• નાના શહેરોના મિડલ ક્લાસમાં કોસ્મેટિક સર્જરી અંગે ઘણી જાગૃતિ આવી છે : ડાૅ.અર્થ શાહ
    સક્સેસ સ્ટોરી 24-3-2022 09:26 AM
    • સોશ્યલ મીડિયાના બહોળા વપરાશને પરિણામે
    • ભવિષ્યમાં મારે લોકોને મદદ કરવી છે અને હેલ્થ સેકટરમાં કામ કરવું છે
    અમદાવાદ

    સોશ્યલ મીડિયાને કારણે નાના શહેરોમાં રહેતા લોઅર મિડલ ક્લાસના નાગરિકોમાં કોસ્મેટિક સર્જરી કરાવવા અંગે ઘણી જાગૃતિ આવી ગઈ છે એવું ‘રીજુઆ એસ્થેટીકા’ કોસ્મેટિક ક્લિનીકના ઓનર ડો.અર્થ શાહે જણાવ્યું હતું. 

    ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડો.અર્થ શાહે જણાવ્યું હતું કે સામાન્યપણે એવું માનવામાં આવે છે કે મોટા શહેરોમાં રહેતા શ્રીમંત વર્ગના લોકોમાં કોસ્મેટિક સર્જરી કરાવવા માટે ઘણી અવેરનેસ છે પરંતુ હકીકતમાં નાના શહેરોમાં રહેતા લોઅર મિડલ ક્લાસના નાગરિકોમાં કોસ્મેટિક સર્જરી કરાવવા અંગે ઘણી જાગૃતિ આવી ગઈ છે. મારે ત્યાં મોટાભાગે આ વર્ગના લોકો કોસ્મેટિક સર્જરી કરાવવા આવે છે જેને હું વ્યાજબી દરે કરી આપુ છું. આ ઉપરાંત અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઇંગ્લેન્ડ, ભારતના મોટાભાગના રાજ્યો, અમદાવાદ ઉપરાંત ગુજરાતના સંખ્યાબંધ જિલ્લાઓમાંથી લોકો મારી પાસે કોસ્મેટિક સર્જરી કરાવવા આવે છે. હું ઘણા ગરીબ લોકોના વિના મૂલ્યે ઓપરેશન કરી આપું છું. આ ઉપરાંત કોસ્મેટિક સર્જરીને કેવી રીતે અવગણવી એ અંગે હું સોશ્યલ મીડિયામાં જાગૃતિ લાવવા માટે કેમ્પેઇન ચલાવું છું. હું સિવિલ હોસ્પિટલમાં વિઝિટીંગ પ્રોફેસર તરીકે પણ સેવા આપું છું. 

    તેમણે જણાવ્યું કે હું હેર ટ્રાન્સપ્લાન્ટ, મેલ બ્રેસ્ટ સર્જરી, નાક, લાઇપોસકશન, સ્ટેબીલાઇઝ હોય તો કોડ, આઇબ્રો, દાઢી-મૂંછ વધારવાની સર્જરી, સ્ત્રીઓમાં બ્રેસ્ટ લીફ્ટ, સિલિકોન ઇમ્પ્લાન્ટ, કોસ્મેટિક ગાયનેકોલોજી વગેરે સર્જરીઓ કરું છું. ધોરણ 12 પાસ કર્યા પછી હું કુલ 14 વર્ષ ભણ્યો છું. એમબીબીએસ કર્યા પછી મારે આઇએએસ ઓફિસર બનવું હતું અને હેલ્થ સેકટરમાં કામ કરવું હતું. જોકે, મને એમએસ જનરલ સર્જરીમાં એડમિશન મળી ગયું એટલે મેં પૂર્ણ કર્યું. સિવિલ હોસ્પિટલમાં મેં બર્ન્સના ઘણા દર્દીઓ જોયા એટલે મેં પહેલા પ્લાસ્ટિક સર્જન બનવાનો નિર્ણય લીધો હતો. એમસીએચમાં માત્ર ચાર સીટ હોય છે અને ઓલ ઇન્ડિયામાંથી 500થી 600 ડોકટરોએ પ્રવેશ પરીક્ષા આપી હતી પરંતુ મને તેમાં પણ એડમિશન મળી ગયું હતું. પ્લાસ્ટિક સર્જન બન્યા બાદ હું કોસ્મેટિક સર્જરી શિખ્યો. આ માટે કોચીમાંથી માઇક્રો સર્જરી, કોઇમ્બતુરમાંથી હેન્ડ સર્જરી, મુંબઈમાંથી કેન્સરની પ્લાસ્ટીક સર્જરી, કોસ્મેટીક સર્જરી અને હેર ટ્રાન્સપ્લાન્ટ શિખ્યો છું. 

    ડાૅ.અર્થ શાહે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં મારે લોકોને મદદ કરવી છે અને હેલ્થ સેકટરમાં કામ કરવું છે. મારા પિતા હસમુખભાઈ અને ભાઈ આયર્ન ગોલ્ડનો બિઝનેસ કરે છે, માતા ગુણવંતીબહેન ગૃહિણી છે. મારી પત્ની ડાૅ.હેતવી શાહ વી.એસ. હાૅસ્પિટલના એનેસ્થેશિયા વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને મારો પુત્ર એવમ ત્રણ વર્ષનો છે. મારો લોકોને સંદેશો છે કે હંમેશાં પ્રમાણિકતાથી પ્રેકટીસ કરવી જોઈએ. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!