• ગ્રાહકોના ચહેરા પર જોવા મળતો સંતોષ મારા માટે અમૂલ્ય છે : દુષ્યંત ગોસ્વામી
    સક્સેસ સ્ટોરી 22-3-2022 12:47 PM
    • 2016માં સુવિધા ગ્રૂપના સ્ટેલર પ્રોજેક્ટ શરૂ કરતા અગાઉ તેઓએ પ્લાન્ટ અને લેઆઉટ ઉપર એક વર્ષ સતત કામ કર્યું
    1. રોજ નવા નવા લોકોને મળવું અને નવા ટ્રેન્ડ સમજવા, ઉદ્યોગોના નવા પડકારો જાણવાને કારણે તેમનો શીખવાનો ગ્રાફ હંમેશાં ઊંચો રહ્યો
    અમદાવાદ

    કાૅમર્સ નહીં પણ તેમણે સાયન્સ પસંદ કર્યું, સિવિલ એન્જિનિયરિંગને બદલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને પ્રાથમિકતા આપી, પોતાનો પારિવારીક વ્યવસાય સંભાળીને જીવનને સરળ બનાવવા કરતાં એક સ્વતંત્ર રિઅલ એસ્ટેટ કન્સલ્ટન્ટ તરીકે આગળ વધવાનું નક્કી કર્યું. ઉપરાંત રોજ ટ્રેડમીલ પર પોતાના શરીરને સખત મહેનત આપીને સારો આકાર આપવાને બદલે તેમણે તેમની મર્યાદાઓને આગળ વધારવાનું પસંદ પડ્યું. 

    ગુજરાત મેઈલ સાથે વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં તો પોતાના માતાની સલાહને અનુસરીને પિતા સાથે પોતાની આૅફિસમાં જવાનું શરૂ કર્યું, પરંતુ શરૂઆતમાં તેમણે તે તરફ પોતાનું એટલું યોગદાન ન આપ્યું અને આખરે તેમને તેમના મનપસંદ વ્યવસાય સાથે પ્રેમ થઈ ગયો. તેઓ એક સારા વક્તા છે, બહુ સરળ બોસ છે અને બહુ જલ્દી મિત્રો બનાવી લે છે. તેઓ ડિઝાઈનિંગ, બિલ્ડિંગ અને તેની ભવ્યતા વિશે ઘણાં જ ઉત્સાહિત છે. પોતાના લક્ષ્ય વિશે તેઓ ઘણાં જ સ્પષ્ટ અને આત્મવિશ્વાસી છે. તેઓ ભવિષ્યને વધુ સારું બનાવવા માટે આજના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો નજર કરીએ અમદાવાદના સૌથી યુવા અને આકર્ષક  રિઅલ એસ્ટેટ ડેવલપર વિશે.

    લાયકાતે ઈલેક્ટ્રોનિક એન્જિનિયર, દુષ્યંત ગોસ્વામી એક ઉત્કૃષ્ઠ ઉદ્યોગ સાહસિક છે. પોતાના પરિવારનો જમીન અને બાંધકામનો વ્યવસાય તેમના માટે તો એક નાનું પગલું જ હતું પરંતુ તેમણે તે ન સ્વીકારીને એક સ્વતંત્ર રિઅલ એસ્ટેટ ડેવલપર તરીકે ક્ષેત્રના તમામ પાસાંને જાણ્યા. વર્ષ 2016માં સુવિધા ગ્રૂપના એક મુખ્ય પ્રોજેક્ટ સ્ટેલરને શરૂ કરતાં અગાઉ તેમણે અને તેમની ટીમે પ્લાન્સ અને લે-આઉટ પર સતત એક વર્ષ સુધી સખત કામ કર્યું. 

    1978માં સુવિધા જૂથની સ્થાપના કરવામાં આવી હતી અને આજ સુધી ઘણાં પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે. જોકે, શરૂઆતના દિવસોમાં દરમિયાન, કંપની વેપાર અથવા વિકાસના હેતુ માટે કૃષિ જમીન ખરીદવામાં વધુ રોકાયેલી હતી. જેને કારણે હાલ તેઓ અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદમાં જમીન ધરાવે છે. 

