• સંબંધ એજ સંજીવની ...
    આર્ટિકલ 3-12-2022 02:28 PM
    લેખક: બીના પટેલ
    મ મનુષ્યને મનુષ્યત્વની વધુ નજીક લઇ જાય છે. 

    એક વ્યક્તિ જયારે બીજા વ્યક્તિની વચ્ચેના અંતરને ખાળવા મથામણ કરે ત્યારે સેતુ રચાય એને જે નામ આપીયે એને સંબંધ કહેવાય .વ્યક્તિ જયારે અન્ય સાથે પોતાનું સામીપ્ય વધારે ત્યારે ,એને લાગણીની સાચી જોડણીની ખબર પડે છે .શબ્દો સરળતા થી અતીત ,વર્તમાન અને ભવિષ્ય સાથે વહે છે ....પણ,મનના જોડણીકોશમાં દરેક ધનિષ્ટતાનો અર્થ બદલાતો રહે છે .

    આધુનિક ડિટર્જન્ટથી ધોઈને ચોખ્ખી કરેલી નહીં ,પણ ,જિંદગીના  અનુભવોથી ધોઈને ચોખ્ખી કરેલી જીવનની ડાયરીમાં આપણે જયારે લખવાં  બેસીયે ત્યારે ,જુના ,ઘસાયેલા અને બોદા સંબંધોનું આંકલન કરવું જોઈએ ,કેમકે એમાંથી કેટલાંક તમારાં જીવનમાં સંજીવની 

    બનીને આવ્યા હશે ....! એની કદર કરવી ખુબ જરૂરી છે . જીવનનો દરેક વળાંક મનુષ્યને કંઈક નવું શીખવાડે છે .જયારે વ્યક્તિની ભીતરમાં લાગણીની લીલીછમ કૂંપળ ફૂટે ત્યારે એક સંબંધ સજીવન થાય. ધોધમાર શબ્દો વરસે    નહીં ,તોય આત્મીયતા ઘટે નહીં ....આ સ્તરના સંબંધથી જીવનનો ઉત્સાહ સળવળે છે .મનુષ્યનો સૌથી નજીકનો મિત્ર કોણ ? એ ખુદ ....પણ , સુખ અને દુઃખમાં પાસે બેસવા વાળું કોઈક તો જોઈએ ને ...! મનની વાત કરવાં કોઈક તો જોઈએ ને ...! ભીતરમાં સંતાડેલા શુન્યાવકાશને ભરવાં માટે કોઈક તો જોઈએ ને ...! કેટલાંક લોકો એકાંતને ઉત્સવ ગણે તો કેટલાંક અભિશાપ .

    સત્યતા એટલી છે કે ,સંબંધ વગરની દુનિયા એટલે રંગવિહીન કોરુ આકાશ ....જેમાં સૂરજ ,ચંદ્ર ,તારા અને પંખીઓ સુધ્ધા કાંઈ  જ નથી . એકમેકને ખુશી આપવાની ઈચ્છા દરેક સંબંધને ગાઢ બનાવે છે .ત્રુટીઓ જોવાની ટેવ તો મોટાભાગે બધાને હોય જ ,
    પણ કંઈક સારાપણું શોધવાની ટેવ આપણને સૌમાં પ્રિય બનાવે છે .સતત બદલાતાં લોકોના ચહેરા સાથે જીવવાની રીત અઘરી છે ,પરંતુ ઈમોશ્નલ મેનેજમેન્ટ શીખી જનાર સંતૃષ્ટભાવ સાથે જીવી બતાવે છે . કેટલાંક સંબંધો આપણાં ભીતરમાં ઉતરી શકે છે ,કેમકે એમાં માનવસહજ નબળાઈઓ હોય છે ,તેઓ એને છુપાવવા કોઈ પ્રયત્ન નથી કરતાં  .તાત્વિક રીતે જોતા વાસ્તવિકતા એવી છે કે ,એકબીજા પ્રત્યેનો સમર્પિતભાવથી બીજાના મનને સ્પર્શી શકાય છે .આ નિયમ દુનિયાના મોટાભાગના તમામ સંબંધોનો આધારસ્તંભ છે .ખુલ્લા વિચારોથી એકબીજાને અપનાવતાં નીરસ જીવન કદાચ જીવંત બની જાય .એકબીજાની મર્યાદાઓને ઓળખવી અને એને અપનાવવી એ બન્ને અલગ બાબત છે .આ સૂક્ષ્મ પ્રક્રિયા જયારે અમલમાં મુકાય ત્યારે એ કોઈકના જીવનની સફળતાનું કારણ બની જાય છે .મનુષ્યને સમજવાંમાં ઘણીવાર તકલીફ પડે છે કારણકે એ જે નથી તે દેખાવાનો સ્વાંગ રચે છે .કોઈકના ભીતર ફરિયાદોનો વિશાળ દરિયો ઉછળતો હોય ત્યારે ,તમે કિનારે રહી એ દરિયાને ઉલેચી નહીં શકો .....એના માટે તમારે આશાનું કિરણ બની એની સમીપ જવું જોઈશે ,એને આંતરિક રીતે વધુ મજબૂત બનાવી  શકશો .

