• એક્ઝિટ પોલમાં આપને મળી રહેલા વોટશેરથી ભાજપ અને કોંગ્રેસની ગણતરી ઊંધી પડશે!

    ગુજરાત વિધાનસભા 2022 6-12-2022 12:14 PM
    • વિધાનસભા ચૂંટણીમાં મતદાનમાં ભાગીદારી આવનારા દિવસોમાં વધુ મજબૂત બનવાની સંભાવનાથી ભાજપ-કોંગ્રેસમાં ચિંતા વધારશે
    અમદાવાદ

    પ્રથમ વખત ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીએ વોટ શેરથી દમ બતાવ્યો છે જો કે, સીટોના આંકડાથી ઝટકો પણ પડ્યો છે. પોલમાં આપને ધાર્યા કરતા ઓછી સીટો મળી રહી છે. પરંતુ 2022માં મોટી પાર્ટી ભાજપ-કોંગ્રેસ પછી છે એવું ગુજરાતમાં ચોક્કસથી સાબિત થયું છે જેથી આ 2027નો માહોલ પણ હતો. જેથી વોટ શેર કેટલાક પોલ પ્રમાણે જોવા જઈએ તો બન્ને પાર્ટીઓ માટે આ ખતરાની ઘંટી સમાન પણ કહી શકાય છે. 

    ગુજરાતમાં જાહેર સભાઓને સંબોધતા આમ આદમી પાર્ટીના કેજરીવાલ વારંવાર કહેતા હતા કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. લખીને પણ આપ્યું છે પરંતુ આ શક્ય ન બની શકે. જો કે, એક્ઝિટ પોલ્સ અનુસાર, આમ આદમી પાર્ટીને જે વોટ શેર મળી રહ્યો છે તે આમ આદમી પાર્ટી માટે પ્રોત્સાહન અને અન્ય રાજકીય પક્ષો માટે ખતરો છે.

    ગઈકાલે ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ સર્વે પૂર્ણ થયા બાદ જાહેર કરાયેલા એક્ઝિટ પોલ કેજરીવાલ તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી. પરંતુ એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવેલ વોટ શેર ચોક્કસપણે આમ આદમી પાર્ટીના જુસ્સાને વેગ આપી શકે છે. જોકે, એક્ઝિટ પોલના સર્વે મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બહુ ઓછી સીટો મળી રહી છે. 

    એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં ફ્રી વીજળી, વેપારીઓ માટે રાહત, રોજગાર, નોકરીઓની ગેરન્ટીઓ અસર કરી છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે ખેડૂતો અને વેપારીઓ સતત સસ્તી વીજળીની માંગ કરી રહ્યા છે.  કેજરીવાલની આપ પાર્ટીએ પંજાબમાં સરકાર બનાવ્યા બાદ ત્યાં કરેલું ઈમ્પ્લિમેન્ટ પણ વોટ શેર વધારવામાં કારગત સાબિત થઈ શકે છે. 

    રાજ્યમાં લગભગ 20 ટકા વોટ શેર મળશે
    ત્યાર સુધી એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 20 ટકા વોટ મળવાનું કહેવામાં આવી રહ્યું છે. કોઈપણ રાજકીય પક્ષ માટે તેની પ્રથમ ચૂંટણીમાં 20 ટકા વોટ શેર મેળવવો ખૂબ જ પ્રોત્સાહક છે. તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીએ જીતેલી સીટોની સંખ્યા ઘણી ઓછી છે પરંતુ તમામે વોટ શેર પાર્ટી માટે સંતોષકારક હોવાનું જાહેર કર્યું છે. જો આજના એક્ઝિટ પોલ સાચા હશે તો પાર્ટીને રાજ્યમાં લગભગ 20 ટકા વોટ મળશે. 20 ટકા વોટ શેર ભાજપ અને કોંગ્રેસ બંને માટે લાલ બત્તી સમાન છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ગ્રોથ ગ્રાફ દિલ્હી અને પંજાબ જેવો જ છે. પાર્ટીએ ધીરે ધીરે ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરી છે.

    શું કહે છે એક્ઝિટ પોલના આંકડાઓ
    એબીપી સી વોટર આપ 3 
    ટીવી 9 આપ -3-5  
    આજતક આપ 9-21  
    ટાઈન્સ નાઉ આપ 5-10 
    રિપબ્લિક આપ 2 
    ચાણક્ય આપ 11 
    કુલ સરેરાશ આપ 8  


અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!