• અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ, વધુ 5 દિવસની આગાહી
    ગુજરાત 20-3-2023 02:51 PM
    • કેસર કેરી સહિતના પાકોને મોટું નુકસાન, શાકભાજીના ભાવ વધ્યા
    ગુજરાતભરમાં રવિવારે પણ કમોસમી વરસાદનો સપાટો જોવા મળ્યો હતો. રાજ્યના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં તો બારે મેઘ ખાંગા થયા હોય એમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉના, ગીર-ગઢડામાં ગાજવીજ સાથે 1થી 4 ઇંચ વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. મરચાંના હબ ગણાતા સનખડા ગામમાં વરસાદને કારણે મરચાં પાણીમાં વહેતાં થયાં હતાં. આ સાથે સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગે વધુ પાંચ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવનો સાથે હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં કરા પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

    અમદાવાદ શહેર અને જિલ્લામાં રાતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. બદલાયેલા વાતાવરણ વચ્ચે શહેરમાં રાત્રે એસજી હાઈવે, વસ્ત્રાપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર, બોડકદેવ, નારોલ, બાપુનગર, નિકોલ, બોપલ, ઘુમા, ઇસ્કોન સહિતના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

    કમોસમી વરસાદને પગલે જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. હવે ગૃહિણીઓના બજેટમાં પણ માવઠાનો માર લાગવાનો છે, કારણ કે શાકભાજીના ભાવમાં 50 ટકા જેટલો વધારો નોંધાયો છે.

    સૌરાષ્ટ્રમાં આફતરૂપી માવઠાનો વરસાદ શરૂ થયો હોય એમ વીજળીના પ્રચંડ કડાકાભડાકા અને તેજ પવન સાથે અનેક સ્થળોએ કરાં સાથે માવઠું વરસ્યું હતું. ઉના પંથકમાં તો જાણે ચોમાસું રિટર્ન થયું હોય એમ સાંબેલાધારે 1થી 4 ઈંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉના તાલુકાના મરચાંના હબ ગણાતા સનખડા ગામમાં વરસાદને કારણે મરચાંને ભારે નુકસાન થયું હતું. અણધાર્યા આવેલા વરસાદના પાણીમાં મરચાં તરવા લાગ્યાં હતાં. આ ઉપરાંત કેરીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.​ ​​​​​​જાફરાબાદના દુધાળા અને તળાજાના ટીમાણા ગામે મકાન ઉપર વીજળી પડતાં ઘરવખરી બળી ગઈ હતી. કમોસમી વરસાદને કારણે તાલાલામાં કેસર કેરી સહિત અન્ય સ્થળોએ ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.

    ઉના શહેર, સામતેર, ગાગડા, સનખડા, કાણકબરડા, મોઠા, ગરાળ, ભાચા, ખત્રીવાડા, રામેશ્વર, ભડિયાદર, વાજડી, મેણ, ગુંદાળા, ચાચકવડ, કંસારી, વાવરડા, ઉમેજ, નાઠેજ, યાજપુર, કાંધી, અંબાડા, પડા, સીમર, સૈયદ રાજપરા, ધોકડવા, બેડીયા, ચિખલકુબા, નિતલી, શાણાવાંકિયા તેમજ ગીર જંગલમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને ખેતરોમાં પાણી ભરાયાં હતાં તેમજ નદીઓ પણ વહેતી થઈ હતી. આ ઉપરાંત તૈયાર પાક ઢળી ગયો હતો. ખેતરમાં પડેલા તૈયાર પાકને તાડપત્રી ઢાંકી બચાવવાનો પ્રયાસ પણ ધરતીપુત્રોએ કર્યો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!