• કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા સંમેલન યોજાયું 
    મુખ્ય સમાચાર 19-8-2022 07:50 AM
    • દેશના જુદા જુદા રાજ્યની આંતરિક સુરક્ષા માટે વિચાર-વિમર્શ.
    • અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી દેશના દરેક સીમાવર્તી વિસ્તારને સાંકળવાનો પ્રયાસ
    ન્યુ દિલ્હી
    રાષ્ટ્રીય સુરક્ષા સંમેલન ૨૦૨૨નું આજ રોજ દિલ્હીમાં સમાપન થયું જ્યાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય આંતરિક સુરક્ષા માટે જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીને દેશમાં સુરક્ષા ઉપકરણોને મજબૂત કરીને તેના સામેના પડકારોને કેવી રીતે દૂર કરવા માટે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી. ૨૦૧૪માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની દેશની રક્ષા પ્રણાલીને મજબૂત કરવાની જે સંકલ્પનાઓ કરવામાં આવી હતી તેને સંમેલનમાં ઉજાગર કરવામાં આવી. 

    ગૃહ મંત્રી અમિત શાહ જણાવ્યું  કે " ૨૦૧૪થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ ડીજીપી સંમેલનના સ્વરૂપને બદલવા માટે અવિરત પ્રયત્નો કર્યા જેના દ્વારા અનેક સમસ્યાઓ માટે સમાધાન શોધવામાં અમે સફળ થયા છીએ. "આ સંમેલનમાં દેશની મુખ્ય એજન્સીના પ્રમુખો અને રાજ્ય પોલીસના મહાનિદેશકો હાજર રહી જુદી જુદી રણનીતિઓ બનાવી અને તેના પર ચર્ચા કરી જુદા જુદા સૂચનો આપ્યા હતા.  ગૃહમંત્રીએ જણાવ્યું કે  દરેક પોલીસ મહાનિદેશકોની જવાબદારી છે કે તેઓ દરેક માહિતી પોતાના વિભાગના નીચેના સ્ટાફ સુધી પોહોચાડે જેથી કાર્ય કરવામાં ખુબ સરળતા રહે. 

    દેશની સુરક્ષા વધારવા માટે કેન્દ્રીય સરકાર આધુનિક રીતે અનેક અપરાધ માટે 'ડેટા-બેસ' બનાવે છે અને ફાઈવ-જી તકનીક નો ઉપયોગ કરી ને કેવી રીતે દેશને સુરક્ષિત રાખવો તેના ઉપર કામ કરવું પડશે તથા તકનીકોની સાથે સાથે આપણે હ્યુમન ઇન્ટલિજન્સ પર પણ ભાર મુકવો પડશે તેના વિષે સંમેલનમાં ગહન ચર્ચા કરવામાં આવી હતી. કાઉન્ટર ટેરર, માઓવાદી, ક્રિપ્ટો, ડ્રગ રેકેટ, સાઇબર અને સોશ્યિલ મીડિયા ક્રાઇમ, દ્વીપ બંદરગાહની સુરક્ષા, કાઉન્ટર ડ્રોન ટેક્નોલોજી એ બધા મુખ્ય વિષયો પર ચર્ચાઓ ચાલી હતી આવી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!