• સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી : CA હિતેશ પોમલ
    સક્સેસ સ્ટોરી 23-3-2022 08:01 AM
    • અમે આજે પણ સંયુક્ત પરિવારમાં રહીએ છીએ જેમાં કુલ 11 સભ્યોનો સમાવેશ થાય છે
    • કેનેરા બૅંક અને  સ્ટેટ બૅંક આૅફ ઇન્ડિયાના સેન્ટ્રલ સ્ટેચ્યુટરી ઓડિટર તરીકે કામગીરી કરી હતી 

    અમદાવાદ

    યુવા પેઢીએ હંમેશાં યાદ રાખવું જોઈએ કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી એટલે કે ‘નો શોર્ટકટ ટુ સક્સેસ’ એવું હિતેશ પોમલે જણાવ્યું હતું. 

    ડબ્લ્યુઆઈઆરસીની સ્ટુડન્ટ વિંગ ડબ્લ્યુઆઈસીએએસએના ચેરમૅન અને મનુભાઈ અૅન્ડ શાહ એલએલપી ફર્મના પાર્ટનર હિતેશ પોમલે ‘ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારો જન્મ જામનગરમાં વર્ષ 1972માં થયો હતો અને મેં ધો.12 સુધીનો અભ્યાસ જામનગરની શ્રી સત્યસાંઈ હાઈસ્કૂલમાં કર્યો હતો. મારા પિતા મનહરભાઈ પોમલ બૅન્ક આૅફ ઇન્ડિયામાં સર્વિસ કરતા હતા. બીકોમનો અભ્યાસ કરવા હું અમદાવાદ આવ્યો હતો અને એચ.એલ. કાૅમર્સ કાૅલેજમાં પ્રવેશ લીધો હતો. સીએનો અભ્યાસ મેં વર્ષ 1993માં શરૂ કર્યો હતો અને નવેમ્બર 1998માં સીએ ક્લિયર કર્યું હતું. સીએની આર્ટિકલશિપ મેં મનુભાઈ અૅન્ડ કંપની હાલમાં મનુભાઈ અૅન્ડ શાહ એલએલપીમાંથી કરી હતી. વર્ષ 2000માં મેં પર્સનલ પ્રેક્ટિસ સીએ જિજ્ઞેશ ડી. શાહ ફર્મ સાથે ભાગીદારીમાં શરૂ કરી હતી. વર્ષ 2006માં જિજ્ઞેશ ડી. શાહ ફર્મ મનુભાઈ અૅન્ડ શાહ એલએલપીમાં મર્જ થઈ ગઈ હતી અને અમે બન્ને નવી ફર્મમાં જોડાઈ ગયા હતા. 

    તેમણે જણાવ્યું કે બૅન્ક ઓડિટ મારા રસનો વિષય  છે અને મેં કેનેરા બૅંક અને  સ્ટેટ બૅંક આૅફ ઇન્ડિયાના સેન્ટ્રલ સ્ટેચ્યુટરી ઓડિટર તરીકે કામગીરી કરી હતી. વર્ષ 2018માં વેસ્ટર્ન ઇન્ડિયા રીજીયોનલ કાઉન્સિલ આૅફ આઈસીએઆઈમાં મેમ્બર તરીકે હું ચૂંટાયો હતો અને વર્ષ 2020-21 માટે ડબ્લ્યુઆઈઆરસીની સ્ટુડન્ટ વિંગ ડબ્લ્યુઆઈસીએએસએના ચેરમૅન તરીકે નિમણૂક થઈ હતી. મેં જ્યારે મનુભાઈ અૅન્ડ શાહ એલએલપીમાં આર્ટિકલશિપ કરી હતી ત્યારે એ તાલિમ વખતે શિસ્ત, ટાઇમ મૅનેજમેન્ટ, પ્રેઝન્ટેશન સ્કિલ, એથિક્સ, પોઝિટિવિટી જેવા ગુણોનો વિકાસ થયો હતો. મારે ભવિષ્યમાં સમાજઉપયોગી એનજીઓ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાવું છે. મારો જીવનનો મંત્ર ધીસ વિલ ઓલ્સો પાસ છે. મેં હંમેશાં જીવનમાં પૈસાને બદલે સંબંધોને મહત્ત્વ આપ્યું છે. અમે આજે પણ સંયુક્ત પરિવારમાં રહીએ છીએ જેમાં કુલ 11 સભ્યોનો સમાવેશ થાય છે. મારા પરિવારમાં પિતા મનહરભાઈ, માતા રસિલાબહેન, પત્ની પ્રતિભાબહેન ગૃહિણી અને પુત્ર કુશલનો સમાવેશ થાય છે. મારા બન્ને ભાઈઓ અશોકભાઈ અને અમિતભાઈ સીએ છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે Privatization of nationalized banks is good idea subject to the purpose for which the same is done is fulfilled. At this juncture I am of opinion that in India concept of ‘Bad Bank’ can be explored. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!