    દરેક સંબંધમાં એકબીજા માટેનો પ્રેમભાવ જરુરી છે ...પણ એને ખોખલું બનાવનાર છે ,એક વ્યક્તિની બીજા વ્યક્તિ તરફની ઉપેક્ષા .સ્નેહસભર સંબંધ વલોવાઈ જતા સહેજ પણ વાર લાગતી નથી .દરેક સંબંધમાં જયારે માણસની અપેક્ષાઓ હદ વટાવી દે ત્યારે એમાં ઉપેક્ષાની કડવાશ ધીમે ધીમે વધવા લાગે છે .સંવેદનશીલ વ્યક્તિ આ સમયે એ સંબંધ પરથી વિશ્વાસ ગુમાવી દે છે અને ડિપ્રેસનની ગર્તા તરફ ઘકેલાઈ જાય છે .

    એકલતા અને ઝુરાપો વ્યક્તિની સર્જનશીલતા ઘટાડી નાખે છે .એક પ્રસિદ્ધ સંસ્થાના સર્વેક્ષણ મુજબ સારા અને સુદ્રઢ સંબંધ વ્યક્તિને માનસિક રીતે વધુ મજબૂત બનાવે છે .કોઈ વ્યક્તિ જયારે વેદનાની આગમાં મીણની જેમ ઓગળવા લાગે ત્યારે એક મદદ માટે આગળ વધેલો હાથ એની હારેલી બાજી પલટવામાં સક્ષમ બની રહે છે .ઉંમર ચાહે કોઈ હોય પ્રેમ ભર્યા સંબંધની જરૂર દરેકને હોય છે .વ્યક્તિના વર્તનમાં આક્રોશ પણ હોય અને પ્રેમ પણ ....દરેક સંબંધ ચિરાયુ નથી હોતાં .શરત માત્ર એટલી જ છે કે ,વ્યવહારમાં રુક્ષતા ઉમેરાય એટલે બન્ને પાત્ર આગવાં તર્ક સાથે સંબંધ તૂટવાના કારણો ગણાવવા લાગે છે ....આવા સમયે ચહેરા પર ઓઢેલો બનાવટી ચહેરો સામે આવે છે જેના લીધે સંબંધની ગરિમા ખોવાઈ જાય છે .

    જીવનમાં પરિસ્થિતિ પલટાઈ જાય છે ત્યારે ,ગમતો વ્યક્તિ ના ગમવાં લાગે છે .એના માનસપટ પર  બીજા પાત્રની ખૂબીઓ ધુંધળી થતી જાય અને કમીઓ ઉપસતી જાય છે .લાગણીસભર સંબંધો આમ જ મૃતઃપ્રાય બની જાય છે . દરેકની જિંદગીના તાણાવાણા અન્યના અસ્તિત્વ સાથે અનોખી રીતે ગુંથાયેલા હોય છે .આ તાણાવાણા એટલે જ સંબંધો . જીવવા માટે આપણને ઓક્સિજન જરૂરી છે ...અને વધુ સારી રીતે વિકસવા માટે દુન્યવી સંબંધોની જરૂર છે .આ હકીકત છે .

    વ્યક્તિનાં જીવનમાં જયારે ઉથલપાથલ થાય ત્યારે એ અંદરથી ઘણી વાર તૂટી જતો હોય છે,આવા સમયે કેળવેલાં અને માવજત કરીને સાચવેલાં સંબંધો સાચા અર્થમાં સંજીવની બનીને એને ઉગારી લે છે . સ્વજનોનો સાથ એ વ્યક્તિનાં હરેક દુઃખને દૂર કરવાં માટેની રામબાણ ઔષધિ છે ,માટે એની કદર કરવી અને એને યોગ્ય સન્માન આપવું .....એ ખુબ મહત્વનું છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!