• મુંબઇમાં કમોસમી વરસાદ. 12 રાજ્યોમાં વરસાદની આગાહી
    રાષ્ટ્રીય 21-3-2023 01:02 PM
    • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કમોસમી વરસાદ ખાબક્યો
    • હાલમાં દેશમાં વાતાવરણે જોરદાર પલટો લીધો છે
    મુંબઇ

    દેશની વાણિજ્ય રાજધાની મુંબઇમાં મંગળવારે કમોસમી વરસાદ થયો હતો. દેશનાં અન્ય કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ થયો છે. દેશનાં 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે કમોસમી વરસાદ થઇ રહ્યો છે. પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે.

    હાલમાં દેશમાં વાતાવરણે જોરદાર પલટો લીધો છે. દેશભરમાં અનેક રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળે છે. આજે પણ સવારથી અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવામાં સપનાની નગરી મુંબઈની વાત કરવામાં આવે તો ત્યાં પણ સાવરથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે એલર્ટ જાહેર કરી દીધું છે.બીજી તરફ ઉત્તર પશ્ચિમમાં ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડવાની સંભાવના છે. IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ સ્થળોએ વરસાદ પડી રહ્યો છે.

    માત્ર મુંબઈ જ નહીં, દેશના અલગ-અલગ 12 રાજ્યોમાં આજે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!