• પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર, શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર 
    સાહિત્ય 1-8-2022 08:10 AM
    • વિનાયક ચતુર્થીનો સંગમ હોવાથી શ્રદ્ધાળુઓ પૂજા, અર્ચના અને અભિષેક કરી અનુભવી રહ્યાં છે ધન્યતા 
    અમદાવાદ

    પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે. શ્રાવણ સુદ ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થીનો સંગમ હોવાથી આ પવિત્ર દિવસે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તો ઉમટી પડ્યાં છે. રાજ્યમાં સોમનાથ, નાગેશ્વર, ઘેલા સોમનાથ સહિતના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે. 
    શ્રાવણ માસમાં સોમવારના દિવસનું અનેરું મહત્વ હોય છે. આજના દિવસે વ્રત કરવાની મનોકામના પૂર્ણ થતી હોય છે. શ્રાવણ મહિનાનો સોમવાર ભગવાન શિવને અતિપ્રિય હોવાથી શિવાલયોમાં ભક્તિમય માહોલ બની ગયો છે.  શ્રદ્ધાળુઓ પુજા-અર્ચના અને અભિષેક કરી આશીર્વાદ મેળવી રહ્યાં છે. અમદાવાદના શિવાલયોમાં પણ વહેલી સવારથી ભક્તોની કતારો લાગી છે. શિવલીંગ પર જળાભિષેક કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદથી શિવાલય પરિસરોમાં ગૂંજી ઉઠ્યા છે.

    સોમનાથમાં વહેલી સવારે 4 વાગ્યાથી લાંબી કતારો
    આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારે 4 વાગ્યે જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ખૂલ્યા હતા ત્યારથી જ શિવભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યા છે. સોમનાથ મંદિર અને પરિસર દેશ-વિદેશમાંથી આવેલા ભાવિકોને હરહર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ શિવમય બની ગયુ છે. મહાદેવની આરતી અને દર્શનની એક ઝલક માટે ભાવિકો કતારબંધ લાઈનોમાં ૐ નમઃ શિવાય...હર હર મહાદેવના જાપ કરતા નજરે પડી રહ્યાં. વહેલી સવારે 7 વાગ્યે સોમનાથ મહાદેવને અલોકીક પ્રાતઃ શણગાર કરવામાં આવેલ બાદ મહાપુજન કરવામાં આવેલ હતા. આજના દિવસે રાત્રે 10 વાગ્યા સુધી મહાદેવના દર્શન થશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા સુરક્ષા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!