• વિદેશ જવાના સપનામાં યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા
    ગુજરાત 7-1-2023 09:38 AM
    • અમેરિકા જવાની લાલચમાં મહેસાણાના પાટીદાર યુવકે 45 લાખ રૂપિયા ગુમાવ્યા
    • પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડીનાં કેસમાં તપાસ હાથ ધરી
    મહેસાણા

    વિદેશ જવાની લાલચમાં વારંવાર લોકો મોટી રકમ ગુમાવે છે, છતાં આ પ્રકારના બનાવો બનતા રહે છે. હવે મહેસાણામાં અમેરિકા જવાની લાલચમાં એક પાટીદાર યુવાને લાખો રૂપિયા ગુમાવ્યા છે. મહેસાણાના આ યુવક સાથે 45 લાખથી વધુની ઠગાઇ કરવામાં આવી છે. મહેસાણામાં અમેરિકા મોકલવાની લાલચમાં વધુ એક યુવક છેતરાયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આ યુવકને અમેરિકા મોકલવાનું કહી એજન્ટોએ 50 લાખ પડાવ્યા હતા. જોકે બાદમાં અમેરિકા નહીં મોકલતા એજન્ટે 50માંથી 5 લાખ જ પરત આપ્યા હતા. જેથી બાકીના 45 લાખ પરત નહિ આપતા હવે બે ઈસમ વિરુધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાની વિગત એવી છે કે, મહેસાણાના લીંચ ગામના દિનેશ પટેલને પોતાના દીકરાને અમેરિકા મોકલવાનો હોઇ બે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. આ તરફ જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ ણામના ઇસમોએ દિનેશભાઈ પટેલને વિશ્વાસમાં લઈ લીધા બાદ તેમના દીકરાને અમેરિકા મોકલવા માટે 50 લાખ પડાવ્યા હતા. જોકે કોઈ કારણથી તેમના દીકરાને અમેરિકા નહીં મોકલતા તેઓએ પૈસા પરત માંગ્યા હતા.આ દરમ્યાન દિનેશભાઈ પટેલે આરોપીઓ પાસે 50 લાખ પરત માંગતા તેમણે માત્ર 5 લાખ જ પરત આપ્યા હતા. જોકે બાકીના 45 લાખ પરત નહીં આપતા આખરે કંટાળી તેમણે આરોપીઓ સામે 45 લાખની છેતરપિંડીની લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી લાંઘણજ પોલીસ મથકના એસ.બી.ઝાલાએ ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

    ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની તાજેતરમાં જ ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!