• ટીવીએસનું રેકોર્ડ સેલ, કંપનીના ઈલેક્ટ્રિક સ્કૂટરની ભારે ડિમાન્ડ
    વ્યાપાર 5-6-2023 08:58 AM
    નવી દિલ્હી

    ઈન્ડિયાના ઓટો સેક્ટર (Auto Sector)ની અગ્રણી કંપનીઓમાં સામેલ ટીવીએસ મોટર્સ કંપની (TVS Motors)એ મે મહીના દરમિયાન વેચનારા વાહનોના સેલ અંગે માહિતી આપી હતી. ટીવીએસ મોટર કંપની મોટરસાયકલ, સ્કૂટર, ઈ સ્કૂટર, મોપેડ જેવા વાહનોનું ઉત્પાદન કરે છે. ટીવીએસ મોટર કંપનીએ મે મહીના દરમિયાન કુલ 319295 યૂનિટ ટૂ વ્હીલરનું સેલ કર્યું છે. 2022ના મે મહીના દરમિયાન કંપનીના કુલ 287058 યૂનિટ ટૂ વ્હીલરનું સેલ કર્યું હતું. વાર્ષિક ધોરણે તેમા 11 ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો છે. ઘરેલૂ બજારમાં મે 2023 દરમિયાન ટીવીએસ કંપની દ્વારા વેચવામાં આવેલા ટૂ વ્હીલરની સંખ્યા કુલ 252690 યૂનિટ હતી. જ્યારે કંપનીએ એક્સપોર્ટ દ્નારા મે 2023 દરમિયાન કુલ 66605 યૂનિટનું સેલ કર્યું છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.