• રશિયાની નૌસેનાના હેડક્વાર્ટર પર યુક્રેનનો મિસાઈલ એટક
    આંતરરાષ્ટ્રીય 23-9-2023 12:14 PM
    નવી દિલ્હી

    ક્રીમિયા ખાતે સેવેસ્તોપોલમાં આવેલા હેડ ક્વાર્ટરની ઈમારતમાંથી ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં ઉઠતા નજરે પડ્યા હતા. જોકે હજી સુધી આ હુમલામાં કોઈને ઈજા થઈ છે કે કોઈના મોત થયા છે તેની જાણકારી સામે આવી નથી તેવુ સેવેસ્તોપોલોના ગર્વનરનુ કહેવુ છે. સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.  હેડક્વાર્ટર પર એમ્બ્યુલન્સો પણ મોકલવામાં આવી હતી. બીજી તરફ નૌસેના હેડક્વાર્ટર પર હુમલાથી રશિયન રાષ્ટ્રપતિ પુતિન ભારે ગુસ્સામાં છે અને વળતા હુમલા માટેની ચર્ચા કરવા નૌસેનાના ટોચના અધિકારીઓની બેઠક પણ બોલાવી હતી.  સેવેસ્તોપોલના ગર્વનરે તો આ હુમલા બાદ બીજા હુમલાની ચેતવણી આપીને નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે કહ્યુ હતુ. બાદમાં તેમણે પોતાની આ ચેતવણી પાછી લઈ લીધી હતી. તેમણે કહ્યુ હતુ કે, નૌસેના હેડક્વાર્ટરમાં લાગેલી આગ બૂઝાવવા માટે પ્રયાસો ચાલુ છે. લોકોએ હાંફળા ફાંફળા થવાની જરુર છે. આગ બૂઝાવવા માટે પર્યાપ્ત લોકો અને સાધન સામગ્રી ઉપલબ્ધ છે. સાથે સાથે તેમણે આ હુમલાના વિડિયો સોશિયલ મીડિયા પર શેર નહીં કરવા માટે પણ લોકોને કહ્યુ હતુ.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.