• સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને મોટી ભેંટ મળશે
    મુખ્ય શહેર 6-2-2023 09:39 AM
    • હીરાસર ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું એપ્રિલમાં લોકાર્પણ 
    રાજકોટ

    સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને સરકાર તરફથી વધુ એક મોટી ભેટ મળવા જઈ રહી છે. હીરાસર ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું એપ્રિલ મહિનામાં લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદી આ એરપોર્ટનું લોકાર્પણ કરશે.

    અત્રે નોંધનીય છે કે આ એરપોર્ટનું 97 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.  નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે સમીક્ષા કરી હતી. 1 ફેબ્રુઆરીના કેલીબેશન ફ્લાઇટ રન-વે પર ઉતારી ટેસ્ટિંગ કરવામાં આવશે. ફ્લાઇટ ટેસ્ટિંગ બાદ મોટી ફ્લાઇટ ઉતારવામાં આવશે. ટર્મિનલ 1 બની ગયું છે, ટર્મિનલ 2નું કામ ચાલું છે. DGCI દ્વારા 15 દિવસમાં તમામ NOC આપી દેવામાં આવ્યા બાદ લોકાર્પણની તૈયારી કરવામાં આવશે. રાજીવ બંસલે અધિકારીઓને લોકાર્પણ ક્યારે અને કેમ કરવું તેની આછેરી ઝલક આપી હોવાનું સામે આવ્યું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!