• રાજ્યના અનેક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ, હજુ બે દિવસ વરસાદની આગાહી

    મુખ્ય શહેર 17-3-2023 01:12 PM
    • અમદાવાદમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે

    રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બરફના કરા સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં કમોમસી વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમરેલીમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે, શનિવાર સાંજથી માવઠાનું જોર ઘટશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ પડશે.

    હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં શુક્રવારે કમોસમી વરસાદ પડ્યો હતો. વડોદરામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઢંકાઈ ગયું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. હરણી, નિઝમપુરા,સમાં, છાણી, કારેલીબાગમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે. માંડવી, નખત્રાણા બાદ હવે મુંદ્રા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. પૂર્વ કચ્છના પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છના અંજાર સહિત આસપાસ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહીસાગર જિલ્લાના કડાણા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. 

    હવામાન વિભાગે શુક્રવારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં માવઠાની સંભાવના છે. માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં છે.

    પૂર્વી ભારત, ઉત્તરપશ્ચિમ ભારત સહિત પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વ્યાપક વરસાદી ઝાપટા સહિત હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વાવાઝોડા અને કરા પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજ્યોમાં આગામી 10 દિવસમાં મધ્ય, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ વરસાદ અને કરા પડી શકે છે. તેનાથી ઉત્પાદન ઘટી શકે છે અને ફુગાવો વધી શકે છે.
    હવામાન વિભાગે 19 માર્ચ 2023 સુધી વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને હિમાલયન ક્ષેત્ર સહિતના ઘણા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!