલ્હી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને દેશ વિદેશમાંથી મળેલી ભેટ સોગાદોની હરાજી કરીને જંગી રકમ ઉભી કરવામાં આવશે. આ રકમનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવામાં આવશે. આ વખતે સંરક્ષણ પાછળ ખર્ચ કરાશે. પીએમ મોદીએ શરૂ કરેલી આ પ્રણાલી મુજબ તેમને મળતી તમામ પ્રકારની ભેટ – સોગાદોની હરાજી કરાવે છે અને હરાજી થકી મળતા નાણાનો ઉપયોગ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે તેનો ઉપયોગ કરે છે.

  ભારતને દુનિયામાં એક અલગ ઓળખ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારથી લઈને અત્યાર સુધી દેશ-વિદેશમાં ઘણો પ્રવાસ કરતા રહ્યા છે. આ દરમિયાન તેમને અનેક ભેટ અને સોંગાતો લોકો તરફથી મળી છે. તે તમામ ભેટની વાત કરીએ તો તેમને મળેલી અત્યાર સુધીની તમામ ભેટ અને સોગાતોને તેઓ તેમની પાસે રાખતા નથી તેની હરાજી કરી કોઈ સારા કામમાં તેના પૈસાનો ઉપયોગ કરે છે.

  પીએમ મોદીએ શરુ કરેલી આ પ્રણાલી મુજબ તેમને મળતી તમામ પ્રકારની ભેટ – સોગાદોની હરાજી કરાવે છે અને હરાજી થકી મળતા નાણાનો ઉપયોગ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે તો કોઈ અન્ય સારા કામ માટે ઉપયોગ કરે છે.નરેન્દ્ર મોદીને અત્યાર સુધી દેશ-વિદેશમાંથી મળેલી ભેટ- અને સોગાતો ઘણી બધી છે. જેમાં પાઘડીઓ, હાફ-જેકેટ, પેઈન્ટિંગ્સ, ધનુષ સહિતની અનેક ચીજ-વસ્તુઓનો સમાવેશ થાય છે. દોરાથી બનેલી ફ્રેમ પેઈન્ટિંગ, હનુમાનજીની ગદા, સરદાર પટેલની મેટલિક મૂર્તિ સહિત અનેક ચીજ-વસ્તુઓ છે જેને હરાજીમાં પણ મુકવામાં આવી હતી. ગયાવર્ષે 2022માં પીએમ મોદીને મળેલા 1200 થી વધુ આઇકોનિક અને યાદગાર સ્મૃતિઓનું ઇ-ઓક્શન કરવામાં આવ્યું હતુ. જે સંસ્કૃતિ મંત્રાલયની ભેટોની ચોથી ઈ-ઓક્શનનું આયોજન કરાયુ હતુ.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.