• ભારતીય ટીમે ત્રણ વખતની ગોલ્ડ મેડલ વિજેતા દક્ષિણ કોરિયાને 3-2થી હાર આપી
  સ્પોર્ટ્સ 22-9-2023 11:16 AM
  • 10 વર્ષમાં દક્ષિણ કોરિયા સામે ભારતની પ્રથમ જીત
  હાંગઝોઉ

  એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ વોલીબોલ ટીમે મોટો અપસેટ સર્જ્યો છે. ભારતીય ટીમે 3 વખતની ગોલ્ડ મેડલ વિજેતા દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું હતું.ભારતીય રોવર્સે ચીનના હાંગઝોઉ શહેરમાં ચાલી રહેલી ગેમ્સમાં 4 ઇવેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી છે. 4 ઇવેન્ટના ફાઈનલ Aના રિપેચેઝમાં ક્વોલિફાય થયા અને એક ઇવેન્ટના ફાઈનલ A માટે ક્વોલિફાય થયા. બલરાજ પવાર મેન્સ સિંગલ સ્કલ ઇવેન્ટની સેમિફાઈનલમાં પહોંચ્યો હતો.

  છેલ્લા 10 વર્ષમાં દક્ષિણ કોરિયા પર ભારતની આ પ્રથમ જીત છે. ટીમની વર્તમાન રેન્કિંગ 73 છે, જ્યારે કોરિયા 27માં નંબર પર છે. કોરિયાએ એશિયન ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. ટીમ ગત સિઝનમાં રનર્સ અપ રહી હતી.

  ભારતીય ટીમે ગત સિઝનના સિલ્વર મેડલ વિજેતા દક્ષિણ કોરિયાને લગભગ 2 કલાક 38 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 3-2 (25-27 29-27 25-22 20-25 17-15)થી હરાવ્યું હતું. ભારતીય ટીમ નોકઆઉટ રાઉન્ડમાં ચાઈનીઝ તાઈપે અથવા મોંગોલિયા સામે ટકરાશે.આ જીત સાથે ભારતીય ટીમ ગ્રુપ Cમાં ટોચ પર રહીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી ગઈ છે. ટીમે એક દિવસ પહેલા કંબોડિયાને 3-0થી હરાવ્યું હતું.ભારતે આ ગેમ્સમાં અત્યાર સુધીમાં કુલ 3 વોલીબોલ મેડલ જીત્યા છે. 
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.