• 80 હજારથી શરૂ થયેલી પાવર પલાઝોનું ટર્નઓવર ~ 250 કરોડે પહોંચ્યું : મિકી શાહ 
    સક્સેસ સ્ટોરી 24-3-2022 09:39 AM
    • હું જીવનમાં હંમેશાં ગ્લાસ અડધો ભરેલો જોવું છું એટલે કે પોઝિટિવ અભિગમ ધરાવું છું
    • કંપનીનું ટર્નઓવર ~ 100 કરોડે પહોંચ્યું હતું ત્યાં સુધી અમે કોઈ લોન લીધી નહોતી
    અમદાવાદ

    ગ્લાસ અડધો ભરેલો અને અડધો ખાલી છે, આ જાણીતી વાત છે જેમાં હું હંમેશાં ગ્લાસ અડધો ભરેલો જોવું છું એટલે કે પોઝિટિવ અભિગમ ધરાવું છું એવું પાવર પલાઝો પ્રા. લી.ના ડિરેકટર મિકી શાહે જણાવ્યું હતું. 

    ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં મિકી શાહે જણાવ્યું કે વર્ષ 1994માં મેં ~80 હજારની મૂડીથી કંપની શરૂ કરી હતી જેમાંથી ~40 હજાર મેં ઉછીના લીધા હતા. આજે મારી કંપનીનું ટર્નઓવર ~250 કરોડ છે જેમાં ભારતના ~160 કરોડ અને ચીનના ~90 કરોડનો સમાવેશ થાય છે. મારી કંપનીની પ્રથમ ગ્રાહક જર્મન કંપની ટ્રુઝલર હતી જેને અમે સેમિકન્ડકટર પૂરા પાડ્યા હતા જે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં વપરાય છે. મારી કંપનીની બનાવટો એસી ડ્રાઇવ, ડીસી ડ્રાઇવ, વેલ્ડીંગ મશિન, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક, સિમેન્ટ વગેરે ઉદ્યોગોમાં વાપરવામાં આવે છે. વર્ષ 1999માં હું પ્રથમવાર ચીન ગયો હતો અને ત્યાં અમે સીએફએલ લાઇટીંગ પ્રોડકટ્સનું ઉત્પાદન શરૂ કર્યું હતું જોકે, તેનું ડિઝાઇનીંગ અમે જ કર્યું હતું. વર્ષ 2010માં ભારતના બજારમાં એલઈડી પ્રોડકટ્સ આવી હતી. ફિલિપ્સ, બજાજ, સિસ્કા, એવરરેડી, ઇન્ડોનેશિયાની મોટી કંપની સહિત 845 કંપનીઓને અમે સર્કિટ અને ઇલેક્ટ્રોનિક ડ્રાઇવર્સ પૂરા પાડીએ છીએ. 

    તેમણે જણાવ્યું કે ઓડી કારના હેડ લેમ્પમાં આવતી એલઈડી ડે રનિંગ લાઇટ મારી કંપનીએ પૂરી પાડી હતી. હું બને ત્યાં સુધી બિઝનેસ માટે લોન લેવાનું પસંદ કરતો નથી. વર્ષ 2012માં મારી કંપનીનું ટર્નઓવર ~100 કરોડે પહોંચ્યુ હતું ત્યાં સુધી અમે કોઈ લોન લીધી નહોતી. મારા 26 વર્ષના અનુભવના આધારે કહું છું કે હું અંગ્રેજી કહેવત મુજબ ‘આઈ એમ પાઉન્ડ વાઇઝ એન્ડ પેની ફૂલીશ.’ મારી કંપનીની અમદાવાદ ઉપરાંત મુંબઈ, રાજકોટ, પૂના, હૈદરાબાદ અને દિલ્હીમાં આૅફિસ છે અને કુલ સ્ટાફ માત્ર 35 વ્યક્તિનો છે. હાલમાં મારી કંપની એલઈડી બલ્બ, એલઈડી ટ્યુબલાઇટ, પેનલ લાઇટ, ઇન્ડસ્ટ્રીયલ લાઇટ, ફ્લડ લાઇટ, હાઈબે લાઇટ, સ્ટ્રીટલાઇટ જેવી પ્રોડકટ્સ વેચે છે. અમે અમારા ફિલ્ડમાં હંમેશાં ટોચ ઉપર રહેવાનો પ્રયાસ કરીએ છીએ. અમે ઊર્જાની બચત કરે એવી પ્રોડકટસ બનાવીએ છીએ. ભવિષ્યમાં અમે એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી ગ્રીન પોડકટ્સ, ઇ-બાઇકસ અને ઇલેકટ્રોનિક્સ મોડ્યુલ્સ બનાવવા માંગીએ છીએ. 

    તેમણે વધુમાં જણાવ્યું કે મારા કુટુંબમાં પત્ની કવિતા, પુત્ર રાજ હાલમાં સેન હોઝેમાં ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે અને પુત્રી ઇશાનીએ ફેશન ઇન્સ્ટિટ્યૂટ્સ આૅફ ટૅક્નાૅલાૅજી ન્યૂયોર્કમાંથી ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ માર્કેટિંગનો ડિગ્રી કોર્ષ કર્યો છે. મને વિદેશમાં ફરવા જવાનો અને ખાવાનો શોખ છે. મેં વિદેશમાં મિશેલીગ ગ્રેડ રેસ્ટોરન્ટસ જોયેલી છે. અમે કોઈ હોટલ પસંદ કરીએ ત્યારે જીમ, જમવાનો પ્લાન, સ્ટ્રીટવોકને ધ્યાનમાં રાખીએ છીએ. અમે સ્ટ્રીટફૂડના પણ શોખીન છીએ. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!