    ૨૦૧૦માં એન્જિનિયરિંગના તેમના છેલ્લા સેમેસ્ટર દરમિયાન, દુષ્યંત સુવિધા ગ્રૂપમાં જોડાયા હતા અને ૨૦૧૧માં ગાંધીનગરમાં વિવિધ પ્લોટ ડેવેલપમેન્ટ યોજના શરૂ કરી હતી જેમાં વર્ષ 2014માં આંબાવાડી અને પાલડી વિસ્તારમાં 16 અને 28 એપાર્ટમેન્ટ્સની 2 રેસિડેન્શિયલ સ્કીમ બનાવી હતી.

    જ્યારથી તેમનો પ્રથમ બિલ્ડિંગ સ્કેચ હોર્ડિંગ રજૂ થયું ત્યારથી તેમનો ડ્રિમ પ્રોજેક્ટ ‘સ્ટેલર’એ કમર્શિયલ ડેવેલપમેન્ટ ક્ષેત્રમાં એક વિશેષ સ્થાન જમાવ્યું છે. તમને કમર્શિયલ સ્કીમમાં જે જોઈએ તે બધું છે, પછી ભલે તે એક બહુ સારી જગ્યા, બહુ મોટો અગ્રભાગ, અનન્ય આર્કિટેક્ચર અથવા અદભૂત ડિઝાઇન હોય. તેના નામની જેમ, ‘સ્ટેલર’ની સાઇટ આૅફિસને એક અનોખા માળખાગત આકારમાં બહુ કલાત્મક રીતે બનાવવામાં આવી છે. એ આશ્ચર્યની વાત નથી કે, તેણે એક ઘણા સમયથી ચાલતા આવતા ટ્રેન્ડ સીધી લાઇન કરતાં કંઈક અલગ કરવાનો ટ્રેન્ડ શરૂ કર્યો. તેમ છતાં, સુવિધાની કોર્પોરેટ આૅફિસ એ જ મકાનમાં છે જ્યાં તે બાકીના આર્કિટેક્ચરને રજૂ કરે છે. દુષ્યંતે સ્ટેલર માટે એક સર્જનાત્મક માર્કેટિંગ ઝુંબેશ જ ચલાવી નહોતી, પરંતુ સિંધુ ભવન રોડને ‘એસબીઆર’ તરીકે બ્રાન્ડ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું, જેણે તેને એક નવી અને આકર્ષક ઓળખ આપી. હવે રિટેલ અને આૅફિસની જગ્યા માટે એસબીઆર એક હોટેસ્ટ સ્થળ બની ગયું છે. આ પ્રોજેક્ટ હાલ પ્રગતિમાં છે અને દુષ્યંત એ બાબતે આશ્વસ્થ છે કે તે ઘણું જ પ્રેરણારૂપ બનશે. 

    તે સુસંગતતા અને સખત મહેનતમાં વિશ્વાસ ધરાવે છે. 

    જીવનમાં કંઈક અલગ અને અનન્ય કરવા માંગું છું કે જે આગળ જતા મને અને મારા વ્યવસાયને ઉપર લાવવા માટે મદદરૂપ થાય. 

    અમોએ સુવિધા રીયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ગ્રાહકનો સંતોષ અને સંબંધોને જ અમારો મુખ્ય આધારસ્તંભ ગણ્યો છે. 

    સફળતાના ભાણા માટે સંઘર્ષને તેઓ એક મહત્ત્વનું ઘટક માને છે. લોકોની વિવિધ વિચારધારા અને તેમની પ્રશંસાનાત્મક કુશળતાને ગ્રહણ કરવાને તેઓ તેમના માટે પ્રેરણારૂપ માને છે. જીવનના  વિવિધ તબક્કાઓમાં સકારાત્મક અભિગમ રાખવા માટે તેમને મનગમતું પુસ્તક રોન્ડા બાયર્ન દ્વારા લિખિત પુસ્તક ધ સિક્રેટ મદદગાર સાબિત થાય છે. તેઓ માને છે કે જો તમે સતત કામ કરતા રહો તો જીવન ચમત્કારોથી ભરેલું છે. 

