• ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે ત્રીજી વનડે મેચ 
    સ્પોર્ટ્સ 21-3-2023 08:46 AM
    • નિર્ણાયક વનડે મેચ જીતીને શ્રેણી જીતવા બંને ટીમો ઉત્સુક છે
    • ચેન્નાઇમાં ચેપોક મેદાનની વનડે મેચને લઇને કરોડો ચાહકો રોમાંચિત
    ચેન્નાઇ

    ચેન્નાઇનાં ચેપોક મેદાન ખાતે આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાનાર છે. આ નિર્ણાયક મેચ જીતીને બંને ટીમો શ્રેણી જીતવા સાથે મેદાનમાં ઉતરશે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા સુર્યકુમારને તક મળશે કે કેમ તેના પર ચાહકોની નજર રહેશે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં પાંચ વિકેટથી શાનદાર જીત મેળવી હતી, પરંતુ બીજી મેચમાં 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે ત્રીજી મેચ બંને ટીમો માટે નિર્ણાયક બની ગઈ છે અને વિજેતા ટીમ વનડે શ્રેણી પર કબજો કરી લેશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમના કોમ્બિનેશન પર પણ ચાહકોની નજર રહેશે. પ્રથમ બે મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કની સામે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ખાસ કમાલ બતાવી શક્યો નથી તે ખૂબ જ ચિંતાનો વિષય છે. સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન ખૂબ જ શરમજનક હતું અને તે બંને મેચમાં પહેલા જ બોલ પર મિશેલ સ્ટાર્કની ઓવરમાં એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. આવી સ્થિતિમાં સૂર્યકુમારને ત્રીજી વનડેમાં તક મળે છે કે નહીં તે જોવાનું રહેશે. જોકે રોહિત શર્માએ સંકેત આપ્યા છે કે સૂર્યકુમારને વધુ તક આપવામાં આવશે.

    મેચના દિવસે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેનો અર્થ છે કે ઈનિંગની શરૂઆતમાં ઝડપી બોલરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે. છેલ્લી વખત જ્યારે ભારત અહીં રમ્યું હતું ત્યારે પીચ ઝડપી બોલરોને મદદ કરતી હતી. જોકે વેસ્ટ ઈન્ડિઝની ટીમે તે મેચમાં માત્ર બે વિકેટ ગુમાવીને 288 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ વખતે પણ ફ્રેન્ડલી બોલિંગ પીચને કારણે ભારતીય બેટ્સમેનોએ પ્રથમ 10 ઓવરમાં ખાસ કરીને સ્ટાર્ક સામે ખૂબ જ સાવધાનીથી રમવું પડશે.ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં આક્રમક વ્યૂહરચના અપનાવીને ત્રણ નિષ્ણાત ઝડપી બોલરો સાથે ઉતરી શકે છે. આવી સ્થિતિમાં શાર્દુલ ઠાકુર અથવા ઉમરાન મલિકને રમવાની તક મળી શકે છે. ઉમરાન મલિકને રમવાની વધુ તક મળી રહી છે કારણ કે તેની પાસે ઝડપ છે જે આ પીચ પર અસરકારક સાબિત થઈ શકે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!