• ખેડૂત પુત્રની ઉત્તુંગ ઉડાનઃ PSP PROJECTS LTD
    સક્સેસ સ્ટોરી 12-8-2022 03:11 PM
    • રાજ્ય બાદ હવે કેન્દ્ર સરકાર માટે પણ બાંધકામક્ષેત્રના સંકટ મોચન એટલે બિલ્ડિંગની દુનિયામાં ભારતમાં પાંચમા ક્રમની કંપનીના માલિક પ્રહલાદભાઈ પટેલ 
    અમદાવાદ

     ગુજરાત બાદ હવે દેશમાં પણ બાંધકામક્ષેત્રમાં પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ એક એવુ નામ છે જેને ખૂબ ગર્વથી લેવામાં આવે છે. ઉત્તર ગુજરાતના નાના એવા ગામના નાના ખેડૂત પુત્રની સફળતાની ઊંચી છલાંગ સમાન આ કંપની સમગ્ર ભારતમાં ઔદ્યોગિક, સંસ્થાકીય, સરકારી, સરકારી રહેણાંક અને રહેણાંક પ્રોજેક્ટ્સમાં બાંધકામ અને તેના સંબંધિત સેવાઓ આપી રહી છે. રાજ્ય બાદ હવે કેન્દ્ર સરકાર માટે પણ બાંધકામક્ષેત્રના સંકટ મોચન એટલે બિલ્ડિંગની દુનિયામાં ભારતમાં પાંચમા ક્રમની કંપનીના માલિક પ્રહલાદભાઈ પટેલ.

    આ કંપનીની અહીં સુધીની સફર ખૂબ સંઘર્ષભરી રહી છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રૂપપુર ગામમાં નાના ખેડૂત શિવરામ પટેલ અને ધુળીબેનના ઘરે જન્મેલા પ્રહલાદ પટેલ આજે  કંપનીના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર એન્ડ સીઈઓ છે.

    પિતાના ભવિષ્યના વિઝનના પરિણામે પ્રહલાદભાઈએ 9 વર્ષની ઉંમરે સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. બાદમાં કાઠિયાવાડમાં પથ્થરનું પાણી પીને મોરબીમાં એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો. દરમિયાન તેમણે ગોલ નક્કી કર્યો હતો કે જીવનમાં ક્યારેય સરકારી નોકરી નહીં કરું અને તેને વળગી પણ રહ્યાં. 15 ડિસેમ્બર-1985માં અભ્યાસ પૂર્ણ કરી 17 ડિસેમ્બર-1985થી અંકલેશ્વર ખાતે નોકરીની શરૂઆત કરી હતી. ખેડૂત પુત્ર હોવાથી બાળપણથી મહેનત કરવાના સંસ્કાર મળ્યાં હતા જે ખાનગી કંપનીમાં કામ કરતી વેળા જાળવી રાખ્યાં ઉપરાંત વિચારશિલ હોવાના કારણે માલિકની નજીક રહેવા અને ફિલ્ડમાં વધુ કામ કરવાની તક મળતી હતી. 1991 સુધી નોકરી કર્યાં બાદ પોતાનો બિઝનેસ કરવાનું વિચાર્યું અને 1992-98 સુધી પાટરનશિપ બનાવી જેમાં 3500 રૂપિયાનો પગાર હતો. વર્ષ 1998માં બાબુભાઈ પટેલ કંપનીની સ્થાપના કરી જેમાં 25 ટકાની ભાગીદારી કરી હતી. આગળ જતાં 2001થી 2005 સુધી વર્કિંગ પાટનર તરીકે કામ કર્યું, 2006માં બીપીસી પ્રોજેક્ટની સ્થાપના કરી આ સાથે જૂના બોસના તમામ પ્રોજેક્ટ પણ સફળતા પૂર્વક પૂર્ણ કર્યાં હતા.

