• “નેગેટીવીટી જેવી વસ્તુ દુનિયામાં હોતી જ નથી, તે માત્ર એક ભ્રમ જ છે” : JCP અજય ચૌધરી
    સક્સેસ સ્ટોરી 22-3-2022 12:55 PM
    • આપણે કોઈપણ કામમાં એટલા તલ્લિન થઈ જવું જોઈએ કે આપણે જ એક આર્ટ બની જઈએ
    • આપણા જીવન દરમિયાન આપણા પર પ્લસ થયું છે એ બધું માઈનસ થઈ જાય અને એ જ એક અંતિમ સિદ્ધી છે.
    અમદાવાદ


    એક પોલીસ અધિકારીનું નામ પડે એટલે દરેક લોકોના મનમાં એક પીઢ અને કડક અધિકારીની છાપ ઉપસી આવતી હોય છે, પરંતુ અજય ચૌધરી એક એવું નામ છે જે આમ તો હાલ જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ, અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. તેઓ કામની બાબતમાં તો એકદમ કડક છે જ પરંતુ તેમની બીજી બાજુ નજર કરીએ તો તેઓ તેટલા જ આધ્યાત્મિક, પ્રેમાળ અને કલાપ્રેમી છે. છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદે આવેલા પલામૂ જિલ્લામાં જન્મેલા અજય ચૌધરીને નાનપણથી જ કળા પ્રત્યે ભારે આકર્ષણ હતું. 

    તેમના પિતા સ્થાનિક સ્ટિલ પ્લાન્ટમાં નોકરી કરતા હતા જ્યારે માતા ગૃહિણી હતા. હાલ તેમના પરિવારમાં તેમના માતા-પિતા, તેમના પત્ની દિપશીખા અને બે પુત્રીઓ આરાધ્યા અને કાવ્યા છે. ગુજરાત મેઈલ સાથે વાત કરતાં અજય ચૌધરીએ તેમની કારકિર્દી અને જીવનશૈલી વિશે ઘણી વાતો કરી. 

    જેસીપી અજય ચૌધરીને તેમની કારકિર્દીની શરૂઆત અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે IIT માંથી B.Tech કર્યું અને જે રીતે બિહાર અને યુપીના યુવાનોમાં પબ્લિક સર્વિસમાં જવાનું ઘેલું હોય તેમ તેમને પણ એવી ઈચ્છા હતી. 2000ની બેચમાં ગુજરાતમાં પહેલું જોઈનિંગ આવ્યું અને ત્યારથી જ તેઓ ગુજરાતમાં છે. તેમણે એમ પણ જણાવ્યું કે IITમાં એડમિશન મળ્યું એ Dream Come True જેવું હતું. કારણ કે તે સમયે આઈઆઈટીમાં સીટ બહુ જ ઓછી હતી. માત્ર 1000થી 1200 બેઠકો જ હતી અને એડમિશન મેળવવું પણ અઘરું હતું. 

    - તેમની આઈપીએસની કારકિર્દી પાછળ પ્રેરણારૂપ પરિબળોની વાત કરતાં તેમણે જણાવ્યું કે 12મા ધોરણ પછી સરકારી નોકરી કરવી હતી તેવું જ મનમાં હતું. પરંતુ આઈપીએસમાં જ જવું છે તેવું નક્કી નહોતું. તેમણે તેમના આ ક્ષેત્રમાં આવવાને  પ્લાનિંગ ઓફ યુનિવર્સ ગણાવે છે. 

    તેમણે એમ પણ જણાવ્યું કે કેવી રીતે ભણવું, વાંચવું, પાસ થવું અને કેવી રીતે ગુજરાત કેડર મેળવવી એ બધું અણધાર્યું જ હતું. તેમને નસીબથી જ ગુજરાત કેડર મળી છે તેવું તેઓ માને છે. 

    - ગુજરાત અને અહીં ગાળેલા લાંબા વર્ષો અંગે તેમણે જણાવ્યું કે ગુજરાત બહુ જ અકલ્પિત છે. અને મને લાગે છે કે ગુજરાત કરતાં બેસ્ટ જગ્યા બીજી કોઈ હોઈ ન શકે. કારણ કે જો કોઈ વ્યક્તિ પાસે ટેલેન્ટ છે, સ્કિલ છે તો ચોક્કસ આ જગ્યાએ ઘણો જ અવકાશ છે. તેમનું સૌપ્રથમ પોસ્ટિંગ પાટણ હતું. જ્યાં તેમની ટ્રેનિંગ થઈ હતી. ત્યારબાદ તેઓ જેતપુરમાં એએસપી તરીકે જોડાયા. બાદમાં પોરબંદરના એસપી અને પછી એસપી રાજકોટ રૂરલ, પછી ડીસીપી ઝોન-5 અને અહીંથી નવસારી એસપી તરીકે તેઓ ગયા.

