• ચણાની ટેકાના ભાવે ખરીદીમાં ટકાવારી વધારવા કૃષિ રાજ્યમંત્રીની કેન્દ્રને રજૂઆત
    ગુજરાત 6-2-2023 11:21 AM
    રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્ર ના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની શુભેચ્છા મુલાકાત લીધી. શુભેચ્છા મુલાકાત દરમિયાન કરતા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે ગુજરાતના  ખેડૂતોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ મુલાકાત દરમિયાન રાઘવજી પટેલે કેન્દ્ર ના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને ચણાના ઉત્પાદનમાં ટેકાના ભાવે ખરીદીમાં ટકાવારી વધારવા રજુઆત કરી છે.

    એક તરફ સરકાર ખેડૂતની આવક બમણી કરવાની યોજનો તૈયાર કરી રહી છે. ત્યારે આ દરમીયાન ગુજરાતમાં ચણા પકવતા વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવની યોજના બાબતે હાલમાં રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકા ખરીદીની મર્યાદા વધારીને 40 ટકા સુધી કરવામાં આવી છે.  ગુજરાતના કૃષિપ્રધાન રાઘવજી પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરને રૂબરૂ મળીને ચણાની ખેતી કરતા ખેડૂતોના હિતમાં રજૂઆત કરી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દિલ્હીના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. રઘવજી પટેલે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે સાથે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા તેમજ કેન્દ્રીય  પશુપાલન મંત્રી પરસોતમ રૂપાલાની પણ મુલાકાત કરવામાં આવી હતી. રાજ્યમાં પશુપાલનના પડતર પ્રશ્નોને લઈને રજુઆત કરવામાં આવી હતી. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રાસાયણીક અને ઉર્વરક મંત્રી મનસુખ માંડવીયાની મુલાકાત દરમિયાન રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે  કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ગુજરાતને જરૂરીયાત મુજબ પુરતા જથ્થામાં ખાતરની ફાળવણી અને કચ્છ માટે વિશેષ લોજિસ્ટિક વ્યવસ્થાઓ બદલ આભાર વ્યક્ત કર્યો.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.