• વાણી અને પાણી વિવેકથી વાપરજો....-વર્ષાબેન ‘વૃંદા’

    આર્ટિકલ 12-9-2023 12:14 PM
    લેખક: વર્ષાબેન ‘વૃંદા’
    આપણે વરસોથી સાંભળતા આવ્યાં છે કે “ બોલે તેનાં બોર વેચાય” અને સાથે “ ન બોલવામાં નવ ગુણ” હવે એ વાતનું ધર્મ સંકટ થાય કે આપણે કંઈ કહેવતને અનુસરવું....     બોલવાની પણ એક કળા છે. કયારે, ક્યાં સમયે, કેટલું બોલવું, એ વાત સમજાય જાય તો બેડો પાર... આપણે ત્યાં કોઈને કંઈપણ તકલીફ કે પ્રોબ્લેમ થાય તો તરત જ શિખામણ આપવા વાળાની લાઈન લાગે છે. જ્યાં સુધી તમને પૂછવામાં ન આવે ત્યાં સુધી ક્યારેય કોઈને શિખામણ ન આપો... આ બાબતમાં કબીરજીએ પણ કહ્યું છે કે... રહીમન ચૂપ હો બૈઠીયે દેખી દિનન કે ફેર, જબ નીકે દિન આયી હૈ બનત્ ન લગી હૈ દેર.”      હંમેશા તમારાં કર્મોને બોલવાં દયો, તો તમારે બોલવાની જરૂર નહીં પડે. મોટાં ભાગે  વાણીને કારણે કેટ કેટલાય સંબંધો બગડ્યા છે. મહાભારતમાં દ્રૌપદીએ દુર્યોધનને આંધળો કહ્યો અને મહાભારત રચાયું, આમ આપણી વાણી સંબંધો બગાડે પણ છે, અને સાચવે પણ છે. વાણી પર સંયમ રાખવો એ બહુ અઘરું કામ છે. અજય હંમેશા તેની કડવી વાણી માટે જાણીતો હતો. તેનાં મોઢામાંથી ક્યારેય કોઈનાં માટે સારાં બોલ ન નીકળે, આ કારણે જ અજયની નોકરી ક્યારેય એક જગ્યાએ ટકતી ન હતી. તેની વાણીને કારણે હંમેશા તેને સૌ સાથે ઝગડો થતો હતો.   એક દીકરીને પણ તેં જ્યારે સાસરે જાય ત્યારે મા સારી શિખામણો આપે છે, કે સાસરે સૌ સાથે સંપીને રહેજે, મોટાં વડીલો સામે ન બોલતી, પણ આજનાં સમયમાં મા પોતાની દીકરીને કહે છે.” કોઈનું પણ સાંભળવાનું નહીં! બસ સામે જવાબ આપી દેવાનો” બસ આજે આ કારણે જ લગ્નજીવન ટકતાં નથી. સૌમાં સહનશીલતાનો અભાવ છે. તેણે એક કહી, તો હું જ્યાં સુધી પાંચ ન કહું, ત્યાં સુધી શાંતિ નહીં થાય... આપણાં વડવાઓએ એટલે જ કહ્યું છે કે “ વાણી અને પાણી વિવેકથી વાપરજો.”     એક વખત તીર કમાનમાંથી છૂટી જાય પછી પાછું નથી આવતું, તેવી જ રીતે એક વખત બોલાયેલા શબ્દો, સામા માણસને જીવનભર યાદ રહેશે. ઉતાવળે કે ગુસ્સામાં બોલાયેલા કડવાં વેણ, ઘડીના ભાગમાં તમારાં સંબંધો તહસ નહસ કરી શકે છે. માટે કયારે બોલવું અને કયારે ચૂપ રહેવું, એ સમજાય જાય તો જીવન સ્વર્ગ બની જાય છે. આ બધું મોટિવેશનથી નહીં પણ જાત અનુભવથી જાણી શકાય છે.

અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.