• સુરતમાં રખડતા ઢોર પકડવાની કામગીરી તીવ્ર કરાશે
    મુખ્ય શહેર 18-1-2023 09:03 AM
    • સુરતમાં ઢોર ડબ્બાનું પણ વિસ્તૃતિકરણ કરાશે
    • નવા બે સેન્ટર બનાવવા માટે ટેન્ડર ઇશ્યૂ કરાયા
    સુરત

    સુરતમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી વધુ તીવ્ર કરવામાં આવી રહી છે. ઢોર પકડવાની કામગીરીની સાથે સાથે સુરતમાં ઢોર ડબ્બાનુ પણ વિસ્તૃતિકરણ કરાશે. નવા બે સેન્ટર બનાવવા માટે ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રખડતા ઢોર સાથે સમગ્ર પ્રક્રિયા તીવ્ર કરાશે.

    પાલિકા સવાર અને રાત બે પાણીમાં ઢોર પકડી રહી છે આ ઢોરને રાખવા માટે કપા પાસે હાલ એક જ સેન્ટર છે અને નવા બે સેન્ટર માટે ટેન્ડર ઇશ્યૂ કરાયા છે. હવે આગામી દિવસોમાં ભેસ્તાન ખાતેના ઢોર ડબ્બાનું અઢી કરોડના ખર્ચે રીનોવેશન અને વિસ્તૃતિકરણનું આયોજન કરાયું છે.સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે તેને કારણે હવે રખડતા ઢોરને રાખવા માટે પાલિકા તંત્ર આયોજન કરી રહી છે. સુરત મહાનગરપાલિકા ખાતે હાલ એકમાત્ર ભેસ્તાન રેલ્વે સ્ટેશન નજીક મધ્યસ્થ ઢોર ડબ્બા  છે. એનિમલ બર્થ કંટ્રોલની જગ્યામાં નવા એનિમલ સેન્ટર બનાવવા તથા રીનોવેશનની કામગીરી માટે અઢી કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

    પાલિકાના બેસ્તાન ખાતેના ઢોર ડબ્બામાં હાલ 350 પશુઓ રાખી શકાય તેવું આયોજન છે. જોકે આ ઢોલ ડબ્બાનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થતું ન હોવાથી આ જગ્યાએ ભારે ગંદકી જોવા મળી રહી છે. જેના કારણે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા અને બીજા પ્રયાસમાં 2.52 કરોડના ખર્ચના ટેન્ડર મંજૂર કર્યા બાદ આગામી દિવસોમાં કામગીરી શરૂ કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!