    નિરમાના કરશનભાઈ પટેલની જૂની ઓફિસમાં કંપનીની શરૂઆત કરી હતી. 2008માં પીએસપી પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. પ્રથમ વર્ષે 28 કરોડનું ટર્નઓવર અને 22 કરોડનું જૂની કંપનીનું કામ પૂર્ણ કર્યું હતુ. 2009માં ગુજરાત કેન્સર હોસ્પિટલનો 120 કરોડનો પ્રોજેક્ટ હાથ પર લીધો અને પૂર્ણ કર્યો. જે 500 બેડની હોસ્પિટલ છે.

    બાદમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે દિવસોમાં ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં સ્વર્ણિમ સંકૂલ-1, 2ની ડિઝાઈન કરી અને સિવિલ કામ પણ અમારી કંપનીને મળ્યું હતું. આમ સરકારના પ્રોજેક્ટ કરવાનું પ્રથમ કામ મળ્યું હતુ. 8 મહિનાના સમયગાળામાં સ્વર્ણિમ સંકુલ-1 પૂર્ણ કર્યું અને બાદમાં તેમાં ઈન્ટિરીયરનું ટેન્ડર પણ અમારી કંપનીને મળ્યું હતુ. 40-50 કરોડનું ઈન્ટિરીયરનું કામ એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરી આપ્યું હતું.

    મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દર 15મી ઓગસ્ટે કચ્છની મુલાકાતે જતા હતા. દરમિયાન 25 જુલાઈએ તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી અને ખાવડામાં શહીદ સ્મારક બનાવવાનું વચન આપ્યું. આ કામ ટૂંકા ગાળામાં પૂર્ણ કરવાની જવાબદારી અમારી કંપનીને મળી અને તેને 16 દિવસમાં સફળતાપૂર્ણ પાર પાડ્યું અને નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે તેમનુ ઉદ્ઘાટન પણ કર્યું હતુ.

    પાટણના ચારણકામાં સોલાર પ્લાન્ટ નજીક એક સ્ટેજ બનાવવાનો નિર્ણય કરાયો જે 10 માળની બિલ્ડીંગ જેટલો ઉંચો પ્રોજેક્ટ હતો. તે માત્ર 45 દિવસમાં પૂર્ણ કર્યો હતો. સરકારની મુશ્કેલીમાં પ્રહલાદ પટેલની કંપનીને મળેલી તકને સફળતામાં પરિવર્તિત કરી હતી. પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડના મોટા ગ્રાહકોમાં ટોરેન્ટ, ઝાયડસ, મારૂતિ, વાઘબકરી, એમઆરએફ સહિતનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભા, નારણપુરા હાઉસિંગ પ્રોજેક્ટ, શેલ્બી, યુ.એન.મહેતા હોસ્પિટલ, ઝાડયસ આણંદ અને વડોદરામાં બનાવી છે.2015-16માં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં પીએસપીની ઓફિસ લીધી બાદમાં પ્રયાસોથી તેમાં પણ 8 બિલ્ડિંગ બનાવવાનું કામ મળ્યું અને તેને પણ પાર પાડ્યું હતુ. ગુજરાતમાં પ્રથમ 120 મીટરની ઉંચાઈ ધરાવતું બિલ્ડિંગ બનાવવાનો શ્રેય પણ પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડના નામે છે.

    2017માં સુરતમાં ડાયમંડ બુર્ઝ બનાવવાનો 2000 કરોડનો પ્રોજેક્ટ પણ કંપનીને માત્ર વિશ્વાસ અને ભૂતકાળના કામને જોઈ મળ્યો હતો. પેન્ટાગોન પછીના આ સૌથી મોટા પ્રોજેક્ટનું કામ મળ્યા બાદ સમયસર પૂર્ણ પણ કર્યું હતુ. 