    - એક કલાકાર જીવ તરીકે તેમની કલાની રૂચી વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે  “બાળપણથી જ મને વિવિધ શોખ હતા. અને કલા પ્રત્યે તો હું કહીશ કે કુદરતની ભેટ જ છે. 

    આર્ટ એક ગંભીર વસ્તુ છે. ખાસ કરીને એબસ્ટ્રેક્ટ પેઈન્ટિંગને મેં શિખવાનો પ્રયત્ન કર્યો છે. તેની પાછળ ખાસ કરીને દુનિયાના જાણીતા એબસ્ટ્રેક્ટ આર્ટિસ્ટ ગેરહાર્ડ રિક્ટર, જેઓ એક જર્મન વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે તે પ્રેરણાબળ છે. એક ઉદાહરણ એ પણ આપીશ કે જ્યારે લીઓનાર્ડો-દ-વિન્ચીએ મોનાલીસાનું ચિત્ર બનાવ્યું ત્યારે તેની સાથે અન્ય એક આર્ટિસ્ટ વિન્સેન્ટર વેન ગોફનું એક બૂટનું ચિત્ર મૂકવામાં આવ્યું ત્યારે દુનિયાના ચિંતકોએ બંને ચિત્રો જોઈને કહ્યું કે આ બૂટનું ચિત્ર કંઈક ખાસ છે. 

    લોકો આ આર્ટ વિશે જાણશે તો જ તેમાં આગળ વધી શકશે અને આગળ સંશોધન કરી શકશે. અને મારું કામ અને મારો શોખ એબસ્ટ્રેક્ટ પેઈન્ટિંગ છે.”  વધુમાં તેમણે જણાવ્યું કે “એબસ્ટ્રેક્ટ પેઈન્ટિંગને સમજવું અને તેને સારી રીતે, લોકોને સમજ પડે તેમ સમજાવવું તે પણ એક કળા છે. માત્ર પાંચ વર્ષની ઉંમરથી જ મેં મારા આ એબસ્ટ્રેક્ટ પેઈન્ટિંગના શોખને કેળવ્યો છે.” 

    - તેમની એબસ્ટ્રેક્ટ પેઈન્ટિંગની સફર વિશે વધુમાં જણાવતાં કહ્યું કે “માત્ર એક પેઈન્ટિંગ બનાવીને તૈયાર કરી દીધું તેમ નહીં, પરંતુ તેની પાછળ કઈ ફિલોસોફી છૂપાઈ છે, કઈ વાત છે તે બધું ધ્યાનમાં રાખવામાં આવે છે. કોઈ કામ તમે કરી રહ્યા છો તે ઓબજેક્ટ થયો. જો તમે કોઈ પુસ્તક લખી રહ્યા છો તો તે પુસ્તક, તમે અને તમારા વિચારો આ ત્રણ વસ્તુ અલગ અલગ છે, પરંતુ આ ત્રણેય વસ્તુઓ જ્યારે એક થઈ જાય છે તો જ તમે કરેલું કાર્ય સફળ થાય છે. અને જો ત્રણેય વસ્તુમાંથી કોઈ એક વસ્તુનો પણ સમાવેશ નહીં થઈ શકે તો તે કામ અધૂરું રહી જશે. 

    આપણે તેમાં એટલા તલ્લિન થઈ જવું જોઈએ કે આપણે જ એક આર્ટ બની જઈએ, આપણે જ પ્રોસેસ બની જઈએ અને પ્રોસેસ આર્ટ બની જાય. એટલે હું જ્યારે આ કામ કરું છું ત્યારે મારું 100 ટકા તેમાં આપી દઉં છું એટલે જ તે સફળતાપૂર્વક પૂરું કરી શકું છું. 

    - અજયભાઈના શોખમાં ક્યારેય કોઈ વિધ્ન આવ્યું છે તે સવાલના જવાબમાં તેમણે બહુ સચોટ રીતે જણાવ્યું કે આપણે જ્યારે આપણા રૂટિન વિચારોમાં હોઈએ છીએ ત્યારે બધું એડવાન્સ લેવલ પર ચાલતું રહે છે એટલે નીચેનો કોઈ ટ્રાફિક તેને અસર  કરી શકતો નથી. તમે જ્યારે વાદળાંની ઉપર ઉડી રહ્યા હોવ ત્યારે નીચે રસ્તો છે કે નહીં, ટ્રાફિક છે કે નહીં તેનાથી શું ફરક પડે છે. અને આવી જ ભાવનાને કારણે અજયભાઈને પણ કોઈ વિધ્નો અસર કરી  શક્યા નથી. 