    આશાસ્પદ હોવાની સાથે તેઓ માને છે કે દરેક સ્થિતિ માટે સમય લાગે છે અને તે જ ધૈર્ય અને આશા સતત તમારા સહ પ્રવાસી હોવા જોઈએ. 

    તેમની ફિટનેસનું કારણ તેમની કિશોરાવસ્થામાં કરેલો સંર્ધષ છે. એક પારિવારિક પ્રસંગ તેમના સગાંઓ દ્વારા તેમના 110 કિલોગ્રામના વજન પર ટિપ્પણી કરીને પોતે તેમની ઉંમર કરતાં વધારે વૃદ્ધ લાગતા હોવાની ટિપ્પણી કરવામાં આવી હતી. 

    આ  શરમજનક સ્થિતિ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થયા અને તેમની ફિટનેસની સફરના દરવાજા ખોલી દીધા. ત્યારથી રોજ તેઓ સવારે જીમમાં જાય છે અને આખા દિવસ માટે ફ્રેશ રહે છે. 

    રોજ નવા નવા લોકોને મળવું તેમજ નવા નવા ટ્રેન્ડને સમજવા, ઉદ્યોગના નવા પડકારો વિશે જાણવું, આ દરેક વસ્તુને કારણે તેમનો શીખવાનો ગ્રાફ ઊંચો ને ઊંચો જ ચડતો રહ્યો છે. જો તમે એવું માનો છો કે રિઅલ એસ્ટેટ ડેવલોપર બોરિંગ હોય છે તો તમારે ચોક્કસ આમને મળવું જોઈએ. દુષ્યંતને ખાસ કરીને ગાવું તેમજ સ્ટેજ પર્ફોર્મન્સ આપવા બહુ ગમે છે. તેમને ટેક્નોલોજી અને ઓટોમોબાઈલમાં ખાસ રસ છે તેમજ તેઓ ફેશનના આગ્રહી અને સતત ફરતા રહેતા વ્યક્તિ છે. 

    અમદાવાદના રિઅલ એસ્ટેટ ઉદ્યોગના ભવિષ્ય વિશે તેઓ ઉત્સાહિત છે. તેઓ એમ પણ માને છે કે સ્પર્ધા કરવા કરતાં દરેક બિલ્ડરોએ એકબીજાની મદદ કરવી જોઈએ. જોકે તેમને આશા છે કે આવનારા સમયમાં સ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાં ડિઝાઈન્સ અને બદલામાં ઘણી સર્જનાત્મકતા જોવા મળશે. 

    અદ્યતન ઈમારતો બનાવીને આંતરાષ્ટ્રીય બજાર સાથે સ્પર્ધા કરવા માટે સુવિધા ઘણી આશા ધરાવે છે. કેટલાક રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ્સ બાદ, મલ્ટીનેશનલ કંપનીઓ માટે બિલ્ડ ટુ સૂટ પ્રોજેક્ટ બનાવવાનો હેતુ ધરાવે છે. માત્ર એક સામાન્ય રિઅલ એસ્ટેટ કંપની નહીં પરંતુ તેમની એક આગવી સર્જનાત્મક ડિઝાઈન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેઓ એક ઉત્કૃષ્ઠ એન્જિનિયર કંપની તરીકે સ્થાપિત થવા માગે છે. 

    તેઓ લોકોને માત્ર એક જ સલાહ આપે છે કે પોતાના કામને પૂરતા જુસ્સાથી કરવું જોઈએ. તેમના માટે રિઅલ એસ્ટેટની ઘણી જ સુંદર વાત એ છે કે એમના માટે ઘર બનાવવું કે જેમણે પોતાની આખી જિંદગી દરમિયાન પૂરતી બચત કરી છે. તેમના માટે ગ્રાહકોનો સંતોષ જ અમૂલ્ય છે. તેમનો ધ્યેય બહુ સરળ છે, જે છે અમદાવાદમાં બેસ્ટ બિલ્ડિંગ્સ બનાવવા અને ત્યાંથી પસાર થતા લોકો જુએ અને કહે Wow….
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!