• ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 336 શિક્ષકની ઘટ
    મુખ્ય શહેર 2-6-2023 10:01 AM
    • લોઅર પ્રાયમરીમાં 162 અને અપર પ્રાયમરીમાં 174 જગ્યા ખાલી 
    ગાંધીનગર

    જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નવા નિયમોના આધારે ઓનલાઇન બદલી શરૂ કરાઈછે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 336 શિક્ષકોની ખાલી જગ્યાઓ બદલીથી ભરાશે કે નહી તે તો આગામી સમય જ બતાવશે. પરંતુ શિક્ષકોની ખાલી જગ્યાઓને પગલે નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર માઠી અસર થવાની શક્યતા રહેલી છે.

    રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં રહેલી વિસંગતતાને દુર કરીને બદલીના નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ નવા નિયમોના આધારે ઓનલાઇન બદલીઓ શુક્રવારથી શરૂ કરાઈ છે. ત્યારે બદલીઓથી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી 336 જગ્યાઓ ભરાશે કે કેમ તેવી ચર્ચા શિક્ષકોમાં ઉઠવા પામી છે. જોકે અગાઉ ઓનલાઇન કરેલી અરજીઓને રદ કરવામાં આવી છે. ઉપરાંત બદલીના નવા નિયમોને પગલે નવેસરથી ઓનલાઇન અરજીઓ શિક્ષકો પાસેથી મંગાવવામાં આવી છે. જિલ્લાની લોઅર પ્રાયમરીમાં 162 અને અપર પ્રાયમરીમાં 174 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આથી નવા શૈક્ષણિક સત્રથી અમલી થનાર નવી શિક્ષણ નીતિથી શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓ કેવી રીતે શિક્ષણ મેળવી શકશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

    જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1થી 5માં 162 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જ્યારે તેની સામે અપર પ્રાયમરી ધોરણ-6થી 8માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની 174 જગ્યાઓ ખાલી રહેવા પામી છે. તેમાં ભાષાની 62, ગણિત-વિજ્ઞાનની 47 અને સામાજિક વિજ્ઞાનની 65 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગ શિક્ષક માટેની લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવતી નથી. ત્યારબાદ નવા શૈક્ષણિક વર્ષથી પ્રવાસી શિક્ષકોથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે ભરતી કરાશે. 
    હિતેષ જયસ્વાલ
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!