    ટાઈમ મેનેજમેન્ટ અને પોલીસના કામ વિશે પૂછતાં અજયભાઈએ જણાવ્યું કે વિનર એ જ છે જે જીતી જાય. એ જ ચાવી છે કે અમે જે કામ કરીએ છીએ અને જો અચાનક બીજું કામ આવી જાય છે તો તેને પૂર્ણ કરવા માટે કેવી રીતે જલ્દી અન્ય કામ ભૂલી જઈએ. લોકોને એક જ તકલીફ હોય છે કે તેઓ જે કાર્ય કરે છે તેમાંથી જલ્દી નીકળી નથી શકતાં. 

    આગળ જણાવતા તેઓ કહે છે કે તમે જે વસ્તુ કરો છો તો તેને કોઈ એક સમયે ભૂલવું જરૂરી છે. નોકરી પણ કરો છો તો જ્યારે તમે નોકરીએ થી ઘરે જાઓ છો અને ઓફિસના વિચારો મનમાં હશે તો તે વ્યક્તિ આરામ નહીં કરી શકે. એટલે જ કોઈપણ વિચારને મનમાંથી કેવી રીતે કાઢી શકાય તેની પ્રેક્ટિસ કરવી જોઈએ. 

    કોઈપણ કામ બરાબર થઈ રહ્યું છે તેનું વિશ્લેષણ કરવા તેનાથી કટ-ઓફ થવું જરૂરી છે અને તેના માટે પ્રેક્ટિસ જોઈએ. મેડિટેશન કરવું જોઈએ, ભગવાન સાથે કનેક્ટ થવું જોઈએ. તમારે તમારી જાતને ઓળખવી જોઈએ. પોતાની નબળાઈ અને શક્તિઓને ઓળખવી જોઈએ. અને જ્યાં સુધી આ સવાલોના જવાબ તમે પોતે જ નહીં ગ્રહણ કરો ત્યાં સુધી બધું જ નકામું છે. આ એક માસ્ટર કી છે. જ્યારે આ માસ્ટર કી નો ઉપયોગ તમે શીખી લેશો ત્યારે અદભૂત પરિણામો મેળવી શકશો. નેગેટીવીટી જેવી વસ્તુ દુનિયામાં હોતી જ નથી તે માત્ર એક ભ્રમ છે. “We all are very special and our time is very very special”. 

    આપણે સહુ ઉડનારા પક્ષીઓ છીએ અને તે આપણને ખબર હોવી જોઈએ. મારા, તમારા અને ભગવાનમાં કોઈ જ ફરક નથી. આપણું શરીર ઠીક છે પરંતુ મન અને બુદ્ધી પર ધૂળ ચડી ગઈ છે. તેથી જ તમે તેનાથી અલગ થઈ ગયા છો. નહીંતર એ અને તમે સરખા જ હતા. કૃષ્ણ અને આપણામાં કોઈ જ ફેર નથી. 

    સમાજ માટે સંદેશો આપતા જેસીપી અજય ચૌધરી જણાવે છે કે “We are all special and we are filled with infinite energy and infinite blessings”. ભગવાન ઈચ્છે છે કે તમે ખુશ રહો અને ઘણું જ સારું કામ કરો. 

    સેવા માટે આખી જિંદગી જતી રહે તો તે જ જીવનનો એક ભાગ છે. માનવતાની સેવામાં જેટલો સમય ગયો, તે જ જીવનનો ભાગ ગણાશે. બાકી બધું બેકાર છે. 

    આનંદ માટે જ આપણે અહીં આવ્યા છીએ. એટલે મુખ્ય હેતુ આપણો આનંદ જ છે.

    - તેમની દિનચર્યા અને પ્રવૃત્તિ વિશે જણવતા કહ્યું કે હું દિવસે 20 મીનીટ અને રાત્રે 20 મીનીટ ધ્યાન કરું છું. ધ્યાન એટલા માટે કરું છું કે પોતાને કોઈપણ કામ કરવા માટે પરફેક્ટ બનાવી શકું. કારણ કે મન અને બુદ્ધી આપણા યંત્રો છે અને તેનાથી જ આપણે કામ કરીએ છીએ. 

    - છેલ્લે ભવિષ્યની યોજનાઓ વિશે જણાવતા અજયભાઈએ કહ્યું કે શાંતિવાળા જીવનની પ્રાર્થના કરીને સૌપ્રથમ તો સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરવી છે. જીવન માનવતાની સેવામાં વીતે તેવી ઈચ્છા છે. એટલે કે આપણું જીવન એક નાના બાળક જેવું થઈ જાય, મન, બુદ્ધિ અને અહંકાર શૂન્ય થઈ જાય અને જે પણ આપણા જીવન દરમિયાન આપણા પર પ્લસ થયું છે એ બધું માઈનસ થઈ જાય અને એ જ એક અંતિમ સિદ્ધી છે. 

    છેલ્લે તેમણે બધાને માટે એક અનોખો સંદેશ આપતાં કહ્યું કે આપણે કોઈ અલગ નથી, સહુ એક જ છીએ અને હું વસુધૈવ કુટુંબકમની જ ભાવના રાખું છું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!