• સુરતમાં રખડતા કુતરાઓની સંખ્યામાં વધારો થયો
    મુખ્ય શહેર 16-1-2023 10:43 AM
    • કુતરાઓનાં ખસીકરણનાં દાવા સામે નવા સવાલ ઉભા થયા
    • પાંચ વર્ષમાં માત્ર 37 હજાર કુતરાનું ખસીકરણ
    સુરત

    સુરત શહેરમાં પણ રખડતા કુતરાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે કુતરાઓનાં ખસીકરણનાં તંત્રના દાવા સામે સવાલ ઉભા થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં માત્ર 37 હજાર કુતરાઓનાં ખસીકરણ થયા હોવાનાં અહેવાલ હજુ સુધી સપાટી પર આવ્યા છે.પાલિકા તંત્ર એ છેલ્લા પાંચ વર્ષમાં 37 હજાર કુતરાના ખસીકરણનો દાવો કર્યો છે અને પાંચ વર્ષમાં કામગીરી પાછળ 45 લાખ રૂપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે તેમ છતાં કુતરાનો ત્રાસ દિવસેને દિવસે વધતો રહે છે તેથી કામગીરી સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

    સુરત શહેરમાં જે રીતે ગાય અને ભેંસ ના આંકડા પાલિકા તંત્ર પાસે ચોક્કસ નથી તેવી જ રીતે રખડતા કુતરાના આંકડા પણ ચોક્કસ નથી. એક અંદાજ મુજબ સુરત શહેરમાં 80 હજારથી વધુ રખડતા કુતરા છે અને છેલ્લા કેટલાક વખતથી આ કુતરાઓ હિંસક બની ને અનેક લોકો પર હુમલા કરી રહ્યાની ફરિયાદ પણ વધી રહી છે. સુરત મહાનગરપાલિકાએ કુતરાનો ત્રાસ દુર કરવા માટે ખસીકરણની કામગીરી શરૂ કરી છે રોજના ત્રીસથી વધુ કૂતરાને પકડીને ખસીકરણ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં પાલિકાએ  45 લાખ રૂપિયાનો ખર્ચ કરીને 37 હજાર કુતરાના ખસીકરણ કર્યા છે. જેમાંથી આ વર્ષમાં જ દસ હજારથી વધુ કુતરાઓનું ખસીકરણ કર્યું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!