• વડોદરા ડેરીના મુદ્દે ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો
    મુખ્ય શહેર 20-2-2023 11:26 AM
    • વડોદરા ભાજપના જિલ્લા પ્રમુખને બદલવા હિલચાલ
    વડોદરા

    વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ (કોયલી)ને ગમે ત્યારે તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી ભાજપના આંતરિક રાજકારણમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. આના કારણે સમગ્ર ગુજરાત ભાજપ એકમમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.વડોદરા ડેરીનાં મુદ્દા ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો છે. અશ્વિન પટેલ (કોયલી)થી ભાજપના જિલ્લાના કેટલાક આગેવાનો-કાર્યકર્તાઓ તથા ભાજપના કેટલાક ધારાસભ્યો નારાજ હોવાનું છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચામાં છે. જિલ્લા ભાજપ પ્રમુખ હોવાની સાથે તેમણે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી પાર્ટીમાંથી ઝંપલાવ્યું હતું. તેઓ અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે શરમજનક રીતે હારી ગયા હતા. અશ્વિન પટેલની કારમી હાર પછી પાર્ટીમાં તેમના વિરોધીઓ વધુ સક્રિય થયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અશ્વિન પટેલ (કોયલી) અંગે છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ કેટલાક ધારાસભ્યોએ પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. કેટલીક બાબતોમાં અશ્વિન પટેલ વિરુદ્ધ લેખિત રજૂઆત કરી હોવાની પાર્ટીની આંતરિક બાબતોમાં ચર્ચાઇ રહ્યું છે. ગમે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અશ્વિન પટેલનું રાજીનામું લઈ લેવાય અથવા તેમને બદલી દેવાય તેવી અટકણો ભાજપમાં ચર્ચાઇ રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!