• અમાસે ઊગ્યો ચાંદ : રીટા મેકવાન
    આર્ટિકલ 28-6-2022 12:38 PM
    રીટા મેકવાન

     અનીલાબેને  પુજાના રૂમમાંથી નિશાને બુમ પાડી, “ ઓ નિશા ક્યાં મરી ગઈ ? આઠ વાગી ગયા , મારા દેવલા ઉઠીને તૈયાર થયા. હજુ તારી ચા બની કે નહિ ? “ અને નિશા રસોડામાં દોડતી પૂજાના રૂમમાં આવી ને સાસુમાને હાથમાં ચા નો કપ પકડાવ્યો, સાસુ મો મચકોડીને આરતીની તૈયારી કરવા લાગ્યા.

            અનીલાબેનનો એક જ દીકરો રાજન એણે જયારે નિશા સાથે પ્રેમમાં હોવાની વાત કરી ત્યારે તેમણે ધરાર ના પાડી દીધી . ખબરદાર જો કુંડળી બતાવ્યા વિના કઈ પણ કર્યું છે તો હું અન્ન જળનો ત્યાગ કરીશ.અને રાજન ગભરાઈ ગયો. અનીલાબેન જન્માક્ષર , કુંડળી , ગ્રહ ને બીજા બધામાં ખુબ માનતા . શુકન અપશુકન જોયા વગર કઈ પણ ન કરતાં પણ તેમના પતિ હર્ષદરાયને આ બધું ન ગમતું. પણ ઘરમાં શાંતિ જળવાઈ રહે માટે ચુપ રહેતા.

    રાજન ખુબ જ દેખાવડો હોશિયાર હતો , વિવેકી હતો.માબાપને ખુબ જ માન આપતો. સ્નાતક થઇ ગયા પછી નોકરી શોધવા લાગ્યો. હર્ષદરાય શિક્ષક હતા. સામાન્ય પરિસ્થિતિ, એક જ દીકરો એટલે ઘર કરકસરથી ચાલતું.

    મમ્મીએ ના પાડી પછી એ ખુબ જ ઉદાસ રહેવા લાગ્યો. કોલેજના ત્રણ વર્ષમાં એ અને નિશા એકબીજાને ગાઢ પ્રેમ કરતા થઇ ગયા હતા. નિશા પણ ખુબ હોશિયાર હતી. રૂપાળી હતી. ભણવામાં રાજન કરતા પણ આગળ હતી. ગ્રેજ્યુએટ થયા પછી બંને જણાએ નોકરીની શોધ આદરી. બંને જણા બેંકમાં , સરકારી નોકરીના , મોટી કંપનીમાં અરજી કરવા લાગ્યા.

    બંનેના નસીબ ખુબ સારા હતા. રાજનને પોસ્ટ ઓફિસમાં કલાર્કની નોકરી મળી ગઈ. અને નિશાને બેંકમાં નોકરી મળી ગઈ. બંને જણા ખુબ ખુશ હતા. એમણે નક્કી કર્યું હતું કે નોકરી મળ્યા પછી ઘરમાં લગ્નની વાત કરીશું.

    નિશાએ ઘરમાં રાજન સાથેના પ્રેમની વાત કરી તેના મમ્મી પપ્પાએ તપાસ કરી . રાજન ખુબ જ સંસ્કારી અને ખાનદાની છોકરો છે એ જાણ્યા પછી જ દીકરીને માથે હાથ મૂકી માબાપે સમંતિ ની મહોર મારી દીધી.

          પણ રાજનના મમ્મીએ ના પાડી દીધી પણ પછી રાજનની ઉદાસી જોઇને તે થોડા પીગળી ગયા. રાજનને બોલાવ્યો, પાસે બેસાડીને કહ્યું, “ રાજન બેટા, હું તારી મા છુ , દુશ્મન થોડી છું ? ,તારી ખુશી એ મારી ખુશી પણ જો બેટા, મારી એક શરત છે. નિશાની કુંડળીનો મેળાપ ન થાય તો તારે નિશાને ભૂલવી જ પડશે . રાજન ખુશ થઇ ગયો.સામે જ તેના પપ્પા બેઠેલા હતા. બાપ દીકરા હસી પડ્યા. અનીલાબેન રસોડામાં ચા મુકવા જવા લાગ્યા. બાપ દીકરા એકલા પડ્યા. એટલે રાજને કહ્યું,” પપ્પા કુંડળી ન મળી તો ?” હર્ષદરાય ઉભા થયાને દીકરાને માથે હાથ મૂકીને કહ્યું,” કુંડળી મળશે જ . જા નિશાના જ્ન્મક્ષાર લઇ આવ. અને હા જરા મો હસતું રાખ . રોતલ, મોટો પ્રેમ કરવા નીકળી પડ્યો “. અને રાજન પપ્પાને ભેટી પડ્યો.         

    બીજે દિવસે નિશાને મળ્યો ને મમ્મી પપ્પાની વાત કરી. ને જન્માક્ષર માંગ્યા . નિશાએ કહ્યું,” કાલે આપીશ. પણ રાજ કુંડળી ન મળી તો ?” રાજને નિશાના મોઢા પર હાથ મૂકી દીધો પણ બંનેની આંખમાં એક ચિંતાની લકીર ઉપસી આવી. અનિલાબેને મહારાજને ઘરે બોલાવ્યા હતા. હર્ષદરાય ,રાજન અને નિશાના પપ્પા બેઠા હતા. મહારાજ કુંડળીઓનો મેળાપ કરવા લાગ્યા. આંગળીના વેઢા ગણવા લાગ્યા. થોડીવાર રહીને બોલ્યા, “અનીલાબેન ગોળ ધાણા ખવડાવો. કુંડળી મળી ગઈ છે. આ છોકરી ને તમારો રાજન ખુબ નસીબદાર છે. “ અને બધાના મોં ઉપર ખુશી છલકાઈ. અનીલાબેન રસોડામાંથી ગોળ ધાણા લઇ આવતા જ હતાને એમના કાને મહારાજના શબ્દો અથડાયા.
    (ક્રમશઃ)
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!