    સૌથી મહત્વની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ વારાણસીમાં કાશી વિશ્વનાથ સંકૂલનું કામ પણ અમારી કંપનીને 2020માં મળ્યું હતુ. કોરોના મહામારી વચ્ચે પણ સમય કરતા વહેલો આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. પીએસપી પ્રાઈવેટ લિ.ને સમયની સાથે નવી પદ્ધતિઓ અને જરૂરિયાત મુજબની સિસ્ટમ વસાવીને મજબૂત બનાવી છે. 2017માં કંપનીને શેરમાર્કેટમાં લિસ્ટિંગ પણ થઈ છે.

    અત્યાર સુધીની સફરમાં અનેક એવોર્ડ પણ મળ્યાં છે, સામાજીક કાર્યો સાથે પણ જોડાવાની તક મળી છે. જીવદયા ટ્રસ્ટ સાથે પણ કામ કરી રહી છે. વતનનું ઋણ ક્યારેય ચૂકવી ન શકાય પરંતુ 1500ની વસતી ધરાવતા પોતાના ગામને સુંદર બનાવવાનું બિડું ઝડપ્યું હતુ. ગામને ડસ્ટ ફ્રી અને હરિયાળું બનાવ્યું છે.

    ગુજરાતમાં બિલ્ડિંગના નિર્માણમાં લોખંડના ટેકાનો પ્રથમ વખત ઉપયોગ  પીએસપી પ્રોજેક્ટ્સ લિ.  દ્વારા કરવામાં આવ્યો હતો. ઉપરાંત જર્મનીથી ટાવર ક્રેઈન હોય કે મુવિંગ પ્લેટફોર્મ હોય કંપની ટેક્નોલોજીના ઉપયોગથી ઝડપથી અને ક્વોલિટી સાથેનું કામ કેમ કરી શકાય તેવા હેતુ સાથે કામ કરે છે.

    કંપનીના ચેરમેન પ્રહલાદ પટેલ પહેલેથી જ  કામને પૂજા માનીને આગળ વધી રહ્યાં છે. આજે પીએસપી પ્રોજેક્ટસ લિમિટેડ બિલ્ડિંગની દુનિયામાં હાલ ઈન્ડિયાની પાંચમા ક્રમની કંપની છે. 1500 વ્યક્તિનો સ્ટાફ છે અને 17 હજાર જેટલા કામદારો કામ કરે છે.

    પ્રહલાદભાઈ પટેલના પરિવારમાં પત્ની શિલ્પાબેન, એક પુત્રી પૂજા પટેલ છે તે કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેકટર પણ છે. જેમણે અચલ જોશી સાથે લગ્ન કર્યાં છે. એક પુત્ર સાગર પટેલ તે પણ કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેકટર છે જેની પ્રાચી સાથે સગાઈ થઈ છે.

    સન્માનનું બીજું નામ બની ગયું છે પીએસપી
    પ્રહલાદ પટેલ બાંધકામના વ્યવસાયમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. પ્રકાશ બિયાની દ્વારા લખાયેલા “બિઝનેસ ગેમ ચેન્જર્સ: શૂન્ય સે શિખર” નામના પુસ્તકમાં પણ તેમનો ઉલ્લેખ કર્યો છે. બીજી સૌથી ઝડપથી વિકસતી કન્સ્ટ્રક્શન કંપની તરીકે સતત ત્રણ વર્ષથી કંપનીને એવોર્ડ મળી રહ્યો છે. આ ઉપરાંત દર વર્ષે બાંધકામક્ષેત્રમાં અનેક પ્રકારના સન્માન અને એવોર્ડથી નવાજવામાં આવી રહી છે.

    યુવાનોને સંદેશ
    તમે જે કંઈ પણ છો સોસાયટી થકી છો, એટલે સોસાયટીને કંઈ આપવા પ્રયાસ કરો. બીજુ મને ગમે તે મળે તેના કરતા જે મળે તે ગમાડીને કામ કરો પછી જૂઓ ચમત્કાર.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!