• રાજ્યના અનેક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ
  ગુજરાત 17-3-2023 03:49 PM
  • વડોદરા પાદરામાં ખેડૂત પર વીજળી પડતા જીવ ગુમાવ્યોઃ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમરેલીમાં વરસાદ પડી શકે છે
  • હજુ 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
  અમદાવાદ

  ગુજરાતમાં શુક્રવારે અરવલ્લી, વડોદરા અને સુરત સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લીમાં કશ્મીર જેવો માહોલ જોવા મળ્યો છે. વણીયાદ મોડાસા તરફના રસ્તા પર બરફના કરાની ચાદર જોવા મળી હતી. ભારે કરા પડતા રોડ કરાથી ઢંકાઈ દયો હતો. વડોદરા શહેરમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યાં હતાં. ગોત્રી, ગોરવા સહિત અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદ સાથે કરા પડ્યાં હતાં. વડોદરા પાદરાના લતીપુરા સિમ વિસ્તારમાં ખેડૂત પર વીજળી પડતા જીવ ગુમાવ્યો. ખેતરમાં મરચા વીણતા એકાએક વીજળી પડતા ખેડૂતનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.  રાજ્યના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો હતો.

  રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગે બરફના કરા સાથે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં કમોમસી વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમરેલીમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ પડશે.

  હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં શુક્રવારે કમોસમી વરસાદ પડ્યો હતો. વડોદરામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઢંકાઈ ગયું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. હરણી, નિઝમપુરા,સમાં, છાણી, કારેલીબાગમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે. માંડવી, નખત્રાણા બાદ હવે મુંદ્રામાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. પૂર્વ કચ્છના પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છના અંજાર સહિત આસપાસ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહીસાગર જિલ્લાના કડાણા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

  હવામાન વિભાગે શુક્રવારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે શનિવારે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં માવઠાની સંભાવના છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!