• કમોસમી વરસાદથી શાકભાજીનાં ભાવમાં વધારો થયો
    મુખ્ય શહેર 21-3-2023 01:12 PM
    • લીંબુનો ભાવ કિલોદીઠ 150 રૂપિયા સુધી પહોંચી ગયો
    • મરચાના ભાવ પણ 60 થી 80 રૂપિયા થઈ ગયા છે
    રાજકોટ

    સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ભાવ વધારો હજુ જારી રહે તેવી વકી છે. કારણ કે કમોસમી વરસાદનાં કારણે પાકને ભારે નુકસાન થયુ છે. શાકભાજીનાં ભાવમાં જંગી વધારો થયો છે. કોથમીર, મરચા અને લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે.  લીંબુના ભાવમાં તો સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટની શાકમાર્કેટમાં લીંબુ 150  રૂપિયાના કિલો મળી રહ્યા છે.  સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાંથી લીંબુની આવક થઈ રહી છે પરંતુ કરા સાથે વરસાદ વરસતા લીંબુના પાકને નુકસાન થયું છે.  છેલ્લા 15 દિવસમાં જ લીંબુમાં પ્રતિ કિલો 30 રૂપિયાનો વધારો થયો છે.  મરચાના ભાવ પણ 60 થી 80 રૂપિયા થઈ ગયા છે.  તો માવઠાએ  કેરીની મજા પણ બગાડી નાંખી છે. કેસર કેરીના પાકને નુકસાન થતાં ભાવ આસમાને પહોંચ્યા છે.  રાજકોટ શહેરમાં એક કિલો કેરીના ભાવ 400 રૂપિયા સુધી પહોંચી ગયા છે.  મધ્યમ વર્ગ માટે તો કેરી ખાવી મુશ્કેલ બની છે.  અમદાવાદમાં પણ આ જ સ્થિતિ છે. અમદાવાદની શાકમાર્કેટમાં આદુનો પ્રતિ કિલો 85 રૂપિયા થયો છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મહેસાણા જિલ્લામાં  બહુચરાજી તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ઘઉં,અજમો, એરંડા સહિતના પાકને નુકસાન થયું છે.  ખેડૂતોની માંગ છે કે  સરકાર તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવે. આ જ સ્થિતિ અરવલ્લી જિલ્લાની છે.  અરવલ્લીમાં છેલ્લા બે દિવસથી કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેને લઈ મોડાસા તાલુકામાં તરબૂચ સહિતના પાકને ભારે નુકસાન  થયું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!